Home> Gujarat
Advertisement
Prev
Next

Maharshtra Political Crisis : શિવસેનાને વધુ એક ધક્કો, સત્તા બચાવવાની લડાઈ વચ્ચે વધુ 2 ધારાસભ્યો સુરત પહોંચ્યા

Marasrat Political Crises : ઉદ્ધવ સરકારને એક બાદ એક ઝટકા... યોગેશ કદમ બાદ નિર્મલા ગાવિત સુરત પહોંચ્યા... હજુ પણ વધુ MLA સુરત આવે તેવી પુરી શક્યતાઓ..

Maharshtra Political Crisis : શિવસેનાને વધુ એક ધક્કો, સત્તા બચાવવાની લડાઈ વચ્ચે વધુ 2 ધારાસભ્યો સુરત પહોંચ્યા

તેજશ મોદી/સુરત :મહારાષ્ટ્રમાં હાલ ઉદ્વવ ઠાકરેની સત્તા હાલકડોલક છે. શિવસેનાની સરકાર ગમે ત્યારે ભાંગી પડે તેવી સ્થિતિમાં છે. ગુવાહાટી પહોંચેલા એકનાથ શિંદેએ દાવો કર્યો કે, તેમની સાથે 46 ધારાસભ્યો છે. તેમાં શિવસેના અને નિર્દળીય ધારાસભ્યો સામેલ છે. કારણ કે, તેઓ એનસીપી-કોંગ્રેસના ગઠબંધનથી નારાજ છે. ત્યારે આ વચ્ચે શિવસેનાના વધુ 2 ધારાસભ્ય તૂટ્યા છે. મહારાષ્ટ્રમાં ઉથલપાથલ વચ્ચે બે ધારાસભ્યો સુરત પહોંચ્યા છે. યોગેશ કદમ અને નિર્મલા ગાવિત સુરત પહોંચ્યા છે. 

ઉદ્ધવ સરકારને વધુ એક ફટકો મળ્યો છે. મુંબઈથી બે ધારાસભ્યો સુરત પહોંચ્યા છે. જેમાં યોગેશ કદમ બાદ નિર્મલા ગાવિતે પણ સુરતમાં ધામા નાંખ્યા છે. ત્યારે બે MLA બાદ ત્રીજા ધારાસભ્ય સુરત પણ આવી શકે છે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે. હાલ તમામની લા મેરેડિયન ખાતે રહેવાની વ્યવસ્થા કરાઈ છે. 

આ પણ વાંચો : મોડી રાતે મોઢું છુપાઈને સુરતની હોટલમાંથી નીકળ્યા હતા શિવસેનાના ધારાસભ્યો, ચૂપચાપ કારમાં જઈ બેસ્યા હતા

યોગેશ કદમને પાર્ટીથી સાઈડલાઈન કરાયા હતા
મહારાષ્ટ્રમાં સત્તાના સંગ્રામ વચ્ચે યોગેશ કદમ મુંબઈથી ગુવાહાટી જવા રવાના થયા છે તેવુ જાણવા મળ્યુ હતું. પરંતુ તેઓ સુરત પહોંચ્યા છે. એકનાથ શિંદે સાથે કોંકણના એક પણ ધારાસભ્ય નથી તેવુ કહેવાતુ હતુ. પરંતુ આ વચ્ચે દાપોલીના ધારાસભ્ય યોગેશ કદમ આ વચ્ચે સુરત પહોંચ્યા છે. જેથી સાબિત થઈ ગયુ કે તેમણે પણ શિવસેના સામે વિરોધનો સૂર આલાપ્યો છે. યોગેશ કદમ અને તેમના પિતા રામદાસ કદમને પાર્ટીથી લાંબા સમયથી કિનારે કરાયા હતા. અનેક પ્રસંગોએ યોગેશ કદમને સાઈડલાઈન કરાયા હતા. પરંતુ આ વચ્ચે ગત મહિને એકનાથ શિંદે દાપોલી આવ્યા હતા, અને તેઓ યોગેશ કદમ તથા રામદાસ કદમને મળ્યા હતા અને તેમને પીઠબળ આપ્યુ હતું. 

મહારાષ્ટ્રના રિસોર્ટ પોલિટિક્સ વચ્ચે મોટા સમાચાર
મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણ વચ્ચે નીતિન દેશમુખે મોટો આરોપ મૂક્યો છે કે, સુરતમાં તેમને નજર કેદ કરાયો. તબિયત સારી હોવા છતાં જબરદસ્તી હોસ્પિટલ લઈ જવાયો હતો. સુરતથી નીકળીને નાગપુર પહોંચેલા નીતિન દેશમુખે મીડિયા સામે કહ્યુ કે, સુરતમાં મને નજરકેદ કરવામાં આવ્યો હતો. સુરતમાં મારી તબિયત બગડી જ ન હતી. સુરતમાં મને જબરદસ્તી હોસ્પિટલ લઈ જવાયો. મને કોઈ પણ પ્રકારથી હાર્ટ અટેક આવ્યો ન હતો. BP અથવા સુગરની પણ કોઈ તકલીફ થઈ જ નથી. 20-25 લોકોએ મને પકડીને ઈન્જેક્શન આપ્યુ હતુ. મહત્વનું છે કે, ગઈકાલે એકનાથ શિંદે સાથે નીતિન દેશમુખ પણ સુરતમાં પહોંચ્યા હતા. સુરતમાં તેમની તબિયત લથડવાના કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે હવે તેઓ સુરતથી નાગપુરમાં પહોંચ્યા છે. નાગપુર પહોંચ્યાની સાથે જ તેમણે સમગ્ર મામલે ખુલાસો કરતા કહ્યું કે, મારી તબિયત બગડી ન હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More