Home> Gujarat
Advertisement
Prev
Next

GI ટેગ ધરાવતી કચ્છની લાલ પીળી ખારેકની બજારમાં એન્ટ્રી, પણ આ વર્ષે ખેડૂતો સામે મોટી ચેલેન્જ

કચ્છી મેવો એટલે કે કચ્છની દેશી મીઠી ખારેક કે જે વિદેશોમાં પણ એક્સપોર્ટ થવા લાગી હતી અને ખેડૂતોને સારી આવક થતી હતી. જેના કારણે કચ્છના અનેક ખેડૂતો કચ્છી ખારેકની ખેતી તરફ વળ્યા હતા. પરંતુ હવે આ જ ખારેક કે જેનો 600 ટન જેટલો માલ બાંગ્લાદેશમાં જતો હતો.

GI ટેગ ધરાવતી કચ્છની લાલ પીળી ખારેકની બજારમાં એન્ટ્રી, પણ આ વર્ષે ખેડૂતો સામે મોટી ચેલેન્જ
Updated: Jun 26, 2024, 05:24 PM IST

રાજેન્દ્ર ઠક્કર/ભુજ: ભૌગોલિક વિશેષતા ધરાવતું કચ્છ ખેતી અને બાગાયતી પાકોમાં પણ એક અલગ જાતની સોડમ ધરાવે છે. કચ્છ એટલે કે બાગાયતી પાકોનું હબ બાગાયતી પાકો પૈકી કચ્છી મેવો તરીકે ઓળખાતી અને GI ટેગ ધરાવતી કચ્છની લાલ પીળી ખારેક બજારમાં આવી ચૂકી છે. ચાલુ વર્ષે કચ્છમાં 20000 હેક્ટરમાં ખારેકનું અંદાજિત 1.65થી 1.70 લાખ ટન ઉત્પાદન થયું છે. પરંતુ આ વર્ષે પણ જ્યાં કચ્છી ખારેકની સૌથી વધુ નિકાસ થતી હતી. તેવા બાંગ્લાદેશમાં સરકારની ઇમ્પોર્ટ ડ્યુટીના વધારાના કારણે નિકાસ નહીં થાય.

હવે છોતરાં કાઢી નાંખશે! ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, ક્યા પડશે અતિભારે વરસાદ 

કચ્છી મેવો એટલે કે કચ્છની દેશી મીઠી ખારેક કે જે વિદેશોમાં પણ એક્સપોર્ટ થવા લાગી હતી અને ખેડૂતોને સારી આવક થતી હતી. જેના કારણે કચ્છના અનેક ખેડૂતો કચ્છી ખારેકની ખેતી તરફ વળ્યા હતા. પરંતુ હવે આ જ ખારેક કે જેનો 600 ટન જેટલો માલ બાંગ્લાદેશમાં જતો હતો. તે બાંગ્લાદેશ સરકારની ઇમ્પોર્ટ ડ્યુટીના નિયમોના કારણે બાંગ્લાદેશ એક્સપોર્ટ નહીં થઈ શકે. જેથી કરીને ખેડૂતોએ પોતાનો માલ દેશમાં જ વેંચવો પડશે. બાંગ્લાદેશ સિવાય પણ લંડન, દુબઈ તેમજ દેશના વિવિધ રાજ્યોમાં પણ નિકાસ થતી હોય છે. પરંતુ ખૂબ જ ઓછી માત્રામાં.

ગુજરાતમાં ગત મોડી રાત્રે મોટી રેલ દુર્ઘટના ટળી! આ રીતે ટ્રેન ઉથલાવી નાખવાનો પ્રયાસ

ઉલ્લેખનીય છે કે દર વર્ષે કચ્છના 6000 જેટલા ખેડૂતો 20000 જેટલા હેક્ટરમાં ખારેકનું વાવેતર કરે છે.કચ્છમાં અંદાજિત 20 લાખ જેટલા ખારેકના ઝાડ છે અને તેમાંથી લગભગ 17 લાખ જેટલા દેશી જાતની ખારેકના ઝાડ છે. કચ્છમાં દર વર્ષે અંદાજિત 1.75થી 1.80 લાખ ટન ખારેકનું ઉત્પાદન થાય છે. જે પૈકી 800થી 900 ટન જેટલો કચ્છી ખારેકનો માલ કચ્છી ખેડૂતો વેપારીઓ સાથે મળીને અન્ય દેશોમાં નિકાસ કરતા હોય છે.જેમાં 600 ટન જેટલો માલ તો માત્ર બાંગ્લાદેશમાં રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવામાં આવતો હોય છે જ્યારે બાકીનો એર કાર્ગો દ્વારા લંડન અને દુબઈ તેમજ સાઉથ આફ્રિકા જેવા દેશોમાં મોકલવામાં આવતો હોય છે.

