Home> Gujarat
Advertisement
Prev
Next

રોજગાર દિવસની ઉજવણી પર નીતિન પટેલનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસને વિકાસ પચતો નથી

રાજ્ય સરકાર (State Government) દ્વારા પાંચ વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા આજે રોજગાર દિવસની (Employment Day) ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને રાજ્યના 50,000 થી વધુ યુવાનોને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. 

રોજગાર દિવસની ઉજવણી પર નીતિન પટેલનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસને વિકાસ પચતો નથી

ઉદય રંજન/ અમદાવાદ: રાજ્ય સરકાર (State Government) દ્વારા પાંચ વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા આજે રોજગાર દિવસની (Employment Day) ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને રાજ્યના 50,000 થી વધુ યુવાનોને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદના (Ahmedabad) સાણંદ ખાતે DyCM નીતિન પટેલ દ્વારા રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન નીતિન પટેલે (DyCM Nitin Patel) કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસને વિકાસ પચતો નથી. સરકારનું કામ કોંગ્રેસ (Gujarat Congress) જોઈ શક્તિ નથી. આજે ગુજરાતમાંથી જનતાએ કોંગ્રેસને તડીપાર કરી રહી છે. તો બીજી તરફ રાજ્ય સરકારની પાંચ વર્ષની ઉજવણીના કોંગ્રેસના (Congress) સમાંતર કાર્યક્રમ અંતર્ગત આજે બેરોજગારી દિવસની (Unemployment Day) ઉજવણી કરવામાં આવી રહી છે.

અમદાવાદના સાણંદ ખાતે રોજગાર દિવસની ઉજવણી કરતા સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સાણંદ તમાકુ માટે વખણાતું હતું. જો કે, હવે ઉદ્યોગોથી નવી ઓળખ મળી છે. ખેડૂતો અને રોજગારી માટેનું કામ સરકાર કરે છે. વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી ત્યારે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. અમે વાઈબ્રન્ટ ગુજરાત થકી મોટી કંપનીઓ ગુજરાતમાં આવે તે માટેના પ્રયત્ન કર્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત થકી રાજ્યમાં રોજગાર આવે તે દિશામાં કામ કર્યું છે. ચોકીદારથી મેનેજર સુધી પગાર મળે તે અગત્યનું છે. રોજગાર ન હોય તો ખોટા વિચારો આવે અને કાયદો વ્યવસ્થા બગડે છે. પરંતુ આવું ન થાય તે માટે સરકારે યોજનાઓ થકી રોજગાર આપ્યો છે અને સારી વ્યવસ્થા અને પ્રોત્સાહન મળે તેવું કામ પણ કર્યું છે.

આ પણ વાંચો:- 'જે ડોક્ટરો હડતાળ નહીં છોડે તેમને હોસ્ટેલ ખાલી કરાવાના આદેશ, નહી માને તો ફોજદારી કાર્યવાહી કરાશે'

રાજ્ય સરકારના પ્રોત્સાહન કારણે આજે મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવ્યા છે. ગુજરાતીઓને નોકરી મળે જ છે, પરંતુ અન્ય રાજ્યોના લોકોને પણ રોજગારી મળી છે. કોરોના વખતે ખ્યાલ આવ્યો કે, રાજ્ય બહારના 15 લાખ શ્રમિકો માટે ટ્રેન વ્યવસ્થા કરવામાં આવી હતી. 15 લાખ લોકો બીનગુજરાતી રાજ્યમાં રોજગાર માટે આવ્યા છે. મોરબી સીરામીક ઉદ્યોગ હતો હવે વિદેશમાં નિકાસ કરે છે. ચીન અને કોરોના બંને સરખા છે. ચીને આજે સરહદ પર પડકારો આપડી સામે રાખ્યા છે. લાખોની સંખ્યામાં લશ્કર સરહદ પર તૈનાત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- Rozgar Divas: દારૂબંધીને લઇને સીઆર પાટીલે કહી મોટી વાત, રોજગારીના ક્ષેત્રે અગ્રેસર ગુજરાત

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સમગ્ર દેશમાં ઔદ્યોગિક રાજ્ય તરીકે અગ્રેસર છે. ગુજરાતમાં વાઈબ્રન્ટ સમીટ શરૂ કરવામાં આવે છે જેમાં અનેક મોટી કંપનીઓ ગુજરાતમાં આવે છે. આજે હજારો ઉદ્યોગો ગુજરાતમાં સ્થાપાયા છે. આજે રોજગાર દિવસ ખુબજ મહત્વનો દિવસ છે. બેકારીનો દર ઓછો કરવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે. રોજગાર વ્યવસ્થા ઉભી કરવાની જવાબદારી સરકારની છે. લાખો લોકોના રોજગાર માટે રાજ્ય સરકાર કામ કરે છે. ગુજરાતમાં વધારે રોજગારી પુરી પાડવા સરકાર કામ કરી રહી છે. આજના રોજગાર દિવસે 62 હજાર યુવાનોને નિમણુંક પત્રો એનાયત કરાયા છે. કોરોના કાળમાં પણ ગુજરાતમાં મૂડી રોકાણ કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો:- એક તરફ ત્રીજી લહેરની તૈયારીઓ તો બીજી તરફ AMC ની હોસ્પિટલોમાં કાયમી અધિક્ષક જ નહી

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે વિધાનસભામાં કોંગ્રેસને સમજાવતા હતા. કોંગ્રેસને વિકાસ પચતો નથી. સરકારનું કામ કોંગ્રેસ જોઈ શક્તિ નથી. ગુજરાતની જનતા કોંગ્રેસને જાણી ચુકી છે. કોંગ્રેસના નેતા અને નેતાગીરી પણ આજે કોઈને વિશ્વાસ નથી. આજે ગુજરાતમાંથી જનતાએ કોંગ્રેસને તડીપાર કરી રહી છે. વિદ્યાર્થીઓથી લઈ યુવાનો, ખેડૂતો, કામદારોને સરકાર મદદરૂપ થઈ રહી છે. 

આ પણ વાંચો:- આજે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા લેવાશે, 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારની પાંચ વર્ષની ઉજવણીના કોંગ્રેસના સમાંતર કાર્યક્રમ અંતર્ગત આજે બેરોજગારી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ કાર્યકરો દ્વારા ઉપવાસ છાવણીમાં કોઈપણ જાતની મંજૂરી વગર બેરોજગારી દિવસ નિમિત્તે દેખાવો કરવામાં આવી રહ્યા છે. શિક્ષિત બેરોજગારોને ચાનો ધંધો કરવો પડે છે તે પ્રકારના દેખાવો પણ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી દ્વારા સરકારની નિષ્ફળતા ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, પોલીસ દ્વારા મંજૂરી વગર દેખાવો કરતા કોંગ્રેસના તમામ કાર્યકરોની અટકાયત કરાઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More