Home> Gujarat
Advertisement
Prev
Next

ગરબા આયોજકોની મુખ્યમંત્રી સાથે મુલાકાત, આયોજન અંગે અસમંજસની સ્થિતી

કોરોનાની મહામારી વચ્ચે ગરબાનું આયોજન થશે કે કેમ તે મુદ્દે ન માત્ર ખેલૈયાઓ પરંતુ ગરબા આયોજકોનાં મનમાં પણ ફફડાટ છે. જેના અનુસંધાને ગરબા આયોજકોએ આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. ગરબા આયોજકોને પણ આ વખતે નવરાત્રિનું આયોજન કરી શકાય છે કે નહીં તે બાબતે હજી ક્યારે પણ સ્થિતી સ્પષ્ટ નથી. 

ગરબા આયોજકોની મુખ્યમંત્રી સાથે મુલાકાત, આયોજન અંગે અસમંજસની સ્થિતી

અમદાવાદ : કોરોનાની મહામારી વચ્ચે ગરબાનું આયોજન થશે કે કેમ તે મુદ્દે ન માત્ર ખેલૈયાઓ પરંતુ ગરબા આયોજકોનાં મનમાં પણ ફફડાટ છે. જેના અનુસંધાને ગરબા આયોજકોએ આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. ગરબા આયોજકોને પણ આ વખતે નવરાત્રિનું આયોજન કરી શકાય છે કે નહીં તે બાબતે હજી ક્યારે પણ સ્થિતી સ્પષ્ટ નથી. 

સુરત: કોરોનાના કહેર વચ્ચે રત્નકલાકારો બેહાલ, 70 રત્નકલાકારોનો પગાર બાકી

કોરોનાની પરિસ્થિતિમાં જો ગરબાનું આયોજન કરવામાં આવે તો ગ્રાઉન્ડની કેપેસિટીના 30 ટકા લોકોને ગ્રાઉન્ડમાં ગરબા રમવા મળશે તે પ્રકારનું આયોજન કરવા ગરબા આયોજકો તૈયાર થયા છે. ગરબા આયોજકોનો પણ માનવું છે કે કેપેસિટી કરતા ઓછા ખેલૈયાઓ આવશે તો ટિકિટના દરમાં ધરખમ વધારો થઈ શકે છે. 

GTU ની વિસ્તૃત ગાઇડલાઇન, વારંવાર લોગઇન કરી શકાશે, આઇફોન નહી વાપરી શકાય

500ની ટિકિટ 1000 ને પણ પાર જાય એ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે મુખ્યમંત્રી દ્વારા  કહેવાયું છે કે 30 ઓગસ્ટ પછી પરિસ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે. તેમણે આ અંગે કોઇ જ નિર્ણય લીધો નથી. ગરબા આયોજકો દ્વારા રોજગારીની પણ અનેક લોકોની સમસ્યા આગળ ધરીને ગરબા આયોજન ની માંગણી કરવામાં આવી હતી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More