Home> Gujarat
Advertisement
Prev
Next

નિત્યાનંદ કેસમાં નવો ખુલાસો, યુવતીએ તેના જ માતા પિતા પર લગાવ્યાં ગંભીર આરોપ

અન્ય એક વીડિયો પણ વાઈરલ થયો છે જેમાં યુવતી કહે છે કે હું 18 વર્ષની છું અને 12 વર્ષની હતી ત્યારથી અહીં છું.

નિત્યાનંદ કેસમાં નવો ખુલાસો, યુવતીએ તેના જ માતા પિતા પર લગાવ્યાં ગંભીર આરોપ

અમદાવાદ:  નિત્યાનંદના આશ્રમ(Nityananda Ashram)ના વિવાદ મામલે હવે યુવતીએ જ ખુલાસા કર્યા છે. યુવતીએ વીડિયો જાહેર કરી અને માતા-પિતા વિરુદ્ધ નિવેદન આપ્યું છે. યુવતીએ કહ્યું કે હું મારી મરજીથી આશ્રમમાં ગઇ છું. ત્યારે મને પાછી લઇ જવા માટે દબાણ કરાઇ રહ્યું છે. મને વારંવાર ધમકી આપવામાં આવી રહી છે. હું આશ્રમ છોડવા નથી માગતી. પરંતુ મારા માતા-પિતા પોલીસનો દુરઉપયોગ કરે છે. આ સમગ્ર મામલા વિશે આપને જણાવી દઈએ કે નિત્યાનંદના અમદાવાદ(Ahmedabad)ના આશ્રમમાંથી એક પરિવારના ચાર બાળકો જેમાં 3 દીકરી અને 1 દીકરો છેલ્લા છ મહિનાથી ગોંધી રખાયા હતા. જેમાંથી ચાઈલ્ડ વેલફેર અને પોલીસની મદદથી પરિવારે સગીર ઉમરનો દીકરો અને દીકરી છોડાવ્યા પણ 18 વર્ષની અને 21 વર્ષની દીકરીને છોડાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમની સાથે ફેસબુક માધ્યમથી વાત કરાવી દેવાઈ હતી. પણ પછીથી દીકરીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેની સાથે શારીરિક અડપલા થઈ રહ્યા હોવાનુ તે કહી રહી હતી. ત્યાર બાદ પરિવાર દ્વારા પોલીસ અને વેલફેરના લોકોની મદદથી આશ્રમમાં દીકરીની શોધ ખોળ કરાઈ હતી પરંતુ હવે એ દીકરી ગુમ થઈ જતા સમગ્ર તંત્ર દોડતુ થઈ ગયુ છે. 

તામિલનાડુની છોકરીઓ અમદાવાદ પહોંચી ગઈ
અત્રે જણાવવાનું કે અમદાવાદના હાથીજણ-હીરાપુરમાં આવેલી નિત્યાનંદ સ્વામીની યોગિની સર્વાંજ્ઞપીઠમનો વિવાદ અમદાવાદ પોલીસ તપાસ સુધી પહોંચ્યો છે. સ્વામી નિત્યાનંદ પર એક વિદ્યાર્થિનીને આશ્રમમાં ગોંધી રાખવાનો અને બીજી વિદ્યાર્થિનીને વિદેશ ભગાડી જવાનો આરોપ લાગ્યો છે. આ બંને વિદ્યાર્થિનીઓ સગી બહેનો છે અને તમિલનાડુની રહેવાસી છે. તેમનાં માતાપિતાએ તમિલનાડુ આશ્રમમાં ભણવા મૂકી હતી પરંતુ આરોપ છે કે વાલીની જાણબહાર તેમને અમદાવાદ લાવવામાં આવી છે. સ્વામી નિત્યાનંદના કથિત પાપકાંડ પરથી ત્યારે પડદો ઉઠ્યો જ્યારે પોતાની દીકરીને મળવા તેમનાં માતાપિતા પહોંચ્યાં. જો કે તમિલનાડુ આશ્રમમાં પોતાની દીકરીઓ નહીં હોવાની જાણકારી મળતાં તેમનાં માતાપિતાએ વધારે તપાસ કરી તો અમદાવાદ આશ્રમમાં હોવાની જાણકારી મળી. જે બાદ તે શુક્રવારે રાત્રે અમદાવાદ આવ્યાં. જો કે માતાપિતા આશ્રમમાં મળવા આવ્યાં તો પુત્રીને મળવા ના દેવાતાં હોબાળો થયો. જે બાદ ઝી 24 કલાકે સૌથી પહેલાં ખબર પ્રસારિત કરી અને અમદાવાદ પોલીસ મોટી સંખ્યામાં આશ્રમ ખાતે પહોંચી. 

