Home> Gujarat
Advertisement
Prev
Next

GUJARAT માં મચ્છરજન્ય રોગચાળો બેકાબુ, 37 હજારથી વધારે તાવના કેસ મળી આવ્યા

રાજ્યમા મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. 51,647 ઘરોમાંથી મચ્છરના પોરાઓ મળી આવતા ચકચાર મચી ગઇ છે. રાજ્યમા 23 લાખ કરતા વધુ ઘરમાં તપાસ કરી રહી છે. 37,011 નાગરિકોને તાવ પણ આવ્યો છે. વાહકજનય રોગોના નિયંત્રણ માટે રાજયસરકાર કટિબધ્ધ છે. રાજ્યના તમામ જીલ્લાઓમાં આજે મહા અભિયાન ચલાવી રહી છે. જીલ્લાઓની ટીમો દ્વારા ૨૩૭૧૦૨૬ ઘરોની મુલાકાત કરી ૫૧૬૪૭ ઘરોમાં મચ્છરના પોરાનો સ્થળ ઉપર નાશ કરાયો હતો. 

GUJARAT માં મચ્છરજન્ય રોગચાળો બેકાબુ, 37 હજારથી વધારે તાવના કેસ મળી આવ્યા

ગાંધીનગર : રાજ્યમા મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે. 51,647 ઘરોમાંથી મચ્છરના પોરાઓ મળી આવતા ચકચાર મચી ગઇ છે. રાજ્યમા 23 લાખ કરતા વધુ ઘરમાં તપાસ કરી રહી છે. 37,011 નાગરિકોને તાવ પણ આવ્યો છે. વાહકજનય રોગોના નિયંત્રણ માટે રાજયસરકાર કટિબધ્ધ છે. રાજ્યના તમામ જીલ્લાઓમાં આજે મહા અભિયાન ચલાવી રહી છે. જીલ્લાઓની ટીમો દ્વારા ૨૩૭૧૦૨૬ ઘરોની મુલાકાત કરી ૫૧૬૪૭ ઘરોમાં મચ્છરના પોરાનો સ્થળ ઉપર નાશ કરાયો હતો. 

દેશના છેવાડાના દરેક નાગરિકને મળશે VIP સારવાર, અનોખા ડિજિટલ ડોક્ટર પ્રોજેક્ટની શરૂઆત

રાજયમા વાહક જન્ય રોગોના નિયંત્રણ માટે રાજય સરકાર કટિબધ્ધ છે એ માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન આયોજન કરી અસરકારક કામગીરી કરવામા આવી રહી છે. રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આજે  રાજ્યની તમામ જીલ્લાઓમાં એક મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં જીલ્લાઓની કુલ ૨૨૬૬૬ ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી આ ટીમમાં મલ્ટી પર્પઝ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર અને આશાબેનો દ્વારા આ અભિયાનહાથ ધરીને પરિણામલક્ષી કામગીરી કરવામા આવી છે એમ આરોગ્ય વિભાગની યાદીમા જણાવાયુ છે. 

CM ની દિલ્લી યાત્રા: PM મોદીથી માંડી રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી સહિત તમામ ગુજરાતી નેતાઓ સાથે શુભેચ્છા મુલાકાત

ચોમાસા દરમિયાન સામાન્ય રીતે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા જેવા મચ્છર જન્ય રોગોમાં વધારો થતો હોય છે. અને તેને નિયંત્રણમાં રાખવા માટે મચ્છર નિયંત્રણની કામગીરી ખૂબ જરૂરી છે. જેમાં મચ્છર ઉત્પત્તિ ન થાય તે માટે તકેદારી રાખવાની હોય છે. સામાન્ય રીતે મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયાના મચ્છરો ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થતા હોય છે એટલે જ્યાં વરસાદી પાણી ભરાતું હોય ત્યાં તેમાં પાત્રોમાં પોરા ઉત્પન્ન ના થાય તે માટે સરકાર દ્વારા નિયમિત કામગીરી હાથ ધરવામાં આવે છે તેમાં જન ભાગીદારી પણ એટલી જ આવશ્યક છે.

દુખે છે પેટ અને કુટે છે માથુ! 'હપ્તો' નહી મળવાના કારણે ધારસભ્યોએ બરોડા ડેરી સામે બાંયો ચડાવી?

રાજયના જીલ્લાઓમા યોજાયેલ આ અભિયાનમાં જીલ્લાઓની ટીમો દ્વારા ૨૩૭૧૦૨૬ ઘરોની મુલાકાત લેવામાં આવી હતી જે પૈકી ૫૧૬૪૭ ઘરોમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતા. ટીમ દ્વારા આ પોરાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં ૧૭૫૯૦૮ જગ્યાએ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થાનો જણાતા તેનો પણ નાશ કરવામાં આવ્યો. ૩૭૦૧૧ તાવના દર્દીઓ મળી આવતાં તેઓના લોહીના નમૂના પણ લેવામાં આવ્યા. આ મહાઅભિયાન દરમિયાન ૨૯૨૩ સુપરવાઇઝરો દ્વારા સંપૂર્ણ કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવ્યું. તમામ જગ્યાએ વાહકજન્યરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મચ્છર ઉત્પત્તિ ન થાય તેના માટે પ્રચાર અને પ્રસાર હાથ ધરવામાં આવ્યો. આગામી સમયમાં મચ્છર જન્ય રોગોથી કેવી રીતે બચવું જોઈએ તેના માટે પણ પૂરતી સમજ પૂરી પાડવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More