Home> Gujarat
Advertisement
Prev
Next

મેટ્રો રેલમાં નોકરી આપાવાની લાલચ આપીને યુવકે કરી લાખોની છેતરપિંડી

સીબીઆઇના અધિકારી તરીકે ઓળખ આપી છેતરપિંડી કરતા એક શખ્સની ધરપકડ કરી હતી. તે જ આરોપી અને તેની પત્ની સામે વધુ બે ગુના નોંધાયા છે. અગાઉ ભુજના બે વેપારીઓને ધંધામાં ખોટ આવતા ન્યાય અપાવવાનું કહી લાખો રૂપિયા આ નકલી અધિકારીઓ પડાવ્યા હતા. ત્યારે હવે મોડાસાના બે વ્યક્તિ પાસેથી લાખો રૂપિયા પડાવીને મેટ્રોમાં નોકરી આપવાની લાલંચ આપી ઠગાઇ આચરી છે. 

મેટ્રો રેલમાં નોકરી આપાવાની લાલચ આપીને યુવકે કરી લાખોની છેતરપિંડી

જાવેદ સૈયદ/ અમદાવાદ: સીબીઆઇના અધિકારી તરીકે ઓળખ આપી છેતરપિંડી કરતા એક શખ્સની ધરપકડ કરી હતી. તે જ આરોપી અને તેની પત્ની સામે વધુ બે ગુના નોંધાયા છે. અગાઉ ભુજના બે વેપારીઓને ધંધામાં ખોટ આવતા ન્યાય અપાવવાનું કહી લાખો રૂપિયા આ નકલી અધિકારીઓ પડાવ્યા હતા. ત્યારે હવે મોડાસાના બે વ્યક્તિ પાસેથી લાખો રૂપિયા પડાવીને મેટ્રોમાં નોકરી આપવાની લાલંચ આપી ઠગાઇ આચરી છે. 

મેટ્રો પ્રોજેક્ટમાં જુનિયર એન્જિયર અને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી આપવાનુ કહીને બે યુવાન પાસેથી ઠંગ દંપતીએ 9 લાખથી વધુની લાખોની ઠગાઇ કરી હોવાની બે ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે. અરવલ્લીના મોડાસામાં આવેલ એક ગામમાં રહેતા અને ખેતી કમ કોન્ટ્રાક્ટર કમલેશ પટેલે નિકોલ પોલીસ સ્ટેશનમાં મોલિક ડોગ્રેસીય અને તેના પત્ની હેતલ વિરુદ્ધમાં 5.60 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી છે.

ફરિયાદી કમલેશભાઇને દોઢ વર્ષ પહેલાં નવા નરોડા વિસ્તારમાં આવેલ આશીર્વાદ એવન્યુમાં રહેતા મૌલિક ડોગ્રેસીયા સાથે મુલાકાત થઇ હતી. મૌલિકે પોતાની ઓળખ સરકારી ઓફીસર તરીકે આપી હતી અને સરકારી સચિવમાં મુખ્ય માણસ અને મેટ્રો એન્જીનીયર કમ કોન્ટ્રાક્ટર હોવાનું કહ્યું હતું. જેથી કમલેશ પટેલના પુત્રને મેટ્રો પોજેક્ટમાં કોમ્પ્યુટર કે સરકારી નોકરી આપવાનો વિશ્વાસ કેળવણી લઇને 5.60 લાખ રૂપિયા ઠગાઇ આચરી હતી.

અમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત

વર્ષ 2017માં ઠગ મૌલિકે પોતાની ઓળખ સીબીઆઇના અઘિકારીની આપીને અનેક પટેલ પરિવારોને સરકારી કે મેટ્રો પોજ્કેટમાં નોકરી આપવાની લાલંચ આપીને લાખો રૂપિયા ઠગાઇ આચરી છે. જો કે મોટાભાગના અરવલ્લીના મોડાસામાં રહેતા પરિવાર જોડે સરકારી નોકરીની લાલંચ આપીને છેતરપિડી આચરી છે. અરવલ્લીના મોડાસાના જીતેન્દ્ર ખેતી કામ કરે છે અને બાળકોના ભવિષ્ય માટે મૌલિક સાથે મુલાકાત કરી હતી.

સમાજ કહેશે તો ભાજપમાંથી રાજીનામું આપી દઇશ: દેવજી ફતેપરા 

મૌલિકે મેટ્રોપ્રોજેક્ટમાં જુનિયર એન્જિન્યિર તરીકે નોકરી આપવાની વાત કરી હતી. મૌલિકની વાત પર ભરોસો કરીને જીતેન્દ્ર પટેલ તેમને મેટ્રો પ્રોજેક્ટ નોકરીમાં મૂકી આપશે. જેથી મૌલિકે કહ્યુ કે, શરૂઆતમાં થોડા પૈસા આપવા પડશે તેમ કહીને 3.50 લાખ રૂપિયા આપ્યા હતા..આમ મૌલિક છેલ્લા દોઢ વર્ષથી ગોળ ગોળ ફેરવતો હતો. અને બાદમાં ખ્યાલ પડ્યો કે અનેક લોકો પોતાની માયાજાળમાં ફસાવ્યા છે.

હાલ આરોપી મૌલિક પટેલ નકલી સીબીઆઇના અઘિકારીના કેસમાં જામીન મુક્ત છે. પરંતુ મૌલિક અને તેની પત્ની વિરુદ્ધ અત્યાર સુઘી 4 જેટલી છેતરપિડી ફરિયાદ નોઘાઇ ચુકી છે. છતાં પણ પોલીસ આરોપીને પકડવા માટે નિષ્ફળ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More