Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના વિકાસને વેગ; ભૂપેન્દ્ર પટેલે કહ્યું; આ અભિયાનને 'મિશન મોડ'માં અપનાવો...

ગુજરાતમાં 9 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી: આ વર્ષે રાજ્યમાં રાસાયણિક ખાતરના વપરાશમાં 3,08,748 મેટ્રિક ટનનો ઘટાડો: રૂપિયા 1,337.92 કરોડની બચત અને લાખો ટન ઝેર ધરતીમાં ઓછું ઠલવાયું. આ બેઠક સમગ્ર ભારત દેશ અને ગુજરાત પ્રદેશનું ભાગ્ય બદલનારી બની રહેશે

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના વિકાસને વેગ; ભૂપેન્દ્ર પટેલે કહ્યું; આ અભિયાનને 'મિશન મોડ'માં અપનાવો...

Gujarat Farmers: ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના અભિયાનને આપણા સૌનું 'મિશન' બનાવીએ. ગુજરાતની પાવન ધરાને ઝેરમુક્ત કરીએ. ગુજરાતના ખેડૂતને ઝડપથી સમૃદ્ધિ તરફ લઈ જઈએ અને હર એક ક્ષેત્રમાં આદર્શ આપણું ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં પણ ભારતની આગેવાની કરે એ દિશામાં પરિવારભાવનાથી કામ કરીએ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠકમાં તમામ જિલ્લા કલેક્ટર્સ અને તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને સંબોધતાં કહ્યું હતું કે, આ બેઠક સમગ્ર ભારત દેશ અને ગુજરાત પ્રદેશનું ભાગ્ય બદલનારી બની રહેવી જોઈએ.

ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો, કાલે સવારથી નવા ભાવ લાગૂ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પરિણામે આ વર્ષે ગુજરાતમાં રાસાયણિક ખાતરના વપરાશમાં 3,08,748 મેટ્રિક ટનનો ઘટાડો થયો. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થતાં રૂપિયા 1,337.92 કરોડની બચત તો થશે જ પરંતુ લાખો ટન ઝેર ધરતીમાં ઠલવાતું ઓછું થયું છે. વર્ષ-2025 ના ગુજરાત સ્થાપના દિવસ સુધીમાં ગુજરાતમાં 20 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા લક્ષ્ય સાથે સૌ સાથે મળીને કામ કરીએ. આગામી પાંચ વર્ષમાં આખા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપી રહ્યા છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે અને ખેડૂતોની આવક બમણી થાય એટલું જ નહીં, ધરતીની ફળદ્રુપતા જળવાઈ રહે એ માટે તેઓ સતત ચિંતિત છે. તેમના વિચારોને તાકાત આપવા આપણે પૂરી પ્રમાણિકતા અને કર્તવ્યભાવનાથી આ કામમાં જોડાઈ જઈએ.

લક્ષદ્વીપમાં ટેન્ટ હાઉસ લગાવશે આ ગુજરાતી કંપની, ઓર્ડર મળતા શેરમાં આવી જોરદાર તેજી

આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી (ઓર્ગેનિક ખેતી) વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરીને રાસાયણિક ખેતીની સાથોસાથ જૈવિક ખેતીના ગેરફાયદા પણ ગણાવ્યા હતા. રાસાયણિક ખેતીની ભયાવહ અસરોથી તેમણે સૌને વાકેફ કર્યા હતા. ગ્લોબલ વોર્મિંગથી લઈને માનવ સ્વાસ્થ્યને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગથી થઈ રહેલા ગંભીર નુકસાન વિશે તેમણે સૌને ચેતવ્યા હતા અને કહ્યું હતું કે, આ દેશની ધરતીની ફળદ્રુપતા બચાવવી હશે, ધરતી બચાવવી હશે, હવા-પાણી અને વાતાવરણ બચાવવા હશે, લોકોને ગંભીર-અસાધ્ય બીમારીઓથી બચાવવા હશે તો આપણી પાસે એક જ અને શ્રેષ્ઠ વિકલ્પ છે પ્રાકૃતિક ખેતી. તેમણે કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને 'મિશન મોડ'માં કામ કરવા આહવાન કર્યું હતું.

સુરતમાં બેફામ ટ્રક ચાલકે બાઇક પર સવાર પિતા-પુત્રને લીધા અડફેટે, દિકરાનું મોત, પિતા..

રાજ્યના જિલ્લાઓના કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીઓની ગાંધીનગરમાં યોજાયેલી પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠકમાં એવું પ્રેરક આહવાન કર્યું છે કે, આગામી પાંચ વર્ષમાં આપણે ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી તરફ જવું છે તેવી નેમ સાથે પ્રાકૃતિક ખેતી અભિયાનને સૌ મિશન મોડમાં અપનાવે. આ સંદર્ભમાં તેમણે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના દિશાદર્શનમાં દેશમાં પાણી બચાવવાનું જે અભિયાન અમૃત સરોવરનાં નિર્માણથી સફળતાપૂર્વક ચાલી રહ્યું છે તેમ પ્રાકૃતિક ખેતીના આ અભિયાનને પણ અપનાવવાની જરૂરીયાત સમજાવી હતી. 