જુઓ VIDEO

આશ્રમનાં તાળાં તોડીને માતાપિતાને આશ્રમમાં લઈ જવામાં આવ્યાં. માતાપિતાને કહેવામાં આવ્યું કે તમારી દીકરી પ્રવાસમાં ગઈ છે. અમદાવાદના હાથીજણના હીરાપુરમાં આવેલો છે આશ્રમ. માતાપિતાનો આરોપ છે કે સ્વામી નિત્યાનંદે અમારી પુત્રીની હત્યા કરી છે. એક પુત્રીને નિત્યાનંદ વિદેશ લઈને ભાગી ગયો હોવાનો આરોપ લાગ્યો છે. દક્ષિણ ભારતના આ દંપતીની એક પુત્રી વિદેશમાં છે. પુત્રીને વિદેશમાં અજ્ઞાત જગ્યાએ લઈ જવાઈ હોવાનો આરોપ લાગ્યો છે. માતાપિતા પોતાની પુત્રીનો કબજો નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં રહેવાની જિદ પર ઉતરી આવ્યાં છે. યુવતી પર 10 દિવસ પહેલાં દુષ્કર્મની કોશિશ થઈ હોવાનો પણ વાલીએ આરોપ લગાવ્યો છે. માતાપિતા સાથે તમિલનાડુથી એક સંત પણ મદદમાં આવ્યા છે. યુવતીના પિતાનું કહેવું છે કે તેમની પુત્રીને જાણ બહાર બેંગલુરુ આશ્રમથી અમદાવાદ લવાઈ છે. અમારી બીજી પુત્રી સાડા અઢાર વર્ષની છે તે પણ આ આશ્રમમાં નથી મળી. બંને પુત્રીઓને મળવા માટે ચાર વખત માતાપિતા અમદાવાદ આશ્રમ આવ્યાં પણ તેમને મળવા નથી દેવાયાં. તેમની મોટી છોકરીનું નામ મા નિત્યાનંદિતા છે. 

જુઓ LIVE TV

પોલીસે શું કહ્યું તે જાણો
આજે આ મામલે તપાસ પછી પોલીસે સત્તાવાર નિવેદન આપતા કહ્યું છે કે '' અમને બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હોવાની અને તેમની સાથે ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ છે. આ મામલે ચાઇલ્ટ વેલફેર કમિટીનો રિપોર્ટ બાકી છે. નિવેદન પછી કહી શકાય છે કે પ્રાથમિક રીતે કોઈ ગેરરીતિ નથી થઈ પણ તપાસ ચાલી રહી છે અને જો એમાં કોઈ વધારે માહિતી મળશે તો ચોક્કસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આશ્રમ વિરૂદ્ધ પોલીસને કોઈ ફરિયાદ હજી નથી મળી. જ્યાં સુધી યુવતીનો મામલો છે ત્યાં સુધી તે 18 વર્ષની છે એટલે તે સ્વેચ્છાએ જ્યાં જવું હોય ત્યાં જઈ શકે અને આશ્રમના સંચાલકોએ આપેલી માહિતી પ્રમાણે યુવતી અત્યારે ટ્રાવેલિંગમાં છે અને સંપર્ક થશે એટલે વાત થશે. હવે યુવતી પરત આવે પછી જ આ મામલામાં વધારે તપાસ થશે. યુવતી ગુમ છે એમ નહીં કહીં શકાય પણ સંપર્ક થશે ત્યારે આગળ કાર્યવાહી થશે. અત્યાર સુધી બાળકોએ કોઈ ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નથી. આ મામલામાં ચાઇલ્ડ વેલફેર કમિટીની તપાસ ચાલી છે. આ આશ્રમશાળા શિક્ષણના હેતુથી ચાલુ કરાઈ છે.  અત્યાર બાળાઓ પોતાની રીતે ગઈ છે અને 18 વર્ષથી વધારે વયની હોવાના કારણે કોઈ કાર્યવાહી ન થઈ શકે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More