Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં નેપાળી વોચમેને LPG પી કર્યો આપઘાતનો પ્રયાસ, હાલત નાજુક

સુરતના રૂસ્તમપુરાના કોનીર્ક એપાર્ટમેન્ટમાં પુરૂંન પિરિન ટુનાર વોચમેન તરીકે કામ કરી રહ્યો છે. પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. મંગળવાર રાત્રે પુરૂંને દારૂના નશામાં LPG ગેસ બોટલની પાઇપ મોઢામાં લઇ રેગ્યુલેટર ચાલુ કરી ગેસ પી લીધો હતો

સુરતમાં નેપાળી વોચમેને LPG પી કર્યો આપઘાતનો પ્રયાસ, હાલત નાજુક

સુરત: સુરતની સિવિલ હોસ્પિટલમાં એક અજીબો ગરીબ કેસ સામે આવ્યો છે. શહેરના રૂસ્તમપુરામાં એક નેપાળી વોચમેને LPG ગેસ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. LPG પી જતા બેભાન થઇ ગયેલા પુરૂંન ટુનારને તાત્કાલીક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ પુરૂંનની તબિયત નાજુક છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના રૂસ્તમપુરાના કોનીર્ક એપાર્ટમેન્ટમાં પુરૂંન પિરિન ટુનાર વોચમેન તરીકે કામ કરી રહ્યો છે. પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. મંગળવાર રાત્રે પુરૂંને દારૂના નશામાં LPG ગેસ બોટલની પાઇપ મોઢામાં લઇ રેગ્યુલેટર ચાલુ કરી ગેસ પી લીધો હતો અને તે બેભાન થઇ ગયો હતો.

જો કે ઘટનાની જાણ થતા તાત્કાલીક પુરૂંનને સારવાર માટે સુરત સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પુરૂંનનો કેસ જોઇ ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા હતા. સિવિલના તબીબો દ્વારા પુરૂંને ઇમર્જન્સીમાં ઓક્સિજન આપી તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કરાયો હતો. જો કે, LPG ગેસની અરસ વધુ થવાથી હાલ પુરૂંની તબિયત નાજુક છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More