Home> Gujarat
Advertisement
Prev
Next

માત્ર 39 કલાકમાં જ કેસરીસિંહનો ફરી 'કેસરિયો', AAPમાં જોડાયેલા માતરના MLA ફરી BJPમાં જોડાશે

Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કેસરીસિંહ નારાજ થયા હતા, ત્યારબાદ તેઓ તાત્કાલિક આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ બે દિવસમાં તેમનો મોહભંગ થયો છે. બે

માત્ર 39 કલાકમાં જ કેસરીસિંહનો ફરી 'કેસરિયો', AAPમાં જોડાયેલા માતરના MLA ફરી BJPમાં જોડાશે

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક મોટા ઉલટફેર જોવા મળી શકે છે. ભાજપે અગાઉ 160 ઉમેદવાર જાહેર કર્યા હતા, ત્યારબાદ આજે વધુ 6 ઉમેદવાર જાહેર કર્યા છે. પરંતુ આ સમાચારો વચ્ચે કેસરીસિંહને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ફરી ભાજપમાં જોડાશે. માતરથી ટિકિટ કપાતા નારાજ કેસરીસિંહે આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું હતું. પરંતુ 39 કલાકમાં જ કેસરીસિંહનું મન બદલાયું હતું.

વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કેસરીસિંહ નારાજ થયા હતા, ત્યારબાદ તેઓ તાત્કાલિક આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ બે દિવસમાં તેમનો મોહભંગ થયો છે. બે દિવસ પહેલા જ આપમાં જોડાયેલા કેસરીસિંહ ફરી ભાજપમાં જોડાશે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

39 કલાકમાં જ કેસરીસિંહ આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં પરત ફરશે. સૂત્રો જણાવી રહ્યા છે કે કેસરીસિંહની નારાજગી દૂર થતાં ફરી ભાજપમાં જોડાઈ શકે છે. અગાઉ કેસરીસિંહને ટિકિટ ન મળતા નારાજ થયા હતા.

ઉલ્લેખનીય છે કે, ભાજપે આ વખતે ચૂંટણીમાં ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે. આ વચ્ચે ક્યાંક વિરોધના સૂર પણ સામે આવી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે માતરથી ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. ભાજપે 115 માતર વિધાનસભા સીટ પર વર્તમાન ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની ટિકિટ કાપીને કલ્પેશ પરમારને ટિકિટ આપી હતી. ત્યારબાદ કેસરીસિંહ નારાજ થયા હતા અને આમ આદમી પાર્ટી જોઈન કરી હતી. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. 

ગોપાલ ઈટાલિયાએ કર્યું ટ્વીટ
ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને કહ્યુ કે, માતર વિધાનસભામાં ભાજપના બીજી ટર્મના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલની ઈમાનદાર રાજનીતિથી પ્રેરિત થઈને કેસરીસિંહ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More