Home> Gujarat
Advertisement
Prev
Next

અધધધ!!! 17 કરોડના સોના સાથે સુરતનો શખ્સ સૂર્યનગરી ટ્રેનમાંથી પકડાયો

મનીષ કુમાર નામનો આ શખ્સ મુંબઈથી આંગડિયાનું પાર્સલ લઈને ટ્રેનના એસ-9 કોચમાં જનરલ ટિકિટ લઈ મુસાફરી કરતો હતો, આરપીએફના હાથે ઝડપાયો 

અધધધ!!! 17 કરોડના સોના સાથે સુરતનો શખ્સ સૂર્યનગરી ટ્રેનમાંથી પકડાયો

સુરતઃ કલ્પના પણ ન કરી શકાય એટલી કિંમતનું સોના સાથે એક શખ્સ ટ્રેનમાં એસ-9 કોચમાં જનરલ ટિકિટ પર મુસાફરી કરતો હતો. મુંબઈથી અમદાવાદ જતી સૂર્યનગરી ટ્રેનમાં શંકાના આધારે જ્યારે સુરત આરપીએફ દ્વારા તેના થેલાની તપાસ કરવામાં આવી તો તેમાં રહેલું સોનું જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. ત્યાર બાદ આ સોનાની કિંમત રૂ.17 કરોડની થતાં પોલીસના આશ્ચર્યનો પાર રહ્યો ન હતો. 

સુરત આરપીએફ દ્વારા રૂટીન તપાસ દરમિયાન સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં એસ-9 રિઝર્વ સામાન્ય ટીકીટ પર મુસાફરી કરી રહેલા એક યુવાન પર ટિકિટ ચેકરને શંકા ગઈ હતી. આથી તેમણે સુરત સ્ટેશન પર આરપીએફને બોલાવીને આ બાબતે જાણ કરી હતી. પોલીસે તેને અટકમાં લઈને તેના થેલાની તપાસ કરી હતી. થેલામાં રહેલું સોનું જોઈને પોલીસ ચોંકી ગઈ હતી. પોલીસે જ્યારે તપાસ કરી તો તેની પાસેથી મનીષકુમાર નામ લેખલું આધાર કાર્ડ મળી આવ્યું હતું. 

fallbacks

આરપીએફે યુવકને સુરત પોલીસને સોંપ્યો હતો. સુરત પોલીસની પુછપરછમાં યુવાને જણાવ્યું કે, તેનું નામ મનીષ કુમાર છે અને સુરતના જ મહિધરપુરાનો રહેવાસી છે. તે મુંબઈથી આંગડિયાનું પાર્સલ લઈને ટ્રેનના એસ-9 નંબરના રિઝર્વ કોચમાં જનરલ ટિકિટ લઈને આવી રહ્યો હતો. પોલીસે મનીષ પાસેથી પકડાયેલા સોના અંગે પુરાવા માગ્યા હતા, પંરતુ તે આ આપવામાં નિષ્ફળ ગયો હતો. 

હવે, સુરત પોલીસ તેને બોરીવલી પોલીસને સોંપી દેશે, જ્યાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આટલું બધું સોનું કોનું છે અને ક્યાં આપવાનું હતું તેના અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More