Home> Gujarat
Advertisement
Prev
Next

મોદી સરકારનો ફરી એકવાર ખેડૂત હિતલક્ષી નિર્ણય; આ યોજનાનો લાભ લેવા નોંધણી કરાવી લેજો, પછી કહેતા નહીં કે...

નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઈઝથી સીધી ખરીદી કરાશે. નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી શરુ કરાઈ છે.

મોદી સરકારનો ફરી એકવાર ખેડૂત હિતલક્ષી નિર્ણય; આ યોજનાનો લાભ લેવા નોંધણી કરાવી લેજો, પછી કહેતા નહીં કે...

ઝી બ્યુરો/ગાંધીનગર: ભારત સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઈઝથી સીધી ખરીદી કરાશે. નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી શરુ કરાઈ છે. તુવેર અને અડદનું મહત્તમ વાવેતર કરવા ખેતી નિયામકની કચેરીનો ખેડૂતોને અનુરોધ કર્યો છે. 

સરકારનો આ પ્લાન સફળ રહ્યો તો કાયમ માટે ગુજરાતમાં ઘેર ઘેર મફત મળશે વીજળી!

દેશના નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોએ ઉત્પાદિત કરેલો તુવેર અને અડદનો તમામ જથ્થો ડાયનેમિક પ્રાઈઝ દ્વારા ખરીદવાનો સરકારે નિર્ણય કર્યો છે. એ.પી.એમ.સી.ના મહત્તમ અને મોડલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઈઝથી જથ્થાની ખરીદી થતા ખેડૂતોને તેનો મહત્તમ લાભ થશે. 

ગેસ સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે કઈ રીતે જાણશો? અજમાવો આ 3 ટિપ્સ

આ યોજનાનો લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોએ નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર આગોતરી નોંધણી કરાવવાની રહેશે. હાલ ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી નાફેડ દ્વારા તુવેર અને અડદની સીધી ખરીદી કરવામાં આવશે અને તેનું ચુકવણું નાફેડ દ્વારા DBTના માધ્યમથી સીધું ખેડૂતોના બેંક ખાતામાં કરવામાં આવશે. ખેડૂતો તુવેર અને અડદનું વધુમાં વધુ વાવેતર કરીને આ યોજનાનો લાભ લેવા, ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આખો દેશ થયો આઝાદ પણ ગુજરાતના આ શહેરને નહોતી મળી આઝાદી, નવાબોનું હતું ગુલામ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More