Home> Gujarat
Advertisement
Prev
Next

ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્રમાં બનાવો કારકિર્દી, ઓછી મહેનતે બની શકશો લાખોના પગારદાર

તમને ભૂખ લાગી હોય તો ભોજન, તમારે બહાર જવું હોય તો વાહન વ્યવહારની વ્યવસ્થા સહિતની કોઈ પણ વસ્તુ કે સેવાનો લાભ હવે તમે ઘરે બેઠા ઓનલાઈન લઈ શકો છો. પહેલાંના સમયમાં કોઈ પણ વસ્તુની જાહેરાત કરવા પોસ્ટર, ટેમ્પ્લેટ અને જાહેરાતો આપવામાં આવતી હતી.

ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્રમાં બનાવો કારકિર્દી, ઓછી મહેનતે બની શકશો લાખોના પગારદાર

આજના આધુનિક યુગમાં ટેક્નોલોજીની ડગલને પગલે જરૂર પડે છે. ટેક્નોલોજીના ઉપયોગ વગર કોઈ પણ કામ કરવું શક્ય નથી. ત્યારે રાશન, કપડાં, ઈલેક્ટ્રીક ઉપકરણો, ઘરના ઉપકરણો વગેરે જેવી દરેક વસ્તુ લેવા માટે બજારમાં ધક્કા ખાવાનું હવે ભૂતકાળ બન્યું છે. ટેક્નોલોજીના લીધે હવે તમે ઘરે બેઠા બેઠા મોબાઈલ હાથમાં લઈને કોઈ પણ વસ્તુ ઓર્ડર કરી શકો છો. ટેક્નોલોજીના વધતા વ્યાપથી આજના સમયમાં ડિજિટલ માર્કેટિંગ ઉદ્યોગ 36 હજાર કરોડનો થઈ ગયો છે. ત્યારે તમે પણ નોકરી શોધી રહ્યા હો તો ડિજિટલ માર્કેટિંગના કોર્સથી સફળ કારકિર્દી બનાવી શકો છો. 

તમને ભૂખ લાગી હોય તો ભોજન, તમારે બહાર જવું હોય તો વાહન વ્યવહારની વ્યવસ્થા સહિતની કોઈ પણ વસ્તુ કે સેવાનો લાભ હવે તમે ઘરે બેઠા ઓનલાઈન લઈ શકો છો. પહેલાંના સમયમાં કોઈ પણ વસ્તુની જાહેરાત કરવા પોસ્ટર, ટેમ્પ્લેટ અને જાહેરાતો આપવામાં આવતી હતી. પરંતુ ટેક્નોલોજીના લીધે હવે તેનું સ્થાન સોશિયલ મીડિયાએ લઈ લીધું છે.  આજના સમયમાં ગુગલ પર કોઈ પણ વસ્તુ સર્ચ કરો છો તો તેમાં ડિજિટલ માર્કેટિંગનો મોટો રોલ હોય છે. ડિજિટલ સેક્ટરમાં એસઈઓ એક્સપર્ટ, કન્ટેન્ટ માર્કેટર, એસઈએમ એક્સપર્ટ જેવી અનેક જગ્યા પર લાખોના પેકેજ પર યુવાનોને હાયર કરવામાં આવી રહ્યા છે. ત્યારે તમે પણ નોકરી કરીને સારો પગાર મેળવવા માગતો હો તો એડવાન્સ્ડ ડિજિટલ માર્કેટિંગ કોર્સથી સફળતા મેળવી શકો છો.

કોર્સ કર્યા પછી આ 6 ફિલ્ડમાં કરિયર બનાવો
SEO નિષ્ણાત: આજના સમયમાં કોઈ પણ વ્યવસાયને ઑનલાઇન લાવવા માટે SEO નિષ્ણાતની જરૂર છે. આ નિષ્ણાતો વેબસાઈટ અથવા યુટ્યુબને ગુગલ પર ઉચ્ચ રેન્કિંગ પર લાવે છે. તેમનો પ્રારંભિક પગાર દર મહિને 25,000 રૂપિયાની આસપાસ છે.

સોશિયલ મીડિયા મેનેજર: સોશિયલ મીડિયા મેનેજર કંપનીના ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, લિંક્ડઈન, ટેલિગ્રામ, યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટનું સંચાલન કરવા માટે કામ કરે છે. તેમનો પ્રારંભિક પગાર દર મહિને 25,000 રૂપિયાની આસપાસ છે.

