Home> Gujarat
Advertisement
Prev
Next

MAHUDHA Gujarat Chutani Result 2022 મહુધા બેઠક ભાજપની શાનદાર જીત, ઉજવણી શરૂ

MAHUDHA Gujarat Vidhan Sabha Chunav Result 2022: મહુધા વિધાનસભા બેઠક પર 1,27,582 પુરૂષ મતદારો છે. જ્યારે  1,22,930  મહિલા મતદારો છે. મહુધા વિધાનસભા બેઠક પર 2,50,521 મતદારો છે.

MAHUDHA Gujarat Chutani Result 2022 મહુધા બેઠક ભાજપની શાનદાર જીત, ઉજવણી શરૂ

MAHUDHA Gujarat Vidhan Sabha Chunav Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. ગુજરાતના ઈતિહાસની અત્યાર સુધીની આ સૌથી અલગ પ્રકારની ચૂંટણી બની રહેશે. કારણકે, અત્યાર સુધી ગુજરાતમાં વર્ષોથી ભાજપ-કોંગ્રેસ આ બન્ને મુખ્ય રાજકીય પક્ષો જ સામ-સામે લડતા દેખાતા હતાં. જોકે, આ વર્ષે તસવીર બદલાઈ ગઈ છે. અને હવે આમ આદમી પાર્ટી પિચ્ચરમાં આવતા ગુજરાતની તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જામ્યો છે. ત્યારે જોઈએ મતદારોએ કઈ તરફ પસંદગીનો કળશ ઢોળે છે. શું કોંગ્રેસના હાથને મળે છે મતદારોનો સાથ? દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં ચાલશે મફતની રેવડી અને ઝાડુનો જાદુ? કે પછી ફરી એકવાર ગુજરાતમાં ખિલશે કમળ? ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આજે પરિણામનો દિવસ છે. જાણો પરિવર્તન કે પુનરાવર્તન.

મહુધા વિધાનસભાનું પરિણામઃ

ખેડા જિલ્લાની મહુધા વિધાનસભા સીટ પર ભાજપની જીત. ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહિડાને વિકાસના નામે મત મેળવ્યાં.

મહુધા Gujarat Chunav Result 2022: મહુધા વિધાનસભા બેઠક (ખેડા)
ખેડાની મહુધા બેઠક ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થાય છે. મહુધા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 25 વર્ષમાં પ્રથમ વખત જીત હાંસલ કરી છે. આ બેઠક પર જ્ઞાતિગત સમીકરણની વાત કરીએ તો આ બેઠક પર  ઠાકોર, ક્ષત્રિય અને પાટીદાર સમાજની પકડ છે. 

2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે સંજયસિંહ મહિડાને ટિકિટ આપી છે. તો કૉંગ્રેસે ઈન્દ્રજિતસિંહ પરમારને રિપીટ કર્યાં છે. તો આમ આદમી પાર્ટીએ રવજી વાઘેલાને ટિકિટ આપી છે. 

2017ની ચૂંટણી
મહુધાના ઈતિહાસની વાત કરીએ તો 2017માં કૉંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રજીતસિંહ પરમારને 78,006 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ભરતસિંહ પરમારને  64,405 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર ભરતસિંહ પરમાર 13,601 મતોથી હાર્યા હતા.

2012ની ચૂંટણી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર નટવરસિંહ ઠાકોરને 58,373 મત મળ્યા હતા. તો ભાજપના ઉમેદવાર  ખુમાણસિંહ સોઢાને  45,143 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર ખુમાણસિંહ સોઢા 13,230 મતોથી હાર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More