Home> Gujarat
Advertisement
Prev
Next

Tiktok Queen અલ્પિતા ચૌધરી હવે મનુ રબારીના ગીતમાં ચમકશે, જાણો ક્યારે થશે રિલીઝ

પોલીસ સ્ટેશનમા ટિકટોક વીડિયો બનાવીને ચર્ચામાં આવેલી પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી હવે નવા લૂક, નવી સ્ટાઈલમાં જોવા મળશે. આ ટિકટોક સ્ટારનું એક ગીત આવી રહ્યું છે. મનુ રબારીએ અલ્પિતા ચૌધરીને લઈને એક ગીત બનાવ્યું છે, જે આવતીકાલે ગુરુવારે રિલીઝ થશે.

Tiktok Queen અલ્પિતા ચૌધરી હવે મનુ રબારીના ગીતમાં ચમકશે, જાણો ક્યારે થશે રિલીઝ

અમદાવાદ :પોલીસ સ્ટેશનમા ટિકટોક વીડિયો બનાવીને ચર્ચામાં આવેલી પોલીસ કોન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી હવે નવા લૂક, નવી સ્ટાઈલમાં જોવા મળશે. આ ટિકટોક સ્ટારનું એક ગીત આવી રહ્યું છે. મનુ રબારીએ અલ્પિતા ચૌધરીને લઈને એક ગીત બનાવ્યું છે, જે આવતીકાલે ગુરુવારે રિલીઝ થશે.

ગુજરાતમાં મોસમનો 91 ટકા વરસાદ નોંધાયો, હજી પણ ભારે વરસાદની આગાહી

ટિકટોક વીડિયોથી ફેમસ થયેલ અલ્પિતા ચૌધરી લાંઘણજ પોલીસ મથકે ફરજ બજાવતી હતી. યુનિફોર્મ વગર ફરજ બજાવવા અને ચાલુ ફરજ દરમિયાન પોલીસ સ્ટેશનમાં વિડીયો બનાવવા મામલે અલ્પિતા ચૌધરીને તાજેતરમાં જ સસ્પેન્ડ કરાઈ હતી. પરંતુ આ ટિકટોક વીડિયોથી અલ્પિતા ચૌધરી રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. તેના વીડિયો લોકોમાં પોપ્યુલર બની ગયા હતા. આમ, મહેસાણાની મહિલા પોલીસ કોન્સ્ટેબલના વધુ ટિકટોક વીડિયો વાયરલ થયા હતા. પરંતુ અલ્પિતા ચૌધરી હવે નવા અંદાજમાં જોવા મળશે. મનુ રબારીને અલ્પિતા ચૌધરી સાથે ગીત બનાવ્યું છે. જેને અવાજ જાણીતા ગાયક જિગ્નેશ કવિરાજે આપ્યો છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

હાલ ઈન્સ્ટાગ્રામ પર આ ગીતની એક ઝલક મૂકવામાં આવી છે. આ ગીતનું ટાઈટલ ‘ટિકટોકની દિવાની’ છે, જે આવતીકાલે ગુરુવારે રિલીઝ થશે. અલ્પિતાના ટિકટોક વીડિયોની જેમ આ ગીત પણ વાયરલ થતા વાર નહિ લાગે. હાલ અલ્પિતા ચૌધરી ઈન્સ્ટાગ્રામ પર ફેમસ બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ ઉપર અલ્પિતા ચૌધરી ફેન કલબના નામનું એક એકાઉન્ટ પણ બની ગયું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More