Home> Gujarat
Advertisement
Prev
Next

ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, કોરકમિટી બેઠક બાદ સરકારની મોટી જાહેરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વ્યવસાયલક્ષી અભ્યાસ ક્રમો આઇ.ટી.આઇ. અને નર્સિંગના વિદ્યાર્થીઓ માટે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીની બેઠકમાં આ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે

ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, કોરકમિટી બેઠક બાદ સરકારની મોટી જાહેરાત

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વ્યવસાયલક્ષી અભ્યાસ ક્રમો આઇ.ટી.આઇ. અને નર્સિંગના વિદ્યાર્થીઓ માટે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીની બેઠકમાં આ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. 

આ નિર્ણય અનુસાર રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન આપવામાં આવશે. મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં નર્સિંગના અભ્યાસક્રમમાં ફાઇનલ ઇયરની પરિક્ષા લેવાશે તે સિવાયના વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન અપાશે.

આ પણ વાંચો:- રાજ્યમાં કોવિડ-19 ના 695 નવા કેસ, રિકવરી રેટ 96.98 ટકાએ પહોંચ્યો

પ્રવર્તમાન કોરોનાની સ્થિતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસને વ્યાપક અસર પહોંચી છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં નર્સિંગ ફાઇનલ ઇયર સિવાયના વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને અને આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને આ એક વર્ષ માટે માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More