Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Rain Forecast: હવામાન વિભાગે કહ્યું- ગુજરાત પરથી પસાર થશે... ભારે વરસાદની આગાહી વચ્ચે ખતરાનો સંકેત!

Gujarat Rain Forecast: અમદાવાદમાં આજે અને આવતીકાલે અતિભાર વરસાદ વરસવાની સંભાવના છે. સાથે જ આગામી 5 દિવસો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

Gujarat Rain Forecast: હવામાન વિભાગે કહ્યું- ગુજરાત પરથી પસાર થશે... ભારે વરસાદની આગાહી વચ્ચે ખતરાનો સંકેત!

Gujarat Rain Forecast: ગુજરાત પરથી આગામી દિવસોમાં મોનસૂન ટર્ફ પસાર થશે. જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલમાં રાજ્ય પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જેથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં આજે અને આવતીકાલે અતિભાર વરસાદ વરસવાની સંભાવના છે. સાથે જ આગામી 5 દિવસો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. લેટેસ્ટ આંકડાની વાત કરીએ તો, સોમવારે રાજ્યના 153 તાલુકામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ઉપલેટમાં વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં હજુ પણ 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. આ વચ્ચે આજે સવારથી જ અમદાવાદ શહેરમાં અંધારપટ જેવો માહોલ છે. આખા શહેરના માથા પર ડાળાડિબાંગ વાદળા છવાયા છે, જેથી ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવી સ્થિતિ છે.

મચ્છરોને ભગાડવા ક્યારે પણ ના કરો આ વસ્તુનો ઉપયોગ, જાણો શું કહે છે મેડિકલ ઓફિસર

છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ઉપલેટામાં 4 ઈંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં 3.6 ઈંચ વરસાદ અને રાજકોટના જામકંડોરણામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો આજે મંગળવારે સવારથી 2 કલાકમાં 26 તાલુકામાં વરસાદ છે. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં નોંધાયો વરસાદી આંકડા પર નજર કરીએ તો, ખેડાના કઠલાલમાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ પડ્યો છે. તો મહિસાગરના સંતરામપુર, કડાણા પોણો ઈંચ વરસાદ અને 3 તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More