Home> Gujarat
Advertisement
Prev
Next

NEET UG 2022 Result : વડોદરાની ઝીલ દેશમાં મેળવ્યો નવમો ક્રમ, ટોપ 50 માં આટલા છે ગુજરાતીઓ

NEET UG 2022 Result: ગુજરાતની ઝીલ વ્યાસે 99.9992066 પર્સેન્ટાઇલ સાથે દેશમાં નવમો ક્રમ પ્રાપ્ત કર્યો છે. પરીક્ષામાં સામેલ થનારા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ nta.ac.in અને neet.nta.nic.inની વિઝિટ કરીને પોતાનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકશે.

NEET UG 2022 Result : વડોદરાની ઝીલ દેશમાં મેળવ્યો નવમો ક્રમ, ટોપ 50 માં આટલા છે ગુજરાતીઓ

રવિ અગ્રવાલ, વડોદરા: આખરે ઉમેદવારોની આતુરતાનો અંત આવી ગયો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે NEET UG 2022 પરીક્ષાની ફાઈનલ આન્સર કી અને પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 31 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી હતી.  NEET UG 2022 પરીક્ષાનું આયોજન 17 જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું. આ વર્ષે 15.97 લાખ ઉમેદવારે પરીક્ષા આપી હતી, જેમાં રાજસ્થાનની તનિષ્કા દેશમાં પ્રથમ આવી છે, રાજધાની દિલ્હીના વત્સ આશિષ બત્રા બીજા અને કર્ણાટકના હૃષિકેશ નાગભૂષણ ત્રીજા નંબરે રહ્યા હતા. જ્યારે ટોપ 50માં ગુજરાતના પાંચ વિદ્યાર્થીને સ્થાન મળ્યું છે.

ગુજરાતની ઝીલ વ્યાસે 99.9992066 પર્સેન્ટાઇલ સાથે દેશમાં નવમો ક્રમ પ્રાપ્ત કર્યો છે. પરીક્ષામાં સામેલ થનારા તમામ ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ nta.ac.in અને neet.nta.nic.inની વિઝિટ કરીને પોતાનું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકશે. કેન્ડિડેટને પોતાના સ્કોરકાર્ડના આધારે તેમની પસંદગીની મેડિકલ કોલેજમાં એડમિશન મળશે. જે ઉમેદવારો NEET UG પરીક્ષા પાસ કરે છે તેઓ MBBS સિવાયના મેડિકલ અભ્યાસક્રમો જેમ કે, આયુષ કોર્સ, BDS અને BSc નર્સિંગમાં પ્રવેશ મેળવે છે. 

આ પરીક્ષા કુલ 720 માર્ક્સની હોય છે. એમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ક્વાલિફાઇંગ પર્સેન્ટાઈલ 50 ટકા અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે 40 ટકા હોય છે. મેડિકલ એડમિશન એક્સપર્ટના જણાવ્યા અનુસાર, જનરલ કેટેગરી માટે AIQ 15% કોટા હેઠળ સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે ઉમેદવારોએ 650થી વધારે સ્કોર કરવો પડશે. વળી, સ્ટેટ કોટાની 85 ટકા સીટો પર 600થી વધુ સ્કોર ધરાવતા ઉમેદવાર સરકારી સીટ પર એડમિશન મેળવી શકે છે. બીજી તરફ OBC કેટેગરીના ઉમેદવારો માટે AIQ સીટો માટે આ સ્કોર 640 અને સ્ટેટ સીટો માટે 590 સુધી હોઈ શકે છે.

મેડિકલની પ્રવેશ પરીક્ષામાં 17.64 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 1.17 લાખ ઉમેદવારો પાસ થયા છે, જ્યારે મહારાષ્ટ્રમાંથી 1.13 લાખ અને રાજસ્થાનમાંથી 82,548 ઉમેદવારો પાસ થયા છે. ભારતના 497 શહેરો અને દેશ બહારના 14 શહેરોના 3,570 કેન્દ્રો પર 17 જુલાઈએ યોજાયેલી પ્રવેશ પરીક્ષામાં લગભગ 95 ટકા હાજરી હતી. 

NEET ના ટોપટેન તારલા
રાજસ્થાન- તનિષ્કા 715 માર્ક્સ
દિલ્હી NCT VTS – આશિષ બત્રા 715
કર્ણાટક – હૃષીકેશ નાગભૂષણ ગાંગુલી – 715
તેલંગાણા- ઈરાબેલી સિદ્ધાર્થ રાવ- 711
મહારાષ્ટ્ર- ઋષિ વિનય બાલસે- 710
પંજાબ – અર્પિત નારંગ – 710
ગુજરાત-જીલ વિપુલ વ્યાસ- 710
J&K- હાજીક પરવેઝ- 710
પશ્ચિમ બંગાળ – સાયંતની ચેટર્જી – 710
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More