Home> Gujarat
Advertisement
Prev
Next

સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ શહીદોને લાખો રૂપિયાની મદદ કરતી ‘આ’ પત્રિકા

સોશિયલ મીડિયા પર સુરતની એક પત્રિકા વાઈરલ થઈ છે. જેમાં સુરતના એક પરિવારે લગ્નનો ભોજન પ્રસંગ મોકૂફ રાફીને શહીદો માટે દાન કરવાના છે તેવું લખ્યું છે. જોકે, ઝી 24 કલાક આ પત્રિકાની કોઈ પુષ્ટિ નથી કરતું. 

સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ શહીદોને લાખો રૂપિયાની મદદ કરતી ‘આ’ પત્રિકા

તેજશ મોદી/સુરત : જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં જવાનો પર અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો થયો છે. જેને કારણે હાલ સમગ્ર દેશમાં રોષનો માહોલ છે. લોકોના મોઢે એક જ વાત છે કે, આ હુમલાનો બદલો લેવો જોઈએ. ત્યારે ગુજરાતમાં પણ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. બીજી તરફ, અનેક ગુજરાતીઓએ શ્રદ્ધાંજલિ આપી છે. વડોદરાના એક પરિવારે લગ્ન પ્રસંગમાં મૌન રાખીને વરઘોડામાં દેશભક્તિના ગીતો વગાડ્યા હતા. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર સુરતની એક પત્રિકા વાઈરલ થઈ છે. જેમાં સુરતના એક પરિવારે લગ્નનો ભોજન પ્રસંગ મોકૂફ રાફીને શહીદો માટે દાન કરવાના છે તેવું લખ્યું છે. જોકે, ઝી 24 કલાક આ પત્રિકાની કોઈ પુષ્ટિ નથી કરતું. 

શું લખ્યું છે પત્રિકામાં...
પત્રિકામાં લખ્યું છે કે, અમારી પુત્રી ચિ.અમી તથા ચિ.મિતના શુભ વિવાહ 15 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત છે. પંરતુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં દેશના 42 જવાનો શહીદ થતા અમે બંને વેવાઈ પક્ષોએ પરસ્પર સંમતીથી આવતીકાલે લગ્ન સંપૂર્ણ સાદાઈથી કરવાનુ નિર્ધારિત કરેલુ છે. તેમજ આવતીકાલનો ભોજન સમારંભ રદ કરીને શહીદોની સ્મૃતિમાં સેવા સંસ્થાઓને 5 લાખ રૂપિયાનુ અનુદાન અને શહીદ પરિવારનો સંયુક્ત રીતે 11 લાખ આપવાનું નિર્ધારિત કરેલું છે. પત્રિકામાં સુરતના શેઠ દેવશી માણેક પરિવાર, હસમુખભાઈ શેઠ, પદ્માવતી ડાયમંડ, સંધવી પાનચંદ લક્ષ્મીચંદ પરિવાર, અજયભાઈ કુમારભાઈ સંઘવી, કે.એમ.એસોસિયેટ્સ, ગૌતમ કેટરર્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

fallbacks

પત્રિકામાં ઉલ્લેખ કરાયેલ લોકોનો કોઈ સંપર્ક નહિ
પદ્માવતી ડાયમંડ, કે.એમ એસોસિયેટેડ અને શ્રી ગૌતમ કેટરર્સ અને રાજુભાઈ વિશે સુરતમાં તપાસ કરતા તે અંગે કોઈ માહિતી મળી ન હતી. તેમજ પત્રિકામાં પણ જોડણીની અસંખ્ય ભૂલો મળી આવી છે. સુરત કેટરર્સ એસોયિશેનના ધવલભાઇ નાણાવટીને આ વિશે પૂછતા તેમણે કહ્યું, કે આ નામનો કોઈ કેટરર્સ હોય તેવું અમને ખ્યાલ નથી. તો બીજી તરફ, પત્રિકામાં ઉલ્લેખ કરાયેલ ભાભર અને બેણપ ગામમાં પણ તપાસ કરતા આ નામના કોઈ પરિવારની માહિતી મળી ન હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More