Home> Gujarat
Advertisement
Prev
Next

ખંભાતમાં અશાંતધારો લાગુ, ગૃહ રાજ્યમંત્રીની મોટી જાહેરાત

ખંભાત શહેરમાં રવિવારે ફાટી નીકળેલા તોફાનોના બે દિવસ બાદ આજે પણ અજંપાભરી શાંતિ રહી હતી. ખંભાતની હાલની સ્થિતિને જોતાં ત્યાં અશાંતધારો લાગુ કરવાની ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે.

ખંભાતમાં અશાંતધારો લાગુ, ગૃહ રાજ્યમંત્રીની મોટી જાહેરાત

ખંભાત : ખંભાત શહેરમાં રવિવારે ફાટી નીકળેલા તોફાનોના બે દિવસ બાદ આજે પણ અજંપાભરી શાંતિ રહી હતી. ખંભાતની હાલની સ્થિતિને જોતાં ત્યાં અશાંતધારો લાગુ કરવાની ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. આનો સીધો મતલબ એ થયો કે ખંભાતમાં હવેથી કોઈ પણ મકાનની લે-વેચ કરતાં પહેલાં જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી પડશે. આ મામલામાં પોલીસ વડા શિવાનંદ ઝાને પણ ખંભાત મોકલ્યા છે. આ સિવાય અમદાવાદના ટ્રાફિક ડીસીપીને હંગામી ધોરણે આણંદ એસપી તરીકે મુકવામાં આવ્યા છે. RAF(રેપિડ એક્શન ફોર્સ) અને એસઆરપી(સ્ટેટ રિઝર્વ પોલીસ)નો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવીને 47 તોફાનીની ધરપકડ કરાઈ છે.

આ ફુલોમાં છે ગજબનો જાદૂ, શરીરને પહોંચાડે છે જબરદસ્ત ફાયદો

ખંભાત શહેરમાં હિન્દુ સમુદાય દ્વારા આજે ખંભાત બંધનું એલાન આપાયું હતું અને મોટી સંખ્યામાં લોકો ગવારા ટાવર પાસે ભેગા થયા હતા. અહીયા વિવિધ સંગઠનો દ્વારા રેલીને સંબોધ્યા બાદ રેલી નીકળી હતી ત્યારે રેલીમાં જોડાયેલા તોફાની ટોળાઓ દ્વારા ભારે પથ્થરમારો કરી એક મકાનને આગ ચાંપી હતી તેમજ ત્રણ જેટલા કેબીનોની તોડફોડ કરી સ્કુટર, મોટરસાયકલ જેવા વાહનોને આગચંપી હતી. આ ઘટના પછી મામલો બેકાબૂ બન્યો હતો. પોલીસ દ્વારા માંડમાંડ઼ રેલીને વિખેરી દેવામાં આવી હતી અને રેપીડ એક્શન ફોર્સ તેમજ એસઆરપીના જવાનોએ સમગ્ર શહેરમાં પેટ્રોલિંગ સઘન કરી દીધું હતું.

ખંભાત બળ્યું ભડકે ત્યારે ગુજરાત કોંગ્રેસે આપી દીધું મોટું નિવેદન, સરકાર વિશે કહ્યું કે...

નોંધનીય છે કે ખંભાત શહેરથી રવિવારે બે જૂથ વચ્ચે થયેલી અથડામણ બાદ સમગ્ર વિસ્તારમાં તોફાન ફેલાઈ ગયા હતા. આ મામલે આણંદ પોલીસે 45 જેટલા લોકોની ધરપકડ કરી છે. આ જૂથ અથડામણમાં ચાર મહિલા પોલીસ સહિત 13 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ મામલે 4 અલગ-અલગ ગુનાઓ નોંધ્યા છે. ચુનારા સમાજ અને મુસ્લિમ સમાજના 1000 લોકોના ટોળાની સાથે 95 જેટલા લોકોના નામનો આરોપીઓ તરીકે ઉલ્લેખ કરાયો છે. ખંભાત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 33 આરોપીઓએ ટોળા સાથે મળીને અકબરપુરામાં આવેલી મસ્જિદ અને દરગાહમાં તોડફોડ કરી હતી. અન્ય 7 લોકોના ગ્રુપે ભાવસારવાડ એરિયામાં મંદિરમાં તોડફોડ કરી હતી. અન્ય 45 લોકોના ટોળાનો ભોઈબારી વિસ્તારમાં તોફાન કર્યા, જ્યારે અન્ય 10ની શહેરના લાલ દરવાજા વિસ્તારમાં તોફાન કરવા મામલે ધરપકડ કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More