Home> Gujarat
Advertisement
Prev
Next

MHRD વિભાગે શિક્ષણનું સ્તર સુધારવા માટે અધ્યાપકોની ભરતી કરવા આપ્યા આદેશ

કોલેજોમાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે અપાયા આદેશ, ગુજરાતની 13 સરકારી યુનિવર્સીટી સાથે સંકળાયેલી ગ્રાન્ટેડ કોલેજોમાં 540 પ્રોફેસરની ભરતી કરાશે
 

MHRD વિભાગે શિક્ષણનું સ્તર સુધારવા માટે અધ્યાપકોની ભરતી કરવા આપ્યા આદેશ

અતુલ તિવારી/ અમદાવાદઃ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા શિક્ષણનું સ્તર સુધારવા માટે દેશભરની યુનિવર્સિટીઓમાં ખાલી પડેલી પ્રોફેસરની જગ્યાઓની ભરતી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જેના અનુસંધાને ગુજરાતની કોલેજોમાં પણ ખાલી પડેલી જગ્યા ભરવામાં આવશે. ગુજરાતની 13 યુનિવર્સીટીઓ સાથે સંકળાયેલી ગ્રાન્ટેડ કોલેજમાં આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતની 13 વિવિધ યુનિવર્સિટી સાથે સંકળાયેલી ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી 540 પ્રોફેસરોની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. રાજ્યની આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજોમાં પ્રોફેસરોની ઘટ પૂર્ણ કરવામાં આવશે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા આગામી 100 દિવસના અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે.  

ગુજરાત વિધાનસભા બજેટ સત્રઃ સરકાર 8 બિલ રજુ કરશે, 16 દિવસમાં 20 બેઠક મળશે

તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા કેટલીક સહાયક અધ્યાપકની જગ્યાઓમાં ભરતી કરવામાં આવી છે. 6 જુલાઈના રોજ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમના હસ્તે આ તમામને ઓફર લેટર આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ રાજ્યની વિવિધ લો કોલેજોમાં 46 અધ્યાપક સહાયક, B.Edની 21 કોલેજોમાં 77 સહાયક અધ્યાપકોની ભરતી કરવામાં આવી છે. આ તમામની ભરતી 5 વર્ષ સુધી રૂ. 42,000 ફિક્સ પગાર ધોરણ સાથે કોન્ટ્રાક્ટ પર ભરતી કરાઈ છે. 5 વર્ષ પૂર્ણ થયા પછી તેમને કાયમી કરવામાં આવશે. 

GSTના બે વર્ષઃ ગુજરાત સરકારને થઈ રહ્યું છે મોટું નુકસાન- નીતિન પટેલનો એકરાર 

રાજ્યના Ph.d વિદ્યાર્થીઓને મળશે આર્થિક સહાય 
રાજ્યમાં Ph.d કરવા માગતા વિદ્યાર્થીઓને હવે સરકાર આર્થિક સહાય કરશે. સરકારે Ph.d સ્કોલર વધારવા માટે રૂપિયા 20 કરોડની વિશેષ ગ્રાન્ટની ફાળવણી કરી છે. Ph.d સ્કોલરને દર મહિને રૂ.15 હજારનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. દર વર્ષે રૂ. 2 લાખની સહાય પણ અપાશે. જેના માટે સરકાર એક સમિતિની રચના કરશે. સરકારના નવા બજેટમાં આ અંગેની જોગવાઈ કરવામાં આવશે. 

જૂઓ LIVE TV....

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More