Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં EWS અને LIG ના 5000થી વધુ આવાસોનું લોકાર્પણ અને ડ્રો થશે, આ લોકોને મળશે ઘરનું ઘર

pm awas yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા દરે આવાસ આપવામાં આવે છે. અમદાવાદમાં આગામી દિવસોમાં આવા પાંચ હજારથી વધુ આવાસોનું લોકાર્પણ અને ડ્રો થવાનો છે. 

અમદાવાદમાં EWS અને LIG ના 5000થી વધુ આવાસોનું લોકાર્પણ અને ડ્રો થશે, આ લોકોને મળશે ઘરનું ઘર

અમદાવાદઃ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબો અને મધ્ય વર્ગના લોકોને રસ્તા દરે ઘર આપવાની યોજના ચાલે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને ઘર આપવામાં આવે છે. આજે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હાઉસિંગ કમિટીની બેઠક મળી હતી. આગામી દોઢ મહિનાના શહેરીજનોને 5000થી વધુ આવાસો મળવાના છે. EWS અને LIG મકાનોનું લોકાર્પણ અને ડ્રો થવાનો છે. એટલે કે આ યોજનામાં જે લોકોએ ફોર્મ ભરેલું હશે તેનું ઘરના ઘરનું સપનું સારાક થઈ શકે છે.

આજે મળી હાઉસિંગ કમિટીની બેઠક
આજે અમદાવાદ મહાનગર પાલિકાની હાઉસિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં EWS અને LIG આવાસોનો ડ્રો અને લોકાર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી દોઢ મહિનામાં પાંચ હજાર જેટલા આવાસોનો ડ્રો અને લોકાર્પણ થશે.  lig ના 2500 આવાસોનો ડ્રો થવાનો છે, જ્યારે 3000 ews આવાસોનું લોકાર્પણ થશે. થલતેજ, ચાંદખેડા, મકરબા અને સાબરમતીમાં તૈયાર થયેલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ 12 મહિનાના એક સાથે મસાલા ભરો છો તો સાચવજો, વેપારીઓ કરે છે આ બ્રાન્ડમાં ભેળસેળ

હાઉસિંગ બોર્ડની બેઠક બાદ હાઉસિંગ કમિટીના ચેરમેન અશ્વિન પેથાણીએ જણાવ્યુ કે અંદાજે 450 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા પ્રોજેક્ટનો લાભ લોકોને મળવાનો છે. તેમણે કહ્યું કે, થલતેજ, ચાંદખેડા, મકરબા અને સાબરમતીમાં તૈયાર થયેલા આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. હાઉસિંગ કમિટીના નિર્ણય બાદ એએમસી તંત્રએ તૈયારી શરૂ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More