Home> Gujarat
Advertisement
Prev
Next

11 જૂન સુધી તોફાની વરસાદની હવામાન વિભાગની આગાહી, ગુજરાતનો આ વિસ્તાર થશે પ્રભાવિત

ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી મધ્યગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યનાં અનેક વિસ્તારોમાં હજી પણ 11મી તારીખ સુધી તોફાની વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ શક્યતા વધારે છે.

11 જૂન સુધી તોફાની વરસાદની હવામાન વિભાગની આગાહી, ગુજરાતનો આ વિસ્તાર થશે પ્રભાવિત

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી મધ્યગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યનાં અનેક વિસ્તારોમાં હજી પણ 11મી તારીખ સુધી તોફાની વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ શક્યતા વધારે છે.

સુરતમાં ગેંગવોર: દારૂના ધંધાની અદાવતમાં નામચીન બુટલેગર કાળુની હત્યા

હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમી પવન છે. આગામી પાંચ દિવસ દરમિયાન સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, બોટાદ, જૂનાગઢ, અમરેલી, કચ્છ, ડાંગ, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, સુરત અને તાપી સહિતનાં જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર,  અમદાવાદ, ખેડા, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, નવસારીમાં ગાજવીજ સાથે તોફાની વરસાદની શક્યતા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં 10 જૂને ભારે વરસાદની આગાહી છે.

સાંતલપુર નજીક ટ્રેલર પલટી મારી જતા ડ્રાઇવર-ક્લિનર જીવતા ભડથુ થઇ ગયા

અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગરમાં 30થી 40 કિલોમીટરની ગતિએ પવન ફુંકાશે. આ સાથે ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે. ગઇકાલે અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More