Home> Gujarat
Advertisement
Prev
Next

પાટણઃ ઉ.ગુજરાત યુનિવર્સિટીમાંથી MLA કિરીટ પટેલના ભાઈ પ્રોફેસર દિલીપ પટેલને સસ્પેન્ડ કરાયા

પોતાના ભાઈને સસ્પેન્ડ કરવાના નિર્ણયને ધારાસભ્યએ વખોડ્યો હતો. 

 પાટણઃ ઉ.ગુજરાત યુનિવર્સિટીમાંથી MLA કિરીટ પટેલના ભાઈ પ્રોફેસર દિલીપ પટેલને સસ્પેન્ડ કરાયા

પાટણઃ ઉત્તર ગુજરાત યુનીવર્સીટીમાં ECનીબેઠક મળી હતી. આ બેઠકમાં સંસ્કૃત વિભાગ રીડર અને હાલના પ્રોફેસર દિલીપ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. ખોટા દસ્તાવેજોના આધારે નોકરી મેળવી હોવાની લેખીત રજૂઆતના આધારે તપાસ કરવામાં આવી અને તપાસ બાદ કારોબારીની બેઠક મળી હતી. ઉલ્લેખનીય છે કે ડોક્ટ દિલીપ પટેલ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલના ભાઈ છે. કિરીટ ભાઈએ કુલપતિને પર આક્ષેપ લગાવ્યા હતા તેમણે જણાવ્યું કે તેમાના છોકરાને બોગસ ડોક્યુંમેન્ટ પર નોકરી લગાવાતા કોર્ટમાં પીટીસન કરવામાં આવી હતી. જેનો બદલો દેવા કુલપતિ દ્વારા ખોટા આક્ષેપો કરી દીલીપભાઈને ફસાવવમાં આવ્યો છે. 

નોંધનીય છે કે, પોતાના ભાઈને સસ્પેન્ડ કરવાના નિર્ણયને ધારાસભ્ય કિરીટ પટેલે વખોડ્યો હતો. તેમણે યુનિવર્સિટીના સત્તાધિશો પર કોર્ટનો અનાદાર કરવાનો આક્ષેપ લગાવીને કાયદાકીય લડત લડવાની તૈયારી દર્શાવી હતી. 

વાંચો ગુજરાતના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More