હવે કરો જલસા! ગુજરાતીઓના 'હાઈ ફાઈ' જીવન ધોરણ માટે ગુજરાત સરકારે ફાળવ્યા 1032 કરોડ

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીનો આ કાર્યક્રમ કેન્‍દ્ર અને રાજ્ય સરકારનો એવો જનહિતલક્ષી કાર્યક્રમ છે કે, આ ખેતીને પરિણામે માસ ઇમ્પેક્ટ ઉભી થશે અને ભવિષ્યની પેઢીઓની સ્વાસ્થ્ય સુધારણા અને સુખાકારીનું આ કામ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીનાં વ્યાપ વિસ્તાર માટે એકધારો પ્રયત્ન કરી રહ્યા છે. તેના સારાં પરિણામો પણ આપણે મેળવ્યા છે. ૩ લાખ મેટ્રીક ટન યુરીયા ઓછું વપરાયું છે અને અંદાજે ૯ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.

આ કિસ્સો ખાસ વાંચજો! અમદાવાદના આ વિસ્તારમાં 600 કરોડની જમીનમાં મોટો કાંડ! નોંધાઈ ફરિ

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે જમીનનું સ્વાસ્થ્ય સુધારવા માટે ગાય આધારિત આ પ્રાકૃતિક ખેતીને આવશ્યક ગણાવતાં કહ્યું કે, જો જમીનનું સ્વાસ્થ્ય સુધરશે તો માટીમાંથી રેતી થતી અટકશે અનાજ પણ વધુ પાકશે.આપણી દિશા સ્પષ્ટ છે હવે પ્રાકૃતિક ખેતીને વધુ વેગ આપવાનાં નિર્ધાર સાથે લક્ષ્ય સિદ્ધ કરવાનું છે. કલેક્ટર અને ડી.ડી.ઓ.ને તેમણે અનુરોધ કર્યો કે, પ્રાકૃતિક ખેતીનાં સંદર્ભમાં હજુ કંઈ વધુ સારૂ થઈ શકે તે દિશામાં તેમના સુઝાવો અને સુચનો પણ આવકાર્ય છે.

40 વર્ષ પહેલાં જે ગુજરાતીઓએ ભાજપનું નામ દેશમાં ગજવ્યું ત્યાં જ ડખા, ભાજપ નથી કરી...

તેમણે વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતીનાં અભિયાન દ્વારા લીડ લઈ ગુજરાતને અગ્રેસર રાખવા જિલ્લા કલેક્ટરશ્રીઓ અને ડી.ડી.ઓ.ને પ્રેરણા આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, તેમના પદનો જનહિતના આવા કામોમાં સદઉપયોગ કરીને જ આત્મ સંતોષ અને કાર્ય સંતોષ મેળવી શકાશે. મુખ્ય સચિવ રાજકુમારે કહ્યું હતું કે, ગુજરાતમાં કૃષિ મહોત્સવની શ્રેષ્ઠ પરંપરા તત્કાલીન મુખ્યમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે. આ વખતે પ્રાકૃતિક કૃષિને વધુ વેગવાન બનાવવા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ મહોત્સવ કરીએ. તેમણે તમામ કલેક્ટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને 'સ્વાન્ત: સુખાય' પ્રોજેક્ટમાં પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોને પસંદ કરવા અનુરોધ કર્યો હતો.

લોકસભામાં ભાજપ OBCના સહારે: ગુજરાતમાં પાટીદારો થયા સાઈડલાઈન, જાણો કોણ કોના પર ભારે

અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશે  સ્વાગત ઉદ્ભોધનમાં  કહ્યું હતું કે, આજથી ત્રણેક વર્ષ પહેલાં આપણે રાસાયણિક ખેતી, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના ત્રિભેટે ઊભા હતા. કયા માર્ગે જવું તે સ્પષ્ટ ન હતું. પરંતુ આજે પ્રાકૃતિક કૃષિનો રાજમાર્ગ નિશ્ચિત છે. આપણે નેચરલ ફાર્મિંગના નેશનલ હાઇવે પર ઉભા છીએ. આજથી આપણે આપણા કામને વિશેષ ગતિ આપવાની છે. તમામ અધિકારીઓ પ્રાકૃતિક કૃષિમાં પ્રશિક્ષણના મહત્વને સમજે. તમામ ગામોમાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ બને તેવા પ્રયત્નો કરે. પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની વેચાણ અને વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ થાય તેવા પ્રયત્નો કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More