Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં 31 વર્ષ જૂનો હત્યાનો કેસ ઉકેલાયો! 1994માં ચાર મિત્રોએ કરી હતી ગલ્લાના માલિકની હત્યા

સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ૩ જાન્યુઆરી ૧૯૯૪ના રોજ સુરતના ભટાર આઝાદનગરમાં રેહતા રામુભાઈ રેવાભાઈ ભરવાડ પાનનો ગલ્લો ચલાવતા હતા...ત્યારે પાનનો ગલ્લો રાખવા બાબતે બબાલ થઇ હતી.

ગુજરાતમાં 31 વર્ષ જૂનો હત્યાનો કેસ ઉકેલાયો! 1994માં ચાર મિત્રોએ કરી હતી ગલ્લાના માલિકની હત્યા

ચેતન પટેલ: સુરતની નવી સિવિલ હોસ્પિટલ રોડ પાસે વર્ષ 1994માં ચાર મિત્રો સાથે મળી પાનના ગલ્લાના માલિકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં રીઢા આરોપીને ક્રાઈમ બ્રાંચ પોલીસે 31 વર્ષ બાદ ઉતરપ્રદેશના અયોધ્યાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડૉકટર બનવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર; આરોગ્ય મંત્રીની આ જાહેરાતથી ઉછળી પડશો!

સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે ૩ જાન્યુઆરી ૧૯૯૪ના રોજ સુરતના ભટાર આઝાદનગરમાં રેહતા રામુભાઈ રેવાભાઈ ભરવાડ પાનનો ગલ્લો ચલાવતા હતા...ત્યારે પાનનો ગલ્લો રાખવા બાબતે બબાલ થઇ હતી. રામદયાલ પાંડે , ડાકુવા રંક્નીધી પ્રધાન, સંતોષ મોતીરામ , જયપ્રકાશ મોર્યા અને બાબુ ઉર્ફે મિથુન શાહુએ તીક્ષ્ણ હથીયારો વડે હુમલો કરો ફરાર થઇ ગયા હતા.

અંબાલાલ પટેલની નવી આગાહીથી હચમચી જશો! ગ્રહોની સ્થિતિના કારણે ગુજરાતમાં થશે 'રમણભમણ'

આ ઘટનામાં રામુભાઈનું મોત નીપજ્યું હતું. આ ગુનામાં વોન્ટેડ આરોપી રામદયાલ પાંડે હત્યા કરી પોતાના વતન પહોંચ્યો હતો. ત્યાં વર્ષ 2001માં તે હથીયાર સાથે ઝડપાયો હતો અને તે વર્ષે જ સરપંચની ચૂંટણીમાં વિપક્ષના એક વ્યક્તિની ફાયરીંગ કરી હત્યા કરી હતી. આ ગુનામાં તેને વર્ષ 2011માં આજીવન કેદની સજા થઇ હતી. ત્યારે વર્ષ 2021માં સારા વર્તનને કારણે તેને મુક્તિ મળી હતી. 

CM ભૂપેન્દ્ર પટેલનો ખાનગી સોસાયટીઓને લઈ મહત્વનો નિર્ણય, આ 4 નગરોના વિકાસને મળશે વેગ

બાદમાં તે અયોધ્યાના ભાવનગર ગામમાં રેહવા લાગ્યો હતો. જો કે 65 વર્ષના રામદયાલે થોડા દિવસ પહેલા ફરી મારામારી કરી હતી. જેથી સ્થાનિક પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે હાલ ક્રાઈમ બ્રાંચ પોલીસે આરોપીને ઉતરપ્રદેશથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત પોલીસમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે ખુશખબર; આવી રહી છે સૌથી મોટી ભરતી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More