Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના નંબર-1 ડિબેટ શોમાં હસમુખ પટેલનું મોટું નિવેદન, જૂનિયર ક્લર્કની પરીક્ષામાં થશે આ નવતર પ્રયોગ

ગુજરાતના નંબર 1 ડિબેટ શોમાં હસમુખ પટેલ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. ZEE 24 કલાકના શો દંગલમાં હસમુખ પટેલ બોલ્યા છે કે જૂનિયર ક્લર્કની પરીક્ષામાં નવતર પ્રયોગ થશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ થશે.

ગુજરાતના નંબર-1 ડિબેટ શોમાં હસમુખ પટેલનું મોટું નિવેદન, જૂનિયર ક્લર્કની પરીક્ષામાં થશે આ નવતર પ્રયોગ

ઝી ન્યૂઝ/અમદાવાદ: જુનિયર કલાર્કની ભરતી માટેની પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે. તેની તૈયારીઓ પણ તંત્રએ લગભગ પુરી કરી દીધી છે. આ વખતે પેપર ફૂટે નહીં તેની દરેક કાળજીઓ રાખવામાં આવી છે. ત્યારે જૂનિયર ક્લર્કની પરીક્ષાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. સમાચાર મળી રહ્યા છે કે જૂનિયર ક્લર્કની પરીક્ષામાં નવતર પ્રયોગ થશે. એટલે ગભરાવવાની જરૂર નથી. ZEE 24 કલાકના ખાસ કાર્યક્રમ દંગલમાં પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હવેથી સ્પર્ધાત્મક પરીક્ષામાં બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ થશે. 

અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી 'ઘાતક' આગાહી; ગુજરાતમાં જૂન સુધી કમોસમી વરસાદ પડશે

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના નંબર 1 ડિબેટ શોમાં હસમુખ પટેલ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. ZEE 24 કલાકના શો દંગલમાં હસમુખ પટેલ બોલ્યા છે કે જૂનિયર ક્લર્કની પરીક્ષામાં નવતર પ્રયોગ થશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ થશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં બોડીવોર્ન કેમેરાનો પોલીસ ઉપયોગ કરશે.

ધોલાઈ ઘાટના ઝઘડામાં જૂથ અથડામણ, આધેડનું મોત, એક યુવાન લોહીલૂહાણ, કારમાંથી હથિયારો..

મહત્વનું છે કે, 9 એપ્રિલે રાજ્યભરમાં જૂનિયર ક્લર્કની પરીક્ષા યોજાનાર છે. 9 લાખથી વધુ ઉમેદવારો જૂનિયર ક્લર્કની પરીક્ષા આપશે. આ મુદ્દે હસમુખ પટેલે જણાવ્યુ હતુ કે, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 9 લાખ 53 હજાર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. 9 એપ્રિલના બપોરે સાડા બારથી દોઢ વાગ્યામાં પરીક્ષા લેવાશે. પરીક્ષાની SOP રેડી છે. આ મુદ્દે અમે જિલ્લા અધિકારીઓ સાથે અત્યાર સુધીમાં ઘણી મિટિંગો કરી છે.

ગૃહિણીઓ ત્રાહિમામ! વધુ એક મોંઘવારીનો માર, સિંગતેલ ડબ્બાનો ભાવ જાણી આવશે 'હાર્ટ એટેક'

9 એપ્રિલે યોજાશે પરીક્ષા 
ઉલ્લેખનીય છે કે, 9 એપ્રિલ રવિવારના રોજ પંચાયત પસંદગી સેવા મંડળ દ્વારા સમગ્ર ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવ લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવશે. દરેક વિદ્યાર્થીઓને પોતાના જિલ્લા ફેર બદલીને પણ પરીક્ષા આપવા જવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓ વધારે મુશ્કેલીમાં ન મુકાય તે માટે એસટી નિગમ બાદ હવે રીક્ષા ચાલક એસોશિએશન દ્વારા પણ વિદ્યાર્થીઓને મદદ પૂરી પાડવાની તૈયારી દર્શાવી છે.

આ દ્રશ્યો જોઈને શરમાશે પાલિકાના બાબુઓ! સફાઈ બાદ છાંટવામાં આવતા પાવડરનો ખુલ્લેઆમ બગાડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More