Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપનો સતત ત્રીજી વાર કોંગ્રેસ પાસેથી સત્તા છીનવવાનો પ્રયાસ, પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત

વડોદરાની કોગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ફરી એકવાર કોગ્રેસના સભ્યોએ બળવો પોકારી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરતા હડકંપ મચી ગયો છે. પ્રમુખ સામે 36માંથી 24 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા પ્રમુખની ખુરશી ખતરમાં મૂકાઈ છે. 

વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપનો સતત ત્રીજી વાર કોંગ્રેસ પાસેથી સત્તા છીનવવાનો પ્રયાસ, પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાની કોગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ફરી એકવાર કોગ્રેસના સભ્યોએ બળવો પોકારી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરતા હડકંપ મચી ગયો છે. પ્રમુખ સામે 36માંથી 24 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા પ્રમુખની ખુરશી ખતરમાં મૂકાઈ છે. 

Breaking : અનેક ગુનાઓમાં વોન્ટેડ 2 નક્સલીઓ ગુજરાતમાંથી પકડાયા 

વડોદરા જિલ્લા પંચાયતમાં કોગ્રેસનુ શાસન છે અને પ્રમુખ તરીકે પન્નાબેન ભટ્ટ છેલ્લા એક વર્ષથી સત્તા ભોગવી રહ્યા છે. પન્નાબેન પ્રમુખ બન્યા બાદથી જ કોગ્રેસના સભ્યોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પ્રમુખ સામે કોગ્રેસના 10 અને ભાજપના 14 મળી કુલ 36 સભ્યોએ ડીડીઓને અવિશ્વાસની દરખાસ્તની અરજી કરી છે. કોંગ્રેસના બળવાખોર સભ્યો પ્રમુખ પન્નાબેન ભટ્ટના પતિ સમગ્ર વહીવટ કરતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે, તો ‘પન્નાબેન ભટ્ટ અને દિલીપ ભટ્ટ ઘરનો કંકાસ છે તેને દૂર કરીશું’ તેમ કહ્યું હતું. તો બીજી તરફ પન્નાબેને બળવાખોર સભ્યોને મનાવી લેવાની વાત કરી હતી. 

વિસનગર બાદ મહેસાણા નગરપાલિકા પણ ભાજપે કબજે કરી, કોંગ્રેસના 8 કોર્પોરેટર ભાજપમાં જોડાયા

પન્નાબેન ભટ્ટે અવિશ્વાસની દરખાસ્ત પર કોગ્રેસના સભ્યોની બોગસ સહી હોવાનો આક્ષેપ કરી ડીડીઓને સહી ચકાસણી માટે માંગ કરી છે. તો ડીડીઓએ માંગનો અસ્વીકાર કરી પ્રમુખને સામાન્ય સભા બોલાવવા માટે આગ્રહ કર્યો છે. સાથે જ ફલોર ટેસ્ટ કરી બહુમત સાબીત કરવાની ટકોર કરી છે. 

આમ, કોંગ્રેસના પ્રમુખ સામે કોંગ્રેસના સભ્યોએ બળવો કર્યો છે. પન્નાબેને કહ્યું કે, મેં ડીડીઓને જણાવ્યું કે, જે સહી સાથેનો પત્ર મળ્યો છે. તેની સહી ચકાસો. કાગળ પર ત્રણ સભ્યોની સહી ચેકચૂક કરેલી છે. બાકીના ત્રણ સભ્યોની સહી સુધારેલી છે. તો આગળની સહીમાં મંજુલાબેન વસાવાની સહી હતી, તે ચેકી દેવામાં આવી છે. આ સહી અત્યારની નથી, જૂની સહીનો કાગળ મૂકવામાં આવ્યો છે. અમારા સભ્યોએ કોઈના દબાણમાં આવીને સહી કરી હોય તેવું લાગે છે. અમારા કેટલાક સભ્યોએ પણ સહી ન કરી હોવાની વાત કરી હતી. હાલ અમારા સમર્થનમાં બધા જ સભ્યો મારી સાથે છે. જે અમારા સભ્યોને મનદુખ થયું હોય તેમની સાથે પરામર્શ કરીશું. અમારા સભ્યોને લાલચ કે પ્રલોભન તથા દબાણવશ થઈને સહી કરી હોય તેવું પણ લાગે છે. 

અમદાવાદ : કોંગો ફિવરને કારણે 75 વર્ષના દર્દીનું મોત, પશુઓને કારણે ફેલાય છે આ રોગ

બીજી તરફ ભાજપ ગેલમાં આવ્યુ છે. ભાજપના સભ્યોએ પ્રમુખે વિશ્વાસ ગુમાવી બેઠા હોવાનો દાવો કર્યો છે. મહત્વની વાત છે કે ભાજપ પાછલા બારણાંએ જિલ્લા પંચાયતની સત્તા કોંગ્રેસ પાસેથી છીનવવા એડીચોટીનુ જોર લગાવી રહી છે. ભાજપે સતત ત્રીજી વાર કોંગ્રેસ પાસેથી સત્તા છીનવવાનો પ્રયાસ કર્યો છે. અગાઉ બે વખત ભાજપ નિષ્ફળ નીવડી છે, ત્યારે શું આ વખતે ભાજપ કોંગ્રેસ પાસેથી સત્તા છીનવવામાં સફળ થશે તે જોવુ રહ્યુ.  

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More