Home> Gujarat
Advertisement
Prev
Next

મોરબી જિલ્લો ચોર માટે સ્વર્ગ: ગણત્રીના સમયમાં 3 મંદિરોને નિશાન બનાવાતા ચકચાર

જિલ્લો જાણે કે તસ્કરો માટે સ્વર્ગ સમાન હોય તે પ્રકારે એક પછી એક મંદિરને નિશાન બનાવી રહ્યા છે. મંદિરમાં મોકળું મેદાન હોય તેમ એક પછી એક મંદિરની અંદર ચોરીની ઘટનાઓ સામે આવવા લાગી છે. ટંકારા પંથકની અંદર આવતા ત્રણ મંદિરોને તસ્કરો દ્વારા નિશાન બનાવાયા હતા. ચોરી કરવામાં આવી હતી, ત્યાર બાદ હવે મોરબી તાલુકામાં વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામ પાસે સ્વામિનારાયણ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. સ્વામીજી સહિતના લોકોને તેના રૂમમાં પૂરી દીધા બાદ તસ્કર દ્વારા અમેરિકન ડાયમંડના કિંમતી આભૂષણો તેમજ રોકડ રકમ ચોરી કરવામાં આવતા ચકચાર મચી છે. બીજી તરફ પોલીસનાં દાવાઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. 

મોરબી જિલ્લો ચોર માટે સ્વર્ગ: ગણત્રીના સમયમાં 3 મંદિરોને નિશાન બનાવાતા ચકચાર

હિમાંશુ ભટ્ટ/મોરબી : જિલ્લો જાણે કે તસ્કરો માટે સ્વર્ગ સમાન હોય તે પ્રકારે એક પછી એક મંદિરને નિશાન બનાવી રહ્યા છે. મંદિરમાં મોકળું મેદાન હોય તેમ એક પછી એક મંદિરની અંદર ચોરીની ઘટનાઓ સામે આવવા લાગી છે. ટંકારા પંથકની અંદર આવતા ત્રણ મંદિરોને તસ્કરો દ્વારા નિશાન બનાવાયા હતા. ચોરી કરવામાં આવી હતી, ત્યાર બાદ હવે મોરબી તાલુકામાં વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામ પાસે સ્વામિનારાયણ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. સ્વામીજી સહિતના લોકોને તેના રૂમમાં પૂરી દીધા બાદ તસ્કર દ્વારા અમેરિકન ડાયમંડના કિંમતી આભૂષણો તેમજ રોકડ રકમ ચોરી કરવામાં આવતા ચકચાર મચી છે. બીજી તરફ પોલીસનાં દાવાઓ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. 

બોર્ડના વિદ્યાર્થી બિન્દાસ્ત: CORONA ને ધ્યારે રાખી 10-12 ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર

મોરબીમાં હાઇવે ઉપર આવેલા મકનસર ગામ પાસે સ્વામી નારાયણ મંદિરની અંદર તસ્કરોએ ત્રાટક્યાં હતા. મંદિરની અંદર પ્રવેશ કર્યા બાદ મંદિરમાંથી દાનપેટી તોડીને રોકડા રૂપિયા તેમજ અમેરિકન ડાયમંડના કિંમતી આભૂષણોની ચોરી કરી હતી. જેની હાલમાં સતિષભાઈ હરિલાલ જાકાસણીયા રહે, મકનસર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીના બનાવની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. મંદિરના સ્વામીજી પાસેથી મળેલી માહિતી મુજબ ચોરી કરવા માટે આવેલા શખ્સ દ્વારા સ્વામીજી તેમજ મંદિરમાં રહેતા સેવક અને રસોઈયા સહિતના તમામના રૂમોને બહારથી બંધ કરી દેવાયા હતા. 

GUJARAT CORONA UPDATE: નવા 734 કોરોના દર્દી, 907 સાજા થયા, 03 દર્દીઓનાં કોરોનાને કારણે મોત

મંદિરની અંદર મુર્તિ ઉપર અમેરિકન ડાયમંડના ઇમિટેશન વાળા ૧૫થી ૨૦ જેટલા જુદા જુદા આભૂષણો હતા. જેની કિંમત અંદાજે અઢી લાખથી વધુની થાય છે. જો કે, પોલીસ દ્વારા આભૂષણોની કિંમત ૫૫ હજાર રૂપિયા અને રોકડા સાત હજાર રૂપિયા એમ કુલ મળીને ૬૨ હજાર રૂપિયાના મુદ્દામાલની તસ્કરો ચોરી કરી છે. હાલ મોરબી તાલુકા પોલીસે આ ચોરીના બનાવની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. જોકે છેલ્લા દિવસોની અંદર ટંકારા તાલુકામાં ત્રણ મંદિરોમાં ચોરી થતા ચકચાર મચી છે. બીજી તરફ પોલીસની કામગીરી સામે પણ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહી છે. મોરબી તાલુકાના પ્રથમ મંદિરની અંદર ચોરી થયેલો બનાવ સામે આવ્યો છે, ત્યારે રાત્રિ દરમિયાન પોલીસ નાઈટ પેટ્રોલીંગ સામે સવાલો ઊભા થવા લાગ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More