Home> Gujarat
Advertisement
Prev
Next

સરવે કરીને આખા અમદાવાદમાંથી 700થી વધુ સુપરસ્પ્રેડર શોધી કઢાયા

અમદાવાદમાં આજથી સંપૂર્ણ લોકડાઉન (Lockdown) ખૂલી ગયું છે. આજથી શહેરમાં કરિયાણા અને શાકભાજીની દુકાનો ખૂલી ગઈ છે. આમ, અમદાવાદ (Ahmedabad) નું સંપૂર્ણ લોકડાઉન આંશિક રીતે હટી ગયું છે.  ત્યારે કેટલીક દુકાનો અને શાકભાજીના સ્ટોર પર ભીડ પણ જોવા મળી હતી. તો બીજી તરફ, પરિસ્થિતિ એ છે કે, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં અમદાવાદમાં 33000 ફેરિયાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું

સરવે કરીને આખા અમદાવાદમાંથી 700થી વધુ સુપરસ્પ્રેડર શોધી કઢાયા

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદમાં આજથી સંપૂર્ણ લોકડાઉન (Lockdown) ખૂલી ગયું છે. આજથી શહેરમાં કરિયાણા અને શાકભાજીની દુકાનો ખૂલી ગઈ છે. આમ, અમદાવાદ (Ahmedabad) નું સંપૂર્ણ લોકડાઉન આંશિક રીતે હટી ગયું છે.  ત્યારે કેટલીક દુકાનો અને શાકભાજીના સ્ટોર પર ભીડ પણ જોવા મળી હતી. તો બીજી તરફ, પરિસ્થિતિ એ છે કે, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં અમદાવાદમાં 33000 ફેરિયાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું
 છે. જેમાંથી 12000 કરતા વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સરવે કરીને 700 થી વધુ સુપર સ્પ્રેડર શોધી કાઢવામાં આવ્યા છે. ત્યારે હેલ્થ કાર્ડ ધરાવનાર પાસેથી જ ખરીદી કરવાની તંત્રએ લોકોને અપીલ કરી છે. 

આ તારીખથી ગુજરાતમાં ચોમાસુ બેસશે, ગાંધીનગરમાં બેઠકમા એક્શન પ્લાન તૈયાર કરાયો

કેટલાક વિસ્તારોમાં દુકાનો પર ભીડ જામી 
અમદાવાદમા સંપૂર્ણ લોકડાઉન આંશિક રીતે ખોલવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં લોકોની ખરીદી કરવા માટે ભીડ જામી હતી. જેમાં કેટલાક સ્થળો પર સામાજિક અંતર જોવા મળ્યું હતું, તો કેટલીક જગ્યા પર સામાજિક અંતરનો ભંગ પણ થઈ રહ્યો હતો.

એલ્યુમિનિયમના વાસણોમાં ખાવાનુ બનાવવુ બની શકે છે જીવલેણ

અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ કુમાર ગુપ્તા દ્વારા આજે અમદાવાદીઓને મહત્વપૂર્ણ વીડિયો મેસેજ આપવામાં આવ્યો હતો. તેમણે મેસેજમાં કહ્યું હતું કે, આજથી અમદાવાદની સ્થિતિ સામાન્ય બની છે અને આગામી બે ત્રણ દિવસો વધુ સામાન્ય થઈ જશે. આજથી ફળ, શાકભાજી અને કરીયાણાની દુકાનો ખુલી છે. છેલ્લા અઠવાડિયામાં શહેરમાં 33500 જેટલા સુપર સ્પ્રેડરોનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. જેમાં 12500 જેટલા સુપર સ્પ્રેડરનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં 700 જેટલા ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. નાગરિકોને વિનંતિ છે કે જેની પાસે હેલ્થ કાર્ડ હોય તે ચેક કરો. જેની પાસે હોય તે જ ફેરિયાઓ અને વેપારીઓ પાસેથી ખરીદી કરવામાં આવે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. 14 દિવસ બાદ આ સુપર
સ્પ્રેડરના ફરીથી સ્ક્રિનિંગ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More