Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં એક ભાઈએ બીજા ભાઈની કરી હત્યા, બે લોકોની ધરપકડ

સુરતના કતારગામ વિસ્તારમાં મંગળવારે મોડીરાત્રે જમવા બાબતે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયા બાદ એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરતા કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ હત્યાના ગુનામાં પોલીસે હત્યારા ભાઈ સહિત બે લોકોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

સુરતમાં એક ભાઈએ બીજા ભાઈની કરી હત્યા, બે લોકોની ધરપકડ

ચેતન પટેલ, સુરત: સુરતના કતારગામ વિસ્તારમાં મંગળવારે મોડીરાત્રે જમવા બાબતે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયા બાદ એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરતા કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ હત્યાના ગુનામાં પોલીસે હત્યારા ભાઈ સહિત બે લોકોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:- પોરબંદરના ખેડૂતનો આક્ષેપ, સરકાર માન્ય બિલ હોવા છતાં ડીલરે માગ્યા વધુ રૂપિયા

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. બીજી બાજુ રોજગાર ધંધા વ્યવસ્થિતિ ચાલતા નથી જેથી લોકોને પણ ટેનશન લઈને ફરતા હોય છે. ત્યારે નાની નાની વાતે મોટી ઘટનાને અંજામ અપાઈ દેતા હોય છે તેમ આવી જ ઘટના સામે આવી કતારગામ વિસ્તારમાં આવેલા સૂર્ય દર્શન બિલ્ડીંગના બીજા માળે ગતરોજ સામાન્ય બાબતે એક ભાઈ દ્વારા બીજા ભાઈની હત્યાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો:- ઝારખંડથી માત્ર આ કામ માટે વિમાનમાં બેસી આવતા ગુજરાત, પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

કતારગામમાં રહેતા જગદીશ એસ્ટેટ્સ ખાતે આવેલા એક ડાયમંડના કારખાનામાં કામ કરતા બે ભાઈ બાબુ અને જશુ ઠાકોરને જમવા બાબતે ઝગડો થયો હતો. બંન્ને ભાઇઓ વચ્ચે સામાન્ય બાબતથી શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બોલાચાલીમાં પરિણમ્યો હતો. જેમાં નાના ભાઇ જશુએ મોટા ભાઇ બાબુ પર ડાયમંડ ઘસવાના ઓજારથી હુમલો કર્યો હતો.

આ પણ વાંચો:- ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલની પુર્વઆયોજીત હત્યા, હત્યારાનું નામ ખુલતા ગ્રામજનોમાં આક્રોશ

જેથી મોટા ભાઇની ઘટનાસ્થળે જ મોત નીપજી હતી. બનાવની જાણ થતા દોડી ગયેલી કતારગામ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હાલ તો પોલીસે જસુ ઠાકોર અને બીજા એક મિત્રની ધરપકડ કરી લીધી અને તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More