Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે બન્યો ડાન્સિંગ, વલસાડમાંથી પસાર થવાના હોય તો જોઈ લો આ VIDEO

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48ને કોઈ ન કહી શકે કે આ નેશનલ હાઈવે હશે. કારણ કે હાઈવે પર એટલા ખાડા પડી ગયેલા છે કે આ હાઈવે વાહન ચાલકોને રાત-દિવસ ડાન્સ કરાવે છે. આ રોડ પર અકસ્માત નક્કી જ છે. એટલા મોટા ખાડા છે કે અનેક વાહનો તેમાં ઊંધા પડી જાય છે.

અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે બન્યો ડાન્સિંગ, વલસાડમાંથી પસાર થવાના હોય તો જોઈ લો આ VIDEO

Gujarat Heavy Rains: અમદાવાદ-મુંબઈને જોડતો નેશનલ હાઈવે-48 ડાન્સિંગ હાઈવે બની ગયો છે. હાઈવે પર એટલા ખાડા પડ્યા છે કે વાહન ચાલકોને બ્રેકડાન્સ કરવો પડે છે. ટોલટેક્ષ આપીને પણ સુવિધા ન મળતાં વાહનચાલકોમાં રોષ ભભૂક્યો છે. જુઓ નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીનો આ ખાસ અહેવાલ.

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48ને કોઈ ન કહી શકે કે આ નેશનલ હાઈવે હશે. કારણ કે હાઈવે પર એટલા ખાડા પડી ગયેલા છે કે આ હાઈવે વાહન ચાલકોને રાત-દિવસ ડાન્સ કરાવે છે. આ રોડ પર અકસ્માત નક્કી જ છે. એટલા મોટા ખાડા છે કે અનેક વાહનો તેમાં ઊંધા પડી જાય છે. નવસારીમાંથી પસાર થતો આ નેશનલ હાઈવે એટલો જર્જરિત થઈ ગયો છે કે જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે. જ્યાં પણ નજર કરીએ તો વાહનોની લાંબી કતાર જોવા મળે છે. તુટેલા રોડને કારણે લાંબો ટ્રાફિકજામ હાઈવે પર સર્જાય છે. મસમોટા ખાડાને કારણે વાહનચાલકોની કમર તુટી જાય છે. 

  • કમરતોડ રોડ 
  • ખાડામાં બનેલો રોડ 
  • રોડ પર અકસ્માત નક્કી!
  • આ હાઈવે કે હાલ બેહાલ?

નવસારી બાદ તમે ધોળા દિવસે વાહન માલિકોને બ્રેક ડાન્સ કરાવતો વલસાડમાંથી પસાર થતાં નેશલન હાઈવે 48ને પણ જોઈ લો...આ હાઈવે પરથી પસાર થયાં તો કમર તુટી જાય તે નક્કી. સાથે જ અહીં તો પસાર થાઓ એટલે બે-ત્રણ અકસ્માતના દ્રશ્યો જોવા મળી જ જાય. અમે પણ જ્યારે રોડના ખાડાઓને સરકાર સુધી પહોંચડાવા માટે સ્ટોરી કરવા પહોંચ્યા તો એક ગાડી ઊંધી વળી ગયેલી જોવા મળી. એટલે અહીં એ તો નક્કી જ છે કે આ ખાડા કોઈને જીવ નહીં લે ત્યાં સુધી તે કદાચ પુરાવાના નથી.

  • બ્રિજમાં દેખાય છે સળિયા 
  • હાઈવે પર જર્જરિત બ્રિજ 
  • બ્રિજ પર મસમોટા ખાડા
  • ટેક્સ લઈને આવી સુવિધા?

હવે તમે હાઈવે પર બનેલા આ બ્રિજને પણ બરાબર જુઓ...બ્રિજના સળિયા દેખાઈ રહ્યા છે. બ્રિજ પર જ એટલો મોટો ખાડો પડ્યો છે કે ટ્રક ચાલકોને પણ સાચવીને પસાર થવું પડે છે. વિચારો કે આ બ્રિજ જો ધરાશાયી થયો તો? નેશનલ હાઈવે ઓથોરિટી વાહનચાલકો પાસેથી તગડો ટેક્સ ઉઘરાવે છે પરંતુ સુવિધા આપવામાં પાછી પાને કરે છે. રોડ પર ખાડા તો છે સાથે સાથે ખાડામાં પાણી પણ ભરાયેલા છે જેના કારણે વાહન ચાલકો એ સમજી શકતા નથી કે ખાડો કેવડો અને કેટલો ઊંડો છે? ઘણીવાર તો રોડ પર રહેલી ગટરોમાંથી પણ પાણી ઉભરાય છે. બ્રિજ પર દેખાતા સળિયામાં વાહન ચાલકોના ટાયરો પણ ફાટી જાય છે. 

  • રોડ પર ખાડા કે ખાડામાં રોડ?
  • નેશનલ હાઈવેના હાલ થયા છે બેહાલ 
  • જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે 
  • ટેક્ષ આપીને પણ વાહનચાલકોને આવી સુવિધા?
  • અનેક અકસ્માતોને આમંત્રણ આપે છે આ ખાડા 
  • હાઈવે પર બનેલો બ્રિજ બન્યો છે જોખમી

નેશનલ હાઈવે ઓથોરિટી સામે વાહન ચાલકોનો રોષ જોવા મળી રહ્યો છે. ટેક્સ ઉઘરાવીને પણ સુવિધા ન મળે તો પછી ટેક્સ ભરવાનું શું મતલબ?...વાહન ચાલકોએ માગ કરી છે કે તુટેલા ફુટેલો આ રોડ ક્યારે રિપેર થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More