Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં અડધીરાત્રે ખૂની ખેલ! લગ્ન માટે લીધેલા પૈસા બન્યા મોતનું કારણ, આરોપીની ધરપકડ બાદ શું ખૂલ્યું?

પોલીસ તપાસમાં સામે આવી છે કે પૈસાની લેતીદેતી મામલે આરોપી અને મૃતક વચ્ચે છેલ્લા કેટલાક સમયથી રકજક ચાલી રહી હતી જે ગઈકાલે લોહિયાળ સાબિત થઈ અને શાહનવાઝ ઉર્ફે સાનુ બાબુએ સાબીર હુસેનની બેરહેમી પૂર્વક રસ્તાની વચ્ચોવચ ખુલ્લેઆમ હત્યા કરી નાખી.

અમદાવાદમાં અડધીરાત્રે ખૂની ખેલ! લગ્ન માટે લીધેલા પૈસા બન્યા મોતનું કારણ, આરોપીની ધરપકડ બાદ શું ખૂલ્યું?

ઉદય રંજન/અમદાવાદ: શાહપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લેઆમ હત્યાની ઘટના સામે આવી છે. હત્યાનો આખો બનાવ લાઈવ સીસીટીવીમાં કેદ થયો હતો, ત્યારે શાહપુર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે. 

તહેવારો પહેલા સૌથી મોટા રાહતના સમાચાર, સિંગતેલ અને કપાસિયા તેલમાં સૌથી મોટો ઘટાડો

બુધવારની રાત્રી દરમિયાન ખાનપુર વિસ્તારમાં ઉસ્માની મંઝિલ પાસે પૈસાની લેતીદેતી મામલે શાહનવાઝ ઉર્ફે સાનુ બાબુ નામના આરોપીએ સાબીર હુસેન નામના વ્યક્તિની હત્યા કરી નાખી. રાત્રિના 11 વાગ્યાની આસપાસ પીઠના ભાગે ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી, જેને લઈને શાહપુર પોલીસ અને કારંજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. 

સુરતમાં હચમચાવી નાંખે તેવી ઘટના! નાનકડી સિગારેટ માટે મિત્રની હત્યા, 3 દિવસમાં કેસ...

પોલીસ તપાસમાં સામે આવી છે કે પૈસાની લેતીદેતી મામલે આરોપી અને મૃતક વચ્ચે છેલ્લા કેટલાક સમયથી રકજક ચાલી રહી હતી જે ગઈકાલે લોહિયાળ સાબિત થઈ અને શાહનવાઝ ઉર્ફે સાનુ બાબુએ સાબીર હુસેનની બેરહેમી પૂર્વક રસ્તાની વચ્ચોવચ ખુલ્લેઆમ હત્યા કરી નાખી. જેના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં હત્યારો મૃતકને ચપ્પુના ઘા મારી હત્યા કરતાની સાથે જ ઘટના સ્થળ પર લોહી લુહાણ થઈ જાય છે. 

ગુજરાતની 300 અને અમદાવાદની 250 કંપનીઓ પર મોટો ખતરો! ગમે ત્યારે થઈ શકે છે મોટો કાંડ

આ મામલે મૃતકના ભત્રીજાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મૃતક દ્વારા પાંચ વર્ષ પહેલા આરોપી પાસે લગ્ન પ્રસંગ માટે રૂ. 20,000 હજાર ના લીધા હતા. તેને અવાર નવાર આરોપી દ્વારા માંગણી કરવામાં આવતી હતી જેથી ગઈકાલે પૈસા લેવા માટે ખાનપુર વિસ્તારમાં બોલાવ્યો અને તેની હત્યા કરાઈ. 

'હું કહું એની બદલી કરાવો, નહીં તો તમારી બદલી કરીશ..', ગાંધીનગરથી ઝડપાયો નકલી કલેક્ટર

પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવી છે કે, આરોપી સામે અગાઉ પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા આરોપીને શાહનવાઝ ઉર્ફે સાનુ બાબુ ઝડપી લેવામાં આવ્યો છે.

જર્મનીમાં રહેલી મૂળ ગુજરાતી દીકરી અરિહા પર મોટા સમાચાર, વિદેશ મંત્રાલયે આપી ખુશખબર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More