Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટમાં રોગચાળો વકર્યો, બીમારીઓના ઝપેટમાં આવવાથી બચવુ હોય તો આટલું પહેલા કરો

ઘરમાં બીમારી ન આવે તે માટે લોકોએ પણ તકેદારી રાખવી જરૂરી છે. ચોમાસામાં બીમારીના ઝપેટમાં આવવાથી બચવુ હોય તો તમારે પણ પગલા લેવા પડશે. ડેન્ગ્યુ, મેલેરિયા અટકાયતી માટે વરસાદ રોકાયા બાદ આટલું જરૂરી કરો

રાજકોટમાં રોગચાળો વકર્યો, બીમારીઓના ઝપેટમાં આવવાથી બચવુ હોય તો આટલું પહેલા કરો

ગૌરવ દવે/રાજકોટ :ચોમાસાને કારણે રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યાં છે. તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્ટીના કેસમાં 20 ટકાનો વધારો થયો છે. વાયરલ ઇન્ફેક્શનના કેસના દર્દીઓનો સિવિલ હોસ્પિટલમાં ઘસારો વધ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયુ છે. 

છેલ્લા 1 અઠવાડિયામાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના આંકડા મુજબ નીચે મુજબના કેસ નોંધાયા છે 

  • શરદી - 307
  • સામાન્ય તાવ - 74
  • ઝાડા-ઉલટીના - 87
  • મલેરિયા તાવના - 3
  • ડેન્ગ્યુના કેસ - 4
  • ચિકન ગુનિયા - 1

2022માં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 23 કેસ, મલેરિયાના 13 કેસ અને ચિકનગુનિયાના 10 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : ચા પીને કપ ખાઈ જાઓ, વડોદરાના યુવકનું નોખું સ્ટાર્ટઅપ, ચા-બિસ્કીટ જેવી આવે છે ફીલિંગ 

રાજકોટમાં મચ્છર જન્ય રોગચાળો વકરતા ફોગીંગ અને પોરાનાશક કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાઇ. અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 16314 ઘરમાં પોરાનાશક કામગીરી કરાઈ અને 991 ઘરમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. 599 સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, ઇન્ડસ્ટ્રીઝ, બાંધકામ સાઇટો, હોસ્ટેલમાં મચ્છરોના ઉપદ્રવ અંગે તપાસ કરાઈ જેમાંથી 656 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદની સુનામી આવી, આગામી 48 કલાક ચેતીને રહેજો, આજથી વરસાદનું જોર વધશે

જોકે, ઘરમાં બીમારી ન આવે તે માટે લોકોએ પણ તકેદારી રાખવી જરૂરી છે. ચોમાસામાં બીમારીના ઝપેટમાં આવવાથી બચવુ હોય તો તમારે પણ પગલા લેવા પડશે. ડેન્ગ્યુ, મેલેરિયા અટકાયતી માટે વરસાદ રોકાયા બાદ આટલું જરૂરી કરો

  • અગાશી કે છજ્જામાં જમા થયેલ વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ કરીએ અગાસી, બાલ્કની કે ગાર્ડનમાં રાખેલ છોડના કુંડા, કયારા વગેરેમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરવો
  • પક્ષીકુંજ, પશુને પીવાની કુંડી હાલ ચોમાસા પૂરતી વપરાશમાં ન લઇને વરસાદી પાણી ભરાઇ ન રહે તેવી રીતે ઉંધું કરીને રાખવા. અથવા દરરોજ રાત્રે ખાલી કરીને ઉંધું રાખયા બાદ જ સવારે નવું પાણી ભરવું
  • અગાસી, છાપરા વગેરે પર પડેલ ભંગાર, ટાયર, ડબ્બા ડુબ્બી વગેરે જેવા પાત્રોમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરવો
  • પીવાના તથા ઘરવપરાશના તમામ પાણી ભરેલ પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવું
  • ઘરની આસપાસ જમા ખાડા-ખાબોચીયામાં જમા થયેલ પાણીમાં બળેલું ઓઇલ નાંખો

આ પણ વાંચો : દ્વારકા મંદિરે દર્શન કરવા જજો તો સંભાળજો, ધજા ચઢાવવા જતા શ્રદ્ધાળુઓ આખલાના આતંકથી ઘાયલ 

રાજકોટ શહેર જ નહિ, પરંતુ સમગ્ર જિલ્લાની અંદર રોગચાળો વકર્યો છે. ધોરાજી શહેરમાં પણ સરકારી દવાખાનામાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં વાયરલ રોગચાળો વકર્યો છે. ધોરાજી સિવિલ હોસ્પિટલ તાવ અને ઝાડા-ઉલટીના દર્દીઓથી ઉભરાઈ રહી છે. ધોરાજીમાં દર્દીઓ સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 20 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં ખાતે દર્દીઓનો ઘસારો જોવા મળ્યો છે. ધોરાજીમાં સરકારી હોસ્પિટલ માં દરરોજ 400 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. ધોરાજીમાં છેલ્લા એક અઠવાડિયાથી દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ થયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More