Home> Gujarat
Advertisement
Prev
Next

સાઉદી અરેબિયાના રિયાધ શહેરમાં ફસાયા નવસારીના યુવાનો, પરિજનો ચિંતામાં

સાઉદી અરેબિયાના રિયાધ શહેરની કંપનીમાં પેટિયું રળવા ગયેલા નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના યુવાનોને કંપનીએ છેલ્લા કેટલાક મહિનાઓથી પગાર નહીં આપી સાઉદીમાં જરૂરી એવો હકામાં કાર્ડ રિન્યૂ ન કરાવતા ભારતીય યુવાનોની સ્થિતિ કફોડી બની છે. કંપનીની આડાઈને કારણે ત્યાં ફસાયેલા યુવનોના પરિવાર જનોમાં ચિંતા ફેલાઇ છે સાથે જ સરકાર તેમને ભારત પરત લાવવા મદદરૂપ થાય એવી આશા સેવી રહ્યા છે.

સાઉદી અરેબિયાના રિયાધ શહેરમાં ફસાયા નવસારીના યુવાનો, પરિજનો ચિંતામાં

સ્નેહલ પટેલ/નવસારી: સાઉદી અરેબિયાના રિયાધ શહેરની કંપનીમાં પેટિયું રળવા ગયેલા નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના યુવાનોને કંપનીએ છેલ્લા કેટલાક મહિનાઓથી પગાર નહીં આપી સાઉદીમાં જરૂરી એવો હકામાં કાર્ડ રિન્યૂ ન કરાવતા ભારતીય યુવાનોની સ્થિતિ કફોડી બની છે. કંપનીની આડાઈને કારણે ત્યાં ફસાયેલા યુવનોના પરિવાર જનોમાં ચિંતા ફેલાઇ છે સાથે જ સરકાર તેમને ભારત પરત લાવવા મદદરૂપ થાય એવી આશા સેવી રહ્યા છે.

નવસારીના ચીખલી તાલુકાના રૂમલા ગામના ગરીબ પરિવારનો સુરેશ શુક્કર પટેલ વર્ષોથી સાઉદી અરેબિયાના રિયાધની કંપનીમાં નોકરી કરવા જાય છે. ગત 2017માં પણ સુરેશ રિયાધની એસએસસીએલ કંપનીમાં નોકરીએ ગયો હતો, પરંતુ ત્યાં ગયા બાદ કામ બંધ થવા સાથે જ કંપનીએ પગાર આપવાનું બંધ કરતાં સુરેશ સહિત પરિવારની સ્થિતિ કફોડી બની છે. બીજી તરફ સુરેશને હકામાં કાર્ડ મળે તો જ ભારત આવી શકાય એવું જાણતા જ પરિવાર જાણો ચિંતામાં મુકાયા છે.

વડોદરાના ફાર્મહાઉસમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે પાડી રેડ, 35 નબીરા પકડાયા

રિયાધના ભારતીય દૂતાવાસમાં રજૂઆત કરવા છતા પણ કોઈ ઉકેલ ન દેખાતા સરકાર રિયાધમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના પ્રયાસ કરે એવી આશા પરિવારજનો સેવી રહ્યા છે. સાઉદી અરેબિયાના રિયાધ શહેરની એસએસસીએલ કંપનીમાં ચિખલીના રૂમલા ગામના સુરેશ પટેલ સહિત રાનકૂવા ગામે રહેતો કલ્પેશ લાડ, ગણદેવી તાલુકાના ખપરવાડા ગામે રહેતો કિરણ પટેલ અને બીલીમોરાના અરવિંદ પટેલ પણ ફસાયા છે. 

આજે રવિવારે રાજ્યની તમામ RTO ઓફિસ ખુલ્લી, સાંજે આટલા વાગ્યા સુધી કરાવી શક્શો તમારા કામ

કંપનીમાં નવસારીના યુવાનો સહિત 80થી વધુ લોકો ફસાયા છે. જેમને ભારતીય દૂતાવાસની મધ્યસ્થી બાદ ખાવાનું પણ મળતું થયું છે, જોકે તમામ યુવાનો કંપની સામે હડતાળ કરીને બેઠા છે અને હકામાં રિન્યું થાય એવા પ્રયાસો કરી રહ્યા છે. જોકે અંહી પરિવારજનોને કંપનીમાં ફસાયા અંગેની માહિતી મળતા જ ચિંતા સાથે ભારત સરકાર તેમને સલામત રીતે પરત લાવવામાં મદદરૂપ થાય એવી અપીલ કરી રહ્યા છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More