Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં વધુ એક મોટી ઠગાઈ! કાપડ વેપારીને ધમકી આપી 3 નકલી GST અધિકારીઓએ કર્યો મોટો 'કાંડ'

જીએસટી રેડ કરવાની સત્તા ન હોવા છતાં સાગરીતો સાથે રેડ પાડવામાં આવી હતી. હાલ તો વરાછા પોલીસે જીએસટી અધિકારી સહિત 3 ની ધરપકડ કરી હતી.

સુરતમાં વધુ એક મોટી ઠગાઈ! કાપડ વેપારીને ધમકી આપી 3 નકલી GST અધિકારીઓએ કર્યો મોટો 'કાંડ'

ઝી ન્યૂઝ/સુરત: વરાછાની જૂની બોમ્બે માર્કેટના કાપડ વેપારીને દુકાનમાં આવી 3 ઠગબાજોએ જીએસટીના અધિકારીની ખોટી ઓળખ આપી કેસ કરવાની ધમકી આપી 12 લાખ પડાવી લીધા હતા. 80 લાખ જીએસટી ભરવાનો બાકી છે, એવી દમદાટી આપી 45 લાખમાં સેટલમેન્ટ કરવાની વાત કર્યા બાદ તોડ કર્યો હતો. જીએસટી રેડ કરવાની સત્તા ન હોવા છતાં સાગરીતો સાથે રેડ પાડવામાં આવી હતી. હાલ તો વરાછા પોલીસે જીએસટી અધિકારી સહિત 3 ની ધરપકડ કરી હતી.

લોકસભા ચૂંટણી 2024: ગુજરાતમાં 26માંથી 26 બેઠકો,જાણો શું છે BJPનું માઇક્રો મેનેજમેન્ટ 

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પુણા-મગોબ રોડ પર રેશ્મા રોહાઉસમાં રહેતા ધિરેન્દ્રસિંહ ઉર્ફે ધિરજભાઇ મંગળસિંગ રાજપુરોહિત (ઉ.વ.41, મુળ જોઘપુર, રાજસ્થાન) વરાછા સ્થિત જૂની બોમ્બે માર્કેટ ખાતે સાડીનો વેપાર કરે છે. ગત તા.30મી માર્ચે સાંજના સુમારે તેઓ દુકાને હાજર હતા ત્યારે 3 અજાણ્યા યુવકો દુકાને આવ્યા હતા. દુકાનના સ્ટાફને જીએસટી અધિકારી તરીકે ઓળખ આપી હતી. 3 પૈકી એક વ્યક્તિ પાસે ભારત સરકારના સિમ્બોલવાળી ફાઇલ હતી. ત્રણેય વ્યક્તિઓએ વેપારી તથા સ્ટાફના મોબાઇલ સાઇડ પર મુકાવી દઇ ફાઇલ જોવાનો ડોળ કરવા લાગ્યા હતા. 

નોકરી કરીને પરત ફર્યા બાદ PSI પ્રવીણ અસોડાનું ઉડીં ગયું પ્રાણ પંખેરું!

તેઓએ ધિરેન્દ્રસિંહને " બે વર્ષમાં મોટું ટર્ન ઓવર થયું છે. તારૂં પ કરોડનું ટર્ન ઓવર થયું છે. ગોલમાલ કરી 12 ટકા જીએસટીને બદલે માત્ર પ ટકા જીએસટી ભરો છો, જે 7 ટકા ડિફરન્સનો 80 લાખ જીએસટી ભરવાનો થાય છે " એમ કહીં દમદાટી આપી હતી. વેપારીએ નિયમિત જીએસટી ભરીએ છીએ એવો જવાબ આપ્યો તો તેઓએ દુકાન શીલ કરવાની વાત કરી હતી. ત્યારબાદ " પૈસા ભરવા જ પડશે, તારૂં નામ બદનામ થશે, તારા ઘરે પણ તપાસ કરાશે, તારો બધો ડેટા અમારી પાસે છે. તારા ગ્રુપમાંથી જ અમને માહિતી મળી છે " એમ કહીં ડરાવવા લાગ્યા હતા. 

દુનિયાની સૌથી મોંઘી ગાય: 9 કરોડથી વધુની કિંમત, દૂધ નહીં આ કારણે મળી કિંમત

વરાછા પોલીસે જુની બોમ્બે માર્કેટ ખાતે આવેલી દુકાને જઇ જરૂરી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓને ઓળખી લીધા હોવાનું પણ જાણવા મળે છે. ઠગબાજોએ સેટલમેન્ટ કરવાની વાત કરી 45 લાખ ચૂકવવા કહ્યું હતુ. ત્યારબાદ ધિરેન્દ્રસિંહે નાનાભાઇ મનોહરસિંહને વાત કરી દુકાને બોલાવ્યો હતો. ભાઇને તમામ હકીકત કહી હતી. 3 ઠગબાજોએ 45 લાખ નહિ આપો તો જીએસટીનો ગુનો દાખલ કરવાની અને 10 વર્ષ જેલમાં રહેવું પડશે એવી ધમકી આપી હતી. જેથી ગભરાઇને બંને ભાઇ રૂપિયા આપવા તૈયાર થયા હતા. ભારે રકઝક બાદ 15 લાખ આપવા ઠગબાજોએ કહ્યું હતુ. 

પ્રેમિકાની બીજે સગાઈ થતા પ્રેમીએ દુખભર્યો વીડિયો બનાવ્યો જીવ આપ્યો

વેપારીએ દુકાનમાં 7 લાખ અને ઘરે 5 લાખ હોવાની વાત કરતા ઠગબાજોએ દુકાનમાં મુકેલા 7 લાખ લઇ લીધા હતા. ત્રણેય ઠગબાજો વેપારીને લઇ ઘરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન તેઓએ દુકાનના સીસી કેમેરા બંધ કરાવી દીધા હતા. પાર્િકગમાં મુકેલી તેઓની કારમાં વેપારીની સોસાયટી પાસે ગયા હતા. 

30 દાયકા બાદ બની રહ્યો છે ખાસમખાસ નવપંચમ રાજયોગ, આ 4 રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે

વેપારી ધિરેન્દ્રસિંહ ઘરેથી પ લાખ લઇ આવ્યા હતા અને બાદમાં ઠગબાજો જૂની બોમ્બે માર્કેટના ગેટ પાસે વેપારીને મુકી તેઓ પલાયન થઇ ગયા હતા. ધિરેન્દ્રસિંહે પોતાના સીએને વાત કરતા જીએસટી અધિકારીઓના નામે ઠગબાજો 12 લાખ પડાવી ગયા હોવાનું ખુલ્યું હતુ. આખરે સમગ્ર મામલો વરાછા પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે આ મામલી જીએસટી અધિકારી સહિત 3 લોકોની ધરપકડ કરી તેમને જેલ ભેગા કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More