Home> Gujarat
Advertisement
Prev
Next

આધ્યાત્મિક ગુરુ શ્રી એમ. ના માર્ગદર્શનમાં સાબરમતી જેલમાં યોજાયો ખાસ કાર્યક્રમ

હાલ સમગ્ર દેશમાં આધ્યાત્મિક ગુરુ મહર્ષિ અરવિંદોની 150 મી જન્મજયંતી ઉજવાઈ રહી છે. ત્યારે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે અમદાવાદની સાબરમતી જેલમાં એક કાર્યક્રમનો પ્રારંભ કરાયો. આધ્યાત્મિક ગુરુ શ્રી એમ. ના માર્ગદર્શન અંર્તગત આ કાર્યક્રમ યોજાયો હતો. 

આધ્યાત્મિક ગુરુ શ્રી એમ. ના માર્ગદર્શનમાં સાબરમતી જેલમાં યોજાયો ખાસ કાર્યક્રમ

અમદાવાદ :હાલ સમગ્ર દેશમાં આધ્યાત્મિક ગુરુ મહર્ષિ અરવિંદોની 150 મી જન્મજયંતી ઉજવાઈ રહી છે. ત્યારે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે અમદાવાદની સાબરમતી જેલમાં એક કાર્યક્રમનો પ્રારંભ કરાયો. આધ્યાત્મિક ગુરુ શ્રી એમ. ના માર્ગદર્શન અંર્તગત આ કાર્યક્રમ યોજાયો હતો. 

આધ્યાત્મિક ગુરુ શ્રી એમ.એ અરવિંદોના સ્વરાજ્યના આહવાનને ધ્યાનમાં રાખીને એક મિશનની શરૂઆત કરી છે. આત્માનો મોક્ષાર્શ અને વિશ્વ પ્રત્યેની સેવાનો હેતુ રાખીને સત્સંગ ફાઉન્ડેશનનના સ્વંયસેવકો અનેક શહેરોની જેલમાં પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શ્રી. એમ દ્વારા અમૃત મહોત્સવના ભાગરૂપે આ મિશનનો પ્રારંભ કરાવ્યો છે. આજથી મિશન પ્રિઝન, જેલ વિઝીટ અને યોગા ટીચિંગ પ્રોગ્રામનો પ્રારંભ કરાયો. 

આ પણ વાંચો : 10 દિવસમાં સિંગતેલ, કપાસિયા તેલના ભાવમાં એટલો ભડકો થયો છે કે ગરીબોને ખરીદવુ મુશ્કેલ બન્યું 

આ મિશનનો પ્રારંભ સાબરમતી જેલથી કરવામાં આવ્યો. તેમજ સત્સંગ ફાન્ડેશનના સ્વંયસેવક અનેક શહેરોની જેલમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમ થકી જેલના કેદીઓએ ખાસ પ્રકારની અનુભૂતિ કરી હતી. 

આધ્યાત્મિક ગુરુ એમ.એ મહર્ષિ અરવિંદના સ્વરાજ્યના આહવાનથી ભારે પ્રભાવિત છે. ખાસ કરીને આત્માનો મોક્ષાર્થ, જગતનું હિત અને વંદેમાતરમ, આ પ્રાચીન ભૂમિકને સન્માનિત કરવાનું આહવાન પાયાતનો સ્ત્રોત છે. ગુરુ એમ. 24 એપ્રિલથી 17 જુન દરમિયાન અમેરિકાનો પ્રવાસ કરશે. તેઓ અંતિમ જેલ સત્સંગમાં ભાગ લેશે. 

આ પણ વાંચો : 

PM ના કાર્યક્રમમાં આદિવાસીઓનું ટેલેન્ટ ઝળક્યું, બનાવ્યો એવો ડોમ જે ભલભલા વૈજ્ઞાનિકો પણ ન બનાવી શકે

જામનગર પહોંચ્યા PM મોદી, મુકેશ અંબાણી અને આકાશ અંબાણી સર્કિટ હાઉસમાં મળવા પહોંચ્યા

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More