Home> Gujarat
Advertisement
Prev
Next

'મહા' વાવાઝોડાને કારણે 200થી વધારે શ્રદ્ધાળુઓને કરવી પડશે ફરજીયાત ખંડીત પરિક્રમા

મહા વાવાઝોડાની શક્યતાઓ જોતા નર્મદા પરિક્રમા અટકી જતા પરિક્રમાવાસીઓ અટવાયા છે

'મહા' વાવાઝોડાને કારણે 200થી વધારે શ્રદ્ધાળુઓને કરવી પડશે ફરજીયાત ખંડીત પરિક્રમા

અંકલેશ્વર : મહા વાવાઝોડાની શક્યતાઓ જોતા નર્મદા પરિક્રમા અટકી જતા પરિક્રમાવાસીઓ અટવાયા છે. હાંસોટ તંત્ર દ્વારા વમલેશ્વર હોડી ઘાટ બંધ કરવામાં આવ્યો છે. 4 બસ દ્વારા 200થી વધારે પરિક્રમા વાસી અધુરી પરિક્રમા કરી પરત ફર્યા છે. 50થી વધારે પગપાળા પરિક્રમાવાસીઓએ વમલેશ્વર આશ્રમ તેમજ કતપોર ગામે રોકાણ કરવાની ફરજ પડી છે. આલિયાબેટ તેમજ હાંસોટના હોડીવાળાઓને દરિયો નહી ખેડવાની સુચના અપાઇ હતી.

માછીમારોને 'મહા' નુકસાન: બરફથી માંડીને બોટના ડિઝલ સહિતનો ખરચો માથે પડ્યો

વમલેશ્વર હોડી ઘાટ બંધ
દશેરા બાદ નર્મદા નદી 3600 કિલોમીટર પરિક્રમા બે તબક્કામાં શરૂ થાય છે, જેના પ્રથમ તબક્કામાં હાંસોટ નજીક વમલેશ્વર કતપર ગા ખાતે પુર્ણ કરી નર્મદા સંગમ સ્થાનમાં દરિયામાંથી પસાર કરીને દહેજ નજીક મીઠી તલાવડી પહોંચતા હોય છે. દિવાળી બાદ પરિક્રમાવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે મહા વાવાઝોડાના ઉભા થયેલા સંકટને મુદ્દે તંત્ર દ્વારા વમલેશ્વર ઘાટ બંધ કરી દેવામાં આવ્યો છે. 2દિવસથી બંધ ઘાટ મુદ્દે 4 જેટલી બસોમાં 200 જેટલા પરિક્રમાવાસી પરત ફરવાની ફરજ પડી છે. પગપાળા આવતા પરિક્રમાવાસીઓ હાલ વમલેશ્વર ખાતે આવેલા આશ્રમ અને ધર્મશાળામાં આશ્રય લેવાની ફરજ પડી છે. 

જામનગર: સટ્ટો રમાડનારાઓ પર વિજિલન્સનાં દરોડા, સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ

જામનગર: સટ્ટો રમાડનારાઓ પર વિજિલન્સનાં દરોડા, સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ
200 જેટલા પરિક્રમાવાસીને પરિક્રમા ખંડિત કરવાની ફરજ પડી
બસ મારફતે આવેલા 200થી વધારે પરિક્રમાવાસીઓ વમલેશ્વર ઘાટથી પરત ફરી દહેજથી મીઠી તલાવડી પરિક્રમાના બીજા ચરણની શરૂઆત કરવાની ફરજ પડી છે. નર્મદા પરિક્રમામાં હોડી મિલન સ્થળે પાણીમાં વચ્ચે નદી અને દરિયાના સંગમ સ્થળે પાણીનો અભિષેક કરી પુજા કરવી અનિવાર્ય છે. જેના કારણે 200 પરિક્રમાવાસીઓએ ખંડીત પરિક્રમા કરવાની ફરજ પડી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More