Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: ઉબેર ઇટ્સની ફૂડ ડિલિવરી કરવા નીકળેલા યુવાનને મળ્યું મોત

સુરત: અઠવા લાઇન્સમાં ન્યૂ કોર્ટ સામે આવેલા ઓલપાડી મહોલ્લામાં ઝાડ પડતા એક યુવકનું મોત નીપજ્યું છે. વર્ષોથી આ વડનું ઝાડ એ જગ્યાએ ઊભું હતું. ત્યારે કોઇ અગમ્ય કારણોસર ઝાડ પડ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ફાય વિભાગ ઘટના સ્થળે દોડી આવી હતી

સુરત: ઉબેર ઇટ્સની ફૂડ ડિલિવરી કરવા નીકળેલા યુવાનને મળ્યું મોત

ચેતન પટેલ, સુરત: અઠવા લાઇન્સમાં ન્યૂ કોર્ટ સામે આવેલા ઓલપાડી મહોલ્લામાં ઝાડ પડતા એક યુવકનું મોત નીપજ્યું છે. વર્ષોથી આ વડનું ઝાડ એ જગ્યાએ ઊભું હતું. ત્યારે કોઇ અગમ્ય કારણોસર ઝાડ પડ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ફાય વિભાગ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, ઘટનાસ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:- ઉછીના પૈસા આપતા પહેલા સો વાર કરજો વિચાર, સુરતની ઘટનામાંથી લેવા જેવી છે શીખ

સલાબતપુરા ચાંદ ખાટકીની ચાલીમાં રહેતા રહેમાન ગુલામ મોહમદ ભોરનીયા ઉબેર નામની ફૂડ સપ્લાય કરતી કંપનીમાં કામ કરતો હતો. 15મી ઓગસ્ટના રોજ અડાજણ બ્રાન્ચ પરથી ઘોડાદોડ રોડ નજીક ફૂડની ડિલેવરી આપવા જતો હતો. ત્યારે અચાનક લાલ બંગલો નજીક એક ઝાડ તે દરમિયાન તૂટી પડ્યું હતું.

આ પણ વાંચો:- રાષ્ટ્રગાન સાથે ભારત ઝિંદાબાદના નારા ‘મક્કા’માં ગુંજ્યા, કરાયું ધ્વજવંદન

ઝાડ તૂટી પડતા ઇજાગ્રસ્ત થયેલા ગુલામ મોહમદ ભોરનીયાને તાત્કાલીક 108ની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ ફાયર વિભાગની ટીમ દ્વારા ઝડાનું કટીંગ કરી તેને રોડની સાઇડ પર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જુઓ Live TV:- 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More