સરકારી તંત્રનો કાન આમળતાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ…

બાંગ્લાદેશની સરકાર દ્વારા અગાઉ ખારેકના પ્રતિ કિલો 15 રૂપિયા ઇમ્પોર્ટ ડ્યુટી વસૂલવામાં આવતી હતી. જે વધીને 75 જેટલી કરવામાં આવતા એટલે કે સીધી 5 ગણી ડ્યુટી વધારી નાખતા એક્સપોર્ટર વેપારીઓ પણ કચ્છી ખારેક એક્સપોર્ટ કરવાનું ટાળી રહ્યા છે. ગત વર્ષે જૂન માસમાં કચ્છમાં આવેલ બીપરજોય વાવાઝોડાના કારણે કચ્છી ખારેકના ઝાડો પડી ગયા હતા. તેમજ અનેક ઝાડના મૂળિયાં પણ હલી ગયા હતા. જેથી કરીને કચ્છના મુન્દ્રા તાલુકાના ખેડૂતોની વાડીમાં આ વર્ષે ગત વર્ષ કરતા થોડું ઓછું ઉત્પાદન થયું હશે. 

તથ્યકાંડમાં મોટો ધડાકો! કોણ લઈ ગયુ અકસ્માતમાં યમદુત બનેલી જગુઆર? પોલીસનો ખુલાસો

છેલ્લાં 25 વર્ષથી ખારેકનું પાક મેળવતા ખેડૂતો પ્રવીણ દબાસિયાએ જણાવ્યું હતું કે, કચ્છની દેશી ખારેકનું છેલ્લા 25 વર્ષથી ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે તેની વાડીમાં 450થી 500 ટન ઉત્પાદન થયું છે અને જો વરસાદ નહીં આવે તો ઉત્પાદન સારું રહેશે. અત્યારે ખારેકના માલની માંગ ખૂબ છે અને જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી બજારમાં સારી માંગ રહેશે.હાલમાં દેશી ખારેકની કિંમત તેના સ્વાદ મુજબ 20થી 100 રૂપિયા જેટલી મળી રહી છે. 

ભાજપના મહિલા કોર્પોરેટરે વિધાનસભાના દંડકની મજાક ઉડાવી! 'તોફાનીને જ મોનિટર બનાવાય'

કચ્છી ખારેકની વિશેષતા એ છે કે આ ખારેક વિવિધ રંગ, કદ, આકાર અને સ્વાદની હોય છે.કચ્છી ખારેકને જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI)ટેગ મળતા ખારેકના ઊંચા ભાવો કચ્છના ખેડૂતોને મળશે અને લોકોને પણ સારી ગુણવત્તાની ખારેક ખાવા મળશે પરંતુ હજી સુધી GI ટેગના ઉપયોગ સાથે ખારેક વેંચવા માટે જે ફી ભરવી પડે છે તે ભરવામાં નથી આવી અને અમુક પ્રોસેસ કરવાની બાકી છે અને ક્યાં ખેડૂતોએ આ ટેગ વાપરવું તેના માટે સરકાર પાસે પણ ફોર્મ રજૂ કરવા પડશે જે પ્રક્રિયા બાકી છે.

સિદ્ધપુરમાં વધુ એક ભુવાની કાળી કરતૂતનો પર્દાફાશ, આ યુવતીની કહાણી સાંભળીને હચમચી જશો

કચ્છની દેશી ખારેકને જાન્યુઆરી 2024માં GI Tag મળ્યું છે. કચ્છી ખારેકની વિશેષતા એ છે કે તે સ્વાદમાં મીઠી અને મુલાયમ હોય છે. કચ્છી દેશી ખારેક કાર્બ્સ અને માઈક્રોન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર હોય છે અને તેમાં ફાઈબર પણ પૂરતી માત્રામાં હોય છે. કચ્છી ખારેક ખાવાથી પેટની અનેક બીમારીઓથી પણ રાહત મળે છે. તો કચ્છની ખારેક લોકો ખાવા માટે કે લેવા માટે ખાસ અન્હી આવતા હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે