Home> Gujarat
Advertisement
Prev
Next

મહેસાણાની છાત્રાનું ભારતીય બેડમિન્ટન ટીમમાં સિલેકશન, બની અંડર-15ની ચેમ્પિયન

મહેસાણાની તસ્નીમ મીરએ તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુર ખાતે રમાયેલી નેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં અંડર-15માં નેશનલ ચેમ્પિયન બનતા તેનું ભારતીય ટીમમાં સિલેકશન થયું છે

મહેસાણાની છાત્રાનું ભારતીય બેડમિન્ટન ટીમમાં સિલેકશન, બની અંડર-15ની ચેમ્પિયન

તેજસ દવે/ મહેસાણા: મહેસાણાની 14 વર્ષીય બેડમિન્ટન ખેલાડીએ કાઠું કાઢ્યું છે. અને મહેસાણાની સાથે ગુજરાતનું નામ સમગ્ર ભારતમાં રોશન કર્યું છે. મહેસાણાની તસ્નીમ મીરએ તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુર ખાતે રમાયેલી નેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં અંડર-15માં નેશનલ ચેમ્પિયન બનતા તેનું ભારતીય ટીમમાં સિલેકશન થયું છે.

fallbacks

અન્ડર-15 બેડમિન્ટન સ્પર્ધામાં પ્રથમ આવી
મહેસાણાની 14 વર્ષીય તસ્નીમ મીર જે ધોરણ-8માં અભ્યાસ કરી રહી છે. રાજના 8-8 કલાક મહેનત કરીને બેટમિન્ટન ટુર્નામેન્ટમાં નેશનલ ચેમ્પિયન બની ગઇ છે. હવે તે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમવા જશે. તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુર ખાતે બેડમિન્ટન એસોસીયેશન ઓફ ઇન્ડિયા દ્વારા 23થી 29 જુલાઇ દરમિયાન અન્ડર-15 અને અન્ડર-17 જૂથની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અન્ડર-15માં મહેસાણાની તસ્નીમે ફાઇનલમાં જીતીને નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશીપ હાંસલ કરી છે. અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ રહીને મહેસાણા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

fallbacks

પિતાનું સ્વપન પુરૂ કરવા દીકરી બની નેશનલ ચેમ્પિયન
કહેવાય છે કે, કોઈપણ વ્યક્તિની સફળતા પાછળ બીજા કોઈ વ્યક્તિનો હાથ હોય છે. તેમ તસ્નીમની સફળતા પાછળ તેના પરિવારનો અને ખાસ કરીને તેના પિતાનો હાથ છે. તસ્નીમના પિતા પોલીસકર્મી છે. છતાં તેમની દીકરી માટે સમય ફાળવીને એક કોચની ભૂમિકા અદા કરીને, રોજ આઠ-આઠ કલાક તસ્નીમને પ્રેક્ટીસ કરાવે છે. અને તેનું પરિણામ આજે સૌ કોઈ જોઈ શકે છે. તસ્નીમના પિતા ઈરફાન મીરનું સપનું છે કે, તેમની દીકરી આગામી 2024ની ઓલમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવે. તો બીજી બાજુ તસ્નીમનો 9 વર્ષીય નાનો ભાઈ મહોમ્મદ પણ છેલ્લા ત્રણ વર્ષથી રોજના 3 કલાક બેડમિન્ટનની પ્રેકટીસમાં લાગી ગયો છે. જે જોતા બીજો ચેમ્પિયન પણ મહેસાણાને જલ્દી મળી જાય તો પણ નવાઈ નથી.

fallbacks

ભારતીય ટીમમાં મહેસાણાની તસ્નીમ મીરનું સિલેકશન
મહેસાણાની તસ્નીમ મીર નેશનલ ચેમ્પિયન બનતા હવે તેનું ભારતીય ટીમમાં સિલેકશન થયું છે. અને તે આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટ રમશે. ત્યારે હવે એ દિવસો દુર નથી કે, તસ્નીમ મહેસાણા, ગુજરાતની સાથે સાથે ભારતનું નામ પણ રોશન કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More