Home> Gujarat
Advertisement
Prev
Next

કેમ છો ટ્રમ્પ? નહી પરંતુ નમસ્તે ટ્રમ્પની થીમ પર સમગ્ર આયોજન કરવામાં આવશે

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી 24 મી ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે, જેની કોર્પોરેશન સહિતનું તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. ટ્રમ્પને આવકારવા માટે થનગની રહેલા ટ્રમ્પને આવકારનારા કાર્યક્રમનાં નામ મુદ્દે અવઢવ છે. કેમ છો ટ્રમ્પ ? કાર્યક્રમનું નામ રાખવામાં આવે તેવી શક્યતાઓ હતી પરંતુ આ કાર્યક્રમને માત્ર ગુજરાત પુરતો નહી રાખતા રાષ્ટ્ર સ્તરે ખ્યાતે મેળવે અને સમગ્ર રાષ્ટ્રનાં કાર્યક્રમ તરીકે તેનું નામ નમસ્તે ટ્રમ્પ રાખવામાં આવ્યું છે.

કેમ છો ટ્રમ્પ? નહી પરંતુ નમસ્તે ટ્રમ્પની થીમ પર સમગ્ર આયોજન કરવામાં આવશે

અમદાવાદ : અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી 24 મી ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે, જેની કોર્પોરેશન સહિતનું તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. ટ્રમ્પને આવકારવા માટે થનગની રહેલા ટ્રમ્પને આવકારનારા કાર્યક્રમનાં નામ મુદ્દે અવઢવ છે. કેમ છો ટ્રમ્પ ? કાર્યક્રમનું નામ રાખવામાં આવે તેવી શક્યતાઓ હતી પરંતુ આ કાર્યક્રમને માત્ર ગુજરાત પુરતો નહી રાખતા રાષ્ટ્ર સ્તરે ખ્યાતે મેળવે અને સમગ્ર રાષ્ટ્રનાં કાર્યક્રમ તરીકે તેનું નામ નમસ્તે ટ્રમ્પ રાખવામાં આવ્યું છે.

સરકારની LRD મુદ્દે જાહેરાત:સવર્ણ/અનામત બંન્ને વર્ગો નાખુશ, આંદોલન યથાવત્ત

સુરત: કોર્પોરેટરની ગાંધીગીરી, સ્થાનિક પ્રશ્નો મુદ્દે પોસ્ટકાર્ડ અભિયાન ચાલુ કરાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અધિકારીક રીતે ટ્વીટ કરીને કાર્યક્રમનું નામ 'નમસ્તે ટ્રમ્પ' રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા નમસ્તે ટ્રમ્પની થઈમ પર જ કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે અને પ્રચાર પણ કરવામાં આવશે. આ અંગે અધિકારીક રીતે પોસ્ટરથી માંડીને તમામ વસ્તુઓ છપાવવા માટેનાં આદેશ પણ અપાઇ ચુક્યા છે. સમગ્ર દેશમાં આ થીમ પર જ પ્રચાર કરવા માટેનાં તમામ માધ્યમોને આદેશ આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More