Home> Gujarat
Advertisement
Prev
Next

'આ તો માત્ર ટ્રેલર જ છે, ભાદરવામાં આખી ફિલ્મ તો બાકી છે', અંબાલાલની આ આગાહી સાંભળી રૂવાડા ઉભા થશે!

રાજ્યમાં ભાદરવો ભરપૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જ્યાં હજુ ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે.

'આ તો માત્ર ટ્રેલર જ છે, ભાદરવામાં આખી ફિલ્મ તો બાકી છે', અંબાલાલની આ આગાહી સાંભળી રૂવાડા ઉભા થશે!

Gujarat Monsoon 2023: ગુજરાતમાં લો પ્રેશર સક્રિય થતાં ભારે વરસાદની આગાહી આવી છે. ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી અને ભારે પવન સાથે વરસાદી માહોલ આખા ગુજરાતમાં રહેશે. ગુજરાતના હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 4 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. 3 દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, તો 20 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર વરસાવી છે. આજે રાજ્યના 149 તાલુકામાં વરસાદ વરસ્યો છે. પંચમહાલના શહેરામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ ખાબક્યો છે.

18 થી 21 સપ્ટેમ્બરનો વરસાદી ચાર્ટ, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારેથી અતિભારે વરસાદ

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે સુરત, ડાંગ, વાપી, છોટાઉદેપુર અને નર્મદામાં પડશે ધોધમાર વરસાદ પડશે. આ સિવાય આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ થશે. જ્યારે સુરત, ડાંગ, તાપી, નવસારી, અરવલ્લી, ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. વેલ માર્ક એરિયા સક્રિય છે. સાથે જ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં રેડ એલર્ટ છે. 17 અને 18 સપ્ટેમ્બરના અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ, આજે 136 તાલુકામાં ભારે વરસાદ, એલર્ટ પર નર્મદા જિલ્લો

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે મધ્યપ્રદેશમાં પશ્ચિમી સિસ્ટમ સક્રિય હોવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ બનશે. જેના કારણે દાહોદમાં આજે 12 ઇંચથી વધુ વરસાદની આગાહી કરાઈ છે. છોટાઉદેપુર નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય સુરત, ડાંગ, તાપી, નવસારી, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદ રહેશે.

સુરતની દીકરીએ તૈયાર કરી અનોખી ભેટ; તમામ યોજનાઓ દર્શાવતા ફ્લેશ કાર્ડ કર્યા તૈયાર

આવતીકાલે (17 સપ્ટેમ્બર) નર્મદા દાહોદ, અરવલ્લીમા અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં પણ મેઘો તરબોડ થવાનો છે, જેના કારણે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ તાપીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 18 સપ્ટેમ્બરે પાટણ, મહેસાણામા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 

કેગના રિપોર્ટમાં ખૂલ્યા વન વિભાગના મોટા રાઝ, 5 વર્ષમાં 18 હજારથી વધુ વૃક્ષ ગેરકાયદે

19 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તે જ દિવસે મહેસાણા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં પાંચમા દિવસે ભારે વરસાદ રહેશે. છોટાઉદેપુરમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને લઈને કોતરમાં નીર આવ્યા છે. નાની ભોરદલી ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. 

નોકરી કરવી હોય તો આ કંપનીઓમાં કરાય : નોકરી નહીં જાય એની આપે છે ગેરંટી

ક્યા ક્યા વરસાદની આગાહી 
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી વિશે જણાવ્યું કે, મધ્યપ્રદેશમા પશ્ચિમી સિસ્ટમ સક્રિય હોવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. દાહોદમાં આજે 12 ઇંચથી વધુ વરસાદની આગાહી છે. તો છોટાઉદેપુર નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદની આગાહી છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદ તૂટી પડશે. આજે નર્મદા દાહોદ, અરવલ્લીમા અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ તાપીમાં ભારે વરસાદની આગાહી છે. 

iPhone ખરીદવા જતા પહેલાં આ વાતનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો ડૂબી જશે પૈસા

19 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ ની કરવામાં આવી આગાહી

17 તારીખની આગાહી 
17 સપ્ટેમ્બર આનંદ. પંચમહાલ. દાહોદ. વડોદરા, તાપીમાં ભારે વરસાદ રહેશે. તો આ દિવસે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી. આ ઉપરાંત ભાવનગરમા ભારે વરસાદી માહોલ રહેશે.

મહિલાઓ માટે જાદૂઇ ચિરાગ છે એલોવેરા, આ ટિપ્સ અપનાવશો તો વધી જશે બ્રેસ્ટની સાઇઝ

18 સપ્ટેમ્બરની આગાહી
18 સપ્ટેમ્બરે પાટણ, મહેસાણામા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જયારે ભારે વરસાદ અમદાવાદ, ગાંધીનગરમા સાબરકાંઠામા આગાહી છે. અમદાવાદમાં આજે મઘ્યમ વરસાદની આગાહી

નર્મદા નદીમાં ઘોડાપૂર : અત્યાર સુધી 1110 લોકોનુ સ્થળાંતર કરાયુ, 30 થી વધુ ગામોને અસર

19 સપ્ટેમ્બરની આગાહી
19 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહેસાણા અને સાબરકાંઠામા ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં પાંચમા દિવસે ભારે વરસાદ રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More