Home> Gujarat
Advertisement
Prev
Next

Zee ન્યૂઝ Exclusive : Missing વૃષ્ટિ અને શિવમના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા

અમદાવાદ (Ahmedabad) થી બે દિવસ પહેલા ગુમ થયેલા વૃષ્ટિ કોઠારી (Vrushti Jashubhai) અને શિવમ પટેલ (Shivam Patel) ની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. તો લેટેસ્ટ અપડેટ મુજબ, આ કેસમાં સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ આવ્યા છે. જેમાં સફેદ ટીશર્ટ દેખાતો યુવક શિવમ પટેલ છે, જેના હાથમાં એક થેલી છે. તો તેની સાથે સૃષ્ટિ પણ છે. બંને સોસાયટીમાંથી નીકળી રીક્ષામાં બેસીને નીકળતા જોવા મળ્યા છે. બોલીવુડ (Bollywood) અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) દ્વારા આ મામલે ટ્વિટ કરી ગાયબ વૃષ્ટિને શોધવા અપીલ કરાતાં પોલીસ હરકતમાં આવી હતી અને સોશિયલ મીડિયા (Social Media) માં આ મામલો ટ્રેન્ડ થયો હતો. જેના બાદ પોલીસ (Ahmedabad Police) તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 

Zee ન્યૂઝ Exclusive : Missing વૃષ્ટિ અને શિવમના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા

ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) થી બે દિવસ પહેલા ગુમ થયેલા વૃષ્ટિ કોઠારી (Vrushti Jashubhai) અને શિવમ પટેલ (Shivam Patel) ની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. તો લેટેસ્ટ અપડેટ મુજબ, આ કેસમાં સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ આવ્યા છે. જેમાં સફેદ ટીશર્ટ દેખાતો યુવક શિવમ પટેલ છે, જેના હાથમાં એક થેલી છે. તો તેની સાથે સૃષ્ટિ પણ છે. બંને સોસાયટીમાંથી નીકળી રીક્ષામાં બેસીને નીકળતા જોવા મળ્યા છે. બોલીવુડ (Bollywood) અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) દ્વારા આ મામલે ટ્વિટ કરી ગાયબ વૃષ્ટિને શોધવા અપીલ કરાતાં પોલીસ હરકતમાં આવી હતી અને સોશિયલ મીડિયા (Social Media) માં આ મામલો ટ્રેન્ડ થયો હતો. જેના બાદ પોલીસ (Ahmedabad Police) તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 

Gujarat Congress Report Card: ચાર વર્ષમાં કોંગ્રેસના પાયા ડગમગ્યા, જીતેલા ગઢ પણ હાથમાંથી ગુમાવી રહ્યું છે

વૃષ્ટિના પિતાની અપીલ
વૃષ્ટિના છેલ્લા લોકેશન મુજબ તે મહેસાણા હોવાની વાત સામે આવી હતી, જેમાં પોલીસે એક ટીમ મહેસાણા મોકલી હતી. આ સમગ્ર કેસ સોશિયલ મીડિયા પર વધુ ચર્ચાતા હવે અમદાવાદ પોલીસે પણ પોતાની તપાસ ઝડપી બનાવી છે. તો બીજી તરફ વૃષ્ટિના પિતા વિરલભાઈએ દીકરીને અપીલ કરી છે કે, ‘જ્યાં હોવ ત્યાંથી પરત આવી જાઓ...’ વૃષ્ટિના પિતા વિરલ ભાઈએ કહ્યું કે, ‘મને કાઈ ખબર નથી...હું એક જ અપીલ કરું છું કે જ્યાં હોવ ત્યાંથી પરત આવી જાઓ. વૃષ્ટિને આગળ ભણવા માટે યુરોપ જવાનું હતું. તેણે આર્કિટેક્ચરનો કોર્સ કર્યો હતો. હું એ શિવમને નથી ઓળખતો. કોણે શું ટ્વિટ કર્યું એ મને ખબર નથી. ટ્વિટ બાબતે મને જાણ નથી.’

કોંગ્રેસે ગુમાવી વડોદરા જિલ્લા પંચાયત, ભાજપના ટેકાથી કોંગ્રેસનાં બળવાખોર નેતા ઈલાબેન બન્યા પ્રમુખ

ઉલ્લેખનીય છે કે, વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલના ગુમ થવાનો મામલે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ગંભીરતાથી લીધો. 3 દિવસથી ગુમ બંને યુવક-યુવતીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની મદદ લેવાઈ છે. ત્યારે સાંજ સુધીમાં રહસ્ય પરથી પડદો ઉંચકાવાની શક્યતા છે. આ ઉપરાંત પોલીસે વૃષ્ટિ ગુમ થયાનું પોસ્ટર લગાવ્યું છે. તેની ભાળ મેળવનારને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે

વૃષ્ટિ કોઠારી બોડકદેવ વિસ્તારમાં આવેલ એક બિલ્ડીંગના 8મા માળે રહે છે. તો બીજી તરફ તેનો પરિવાર 10માં માળે રહે છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, વૃષ્ટિની લાઈફ સ્ટાઇલ બહુ જ હાઇફાઈ છે. વૃષ્ટિની રહેવાની સગવડ પરિવારે અલગ કરી છે. વૃષ્ટિ અને શિવમ બન્ને કોલેજમાં સાથે જ ભણતા હતા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More