કન્ટેન માર્કેટર: કન્ટેન એ કોઈ પણ કંપનીની કરોડ રજ્જુ છે. કન્ટેન્ટ માર્કેટર્સ નક્કી કરે છે કે કંપની વિશે કેવા પ્રકારની સામગ્રી લોકો સુધી જશે. આ સાથે ફોટો, વીડિયો, પોડકાસ્ટ વગેરેના ફોર્મેટમાં આકર્ષક સામગ્રી તૈયાર કરવાની જવાબદારી પણ તેમની છે. કન્ટેન્ટ માર્કેટર્સનો દર મહિને પ્રારંભિક પગાર 55 હજાર રૂપિયા હોય છે.

PPC નિષ્ણાત: જાહેરાતના માધ્યમથી ટાર્ગેટ ગ્રાહકો સુધી મોબાઈલ, લેપટોલ સહિતની કોઈ પણ વસ્તુ પહોંચાડવાનું કામ PPC નિષ્ણાત કરે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ બ્રાન્ડને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે છે. સાથે બ્રાન્ડ અંગે જાગરૂકતા વધારી વેબસાઈટ પર વધુ ટ્રાફિક મળે તેવા પ્રયાસ કરે છે. PPC નિષ્ણાતનો શરૂઆતનો પગાર દર મહિને 31 હજાર રૂપિયા છે.

પબ્લિક રિલેશનઃ કોઈપણ કંપની અને લોકો વચ્ચે સંકલન કરવાનું કામ પબ્લિક રિલેશન મેનેજરે કરવાનું હોય છે. સારી કોમ્યુનિકેશન સ્કીલ્સ દ્વારા તેઓ લોકોમાં કંપનીની ઈમેજને વધુ સારી રીતે રજૂ કરવામાં સક્ષમ હોય છે. તેમનો શરૂઆતનો પગાર દર મહિને 41 હજાર રૂપિયા છે.

ઈ-મેઈલ માર્કેટર: ડિજિટલ માર્કેટિંગના એક સ્વરૂપને ઈ-મેલ માર્કેટિંગ કહેવામાં આવે છે. જેમાં જાહેરાતો, પોસ્ટરો, સર્વેક્ષણો વગેરેનો ઉપયોગ ગ્રાહકોમાં ઉત્પાદનો અથવા સેવાઓને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવે છે. ઉત્પાદનનું વેચાણ વધારવાનો આ શ્રેષ્ઠ માધ્યમ છે. ઈ-મેઈલ માર્કેટરનો શરૂઆતનો પગાર દર મહિને 33 હજાર રૂપિયા છે.

આ કોર્સમાં શું ખાસ છે?
100% પ્લેસમેન્ટ સહાય
100 કલાક લાઈવ ઈન્ટરેક્ટિવ વર્ગો
20થી વધુ શીખવાના સાધનો
8+ લાઈવ પ્રોજેક્ટ્સ
ગુગલ પ્રમાણિત અનુભવી ફેકલ્ટી દ્વારા તાલીમ
મૂજવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા સાપ્તાહિક ક્લાસિસ
નિષ્ણાતો સાથે માસ્ટર ક્લાસ
કોમ્પ્લીમેન્ટરી કોર્સ-સોફ્ટ સ્કીલ્સ

સફળતા સાથે તમારી કારકિર્દી બનાવો
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો, ડિજિટલ માર્કેટિંગ, ગ્રાફિક્સ ડિઝાઈનિંગ જેવા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માગતા યુવાનો વધુ સારી તૈયારી માટે સફળતા ડોટ કોમની મદદ લઈ શકે છે. હાલમાં ઘણા ટેકનિકલ અભ્યાસક્રમો સાથે યુપી કોન્સ્ટેબલ, યુપી લેખપાલ અને અન્ય ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના અભ્યાસક્રમો પણ વર્ષોનો અનુભવ ધરાવતા નિષ્ણાતો અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સફળતા પૂર્વક ચલાવવામાં આવી રહ્યા છે.  

જો તમે પણ ખાનગી કે સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારે એક વાર success.comની વિઝિટ કરવી જોઈએ. જેમાં તમે તમારી પસંદગીના  કોર્સમાં એડમિશન લઈ સફતા પૂર્વક કારકિર્દી બનાવી શકો છો.  જેના માટે તમે તમારા ફોન પર safalta એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ આ અભ્યાસક્રમોમાં જોડાઈ શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More