Home> Gujarat
Advertisement
Prev
Next

નીતિન પટેલની કોંગ્રેસને કડક ચેતવણી, 'ભાજપ મારું જીવન છે, તેની સાથે જ મારે જીવવાનું છે'

મધ્ય પ્રદેશમાં હાલ ખુબ જ રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે પરંતુ ગુજરાતમાં પણ કઈ ઓછી નથી. કોંગ્રેસના નેતા અને બેચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરના એક નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે જેના પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે વળતો પ્રહાર કર્યો.

નીતિન પટેલની કોંગ્રેસને કડક ચેતવણી, 'ભાજપ મારું જીવન છે, તેની સાથે જ મારે જીવવાનું છે'

ઝી મીડિયા, ગાંધીનગર: મધ્ય પ્રદેશમાં હાલ ખુબ જ રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે પરંતુ ગુજરાતમાં પણ કઈ ઓછી નથી. કોંગ્રેસના નેતા અને બેચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરના એક નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે જેના પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે વળતો પ્રહાર કર્યો. ભરત ઠાકોરે કહ્યું હતું કે ભાજપમાં વિખવાદ છે. નીતિન પટેલ 15 ધારાસભ્ય લઈને અમારી સાથે આવે અને મુખ્યમંત્રી બને. આ નિવેદન બાદ નીતિન પટેલે કહ્યું કે ભાજપ મારા લોહીમાં છે. કોઈ સત્તા લાલસા મારા જીવનને અડી શકે નથી. ભૂતકાળમાં આ પ્રયોગ થઈ ચૂક્યો છે. સિક્કાની એક બાજુ ભાજપ અને બીજી બાજુ હું છું. મને રાજપામાં લઈ જવાનો પ્રયાસ થયો હતો. 

ભરત ઠાકોરના નિવેદન પર જડબાતોડ જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે 64 વર્ષે પણ હું ભાજપમાં છું. ભાજપ અને જનસંઘ સિવાય કોઈનો વિચાર મે કર્યો નથી. કોંગ્રેસના નેતાઓ ગમે તે નિવેદન કરે તે સત્તા લાલસુ છે. હું તેમની જેમ સત્તા લાલસુ નથી. તેમણે કોંગ્રેસના નેતાઓને ચેતવણી આપતા કહ્યું કે તમારું જે થવું હોય તે થાય. પ્રજામાં ભ્રમ ફેલાવવા માટે મારા નામનો ઉલ્લેખ ના કરે. મારા નામ સાથે ભરત ઠાકોરે જે નિવેદન કર્યું તે માટે સંદેશ આપું છું કે ભાજપમાં મારૂ જીવન છે. 

વધુ વિગતો માટે જુઓ video

નીતિન પટેલે વધુમાં કહ્યું કે નીતિન પટેલ ભાજપમાં જ જન્મ્યા છે અને ભાજપમાં જ મરવાના છે. કોંગ્રેસવાળા દિવસે દિવા સપના જોવાના બંધ કરે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આ સરકાર ચાલે છે અને ચાલવાની છે. હું એકલો છું એ પ્રકારનું નિવેદન ઉમિયામાં કામ કર્યું હતું એ કોંગ્રેસ તમારા લોકોના કારણે કર્યું હતું.  એ વખતે મેં અધુરુ રાખ્યુ હતું પણ પૂરું કરું છું કે હું એકલો છું તમારી કોંગ્રેસ સામે. તેમણે એમ પણ કહ્યું કે કે કોંગ્રેસ તૂટી ગઈ છે. વિચારોથી ભાજપ સાથે જોડાયેલો છું, સત્તા માટે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More