Home> Gujarat
Advertisement
Prev
Next

વિકૃતિની હદ વટાવી! આર્મી મેન અને તેના ભાઈએ નર્સને બનાવી દુષ્કર્મનો શિકાર, ફોટો-વિડીયોની ધમકી આપીને...

સુરતની નર્સ સાથે દુષ્કર્મ કરનાર આર્મી મેનના ભાઈની ધરપકડ કરી છે. આર્મીમાં નોકરી કરતા છોટા ઉદયપુરના યુવાને સુરતની નર્સને ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ જાળમાં ફસાવી હતી અને આર્મીમેનએ લગ્નની લાલચ આપી સુરત-વડોદરામાં અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

વિકૃતિની હદ વટાવી! આર્મી મેન અને તેના ભાઈએ નર્સને બનાવી દુષ્કર્મનો શિકાર, ફોટો-વિડીયોની ધમકી આપીને...

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં આર્મીમાં નોકરી કરતા છોટા ઉદેપુરના યુવાને સુરતની નર્સને ઇન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સુરત-વડોદરામાં અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. વડોદરા ખાતે ભાઇના ઘરે લઇ ગયો તો ત્યાં ભાઇએ પણ ફોટો અને વિડીયો વાયરલ કરવાનું કહી દુષ્કર્મ કર્યુ હતું. આ ગુનામાં સિંગણપોર પોલીસે દુષ્કર્મ કરનાર આર્મીમેનના ભાઈની ધરપકડ કરી છે. 

ગુજરાતમા કઈ તારીખ સુધી પડશે વરસાદ? ઓક્ટોબરમાં ભયંકર વાવાઝોડું દેખાડશે ભયાનક દ્રશ્યો!

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારની હોસ્પિટલમાં નોકરી કરતી 23 વર્ષીય નર્સને ઇન્સ્ટાગ્રામ થકી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. હોસ્પિટલના રહેણાંક રૂમ અને વડોદરા ખાતે રહેતા ભાઇના ઘરે લઇ જઇ અનેક વખત શરીરસંબંધ બાંધનાર આર્મીમેન ઇશ્વર રમેશ રાઠવા અને તેના ભાઇ વિપુલે ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.

હે ભગવાન ગુજરાતમાં શું થવા બેઠું છે? સરકારી હોસ્પિટલમાં સફાઈકર્મીઓ પાસે કરાવાય છે PM

સમગ્ર મામલે બંને ભાઈ વિરુદ્ધ સિંગણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં સિંગણપોર પોલીસે આર્મીમેન ઈશ્વરના ભાઈ વિપુલ રમેશભાઇ રાઠવાની ધરપકડ કરી છે. આર્મી મેનને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. 

રાજકોટમાં હાર્ટએટેક બન્યો જીવલેણ! એક દિવસમાં 3 વ્યક્તિઓના મોતથી પરિવારમાં ઘેરો શોક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More