Home> Gujarat
Advertisement
Prev
Next

રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોની મહારેલી, ગુજરાત બહાર વકરશે આંદોલન, ક્ષત્રિયો આકરા પાણીએ

Parashottam Rupala Controversy: પરશોત્તમ રુપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી છે. રેસકોર્ષથી આ વિશાળ રેલીની શરુઆત થઈ હતી. આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. રુપાલની ટિકીટ રદ્દ કરોના નારા સાથે રેલી નિકળી હતી.

રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોની મહારેલી, ગુજરાત બહાર વકરશે આંદોલન, ક્ષત્રિયો આકરા પાણીએ

Parashottam Rupala Controversy: ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલાના વિવાદિત નિવેદન બાદ આ મામલો શાંત પડવાનું નામ લઇ રહ્યો નથી. ક્ષત્રિય સમાજનો આક્રોશ સાતમા આસમાને છે. રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજની આ મહારેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરૂષો જોડાયા છે. પુરુષો કેસરી સાફા અને મહિલાઓ કેસરી સાડીમાં  જોવા મળી હતી. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રુપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે.

ધાનાણીને લાભ લેવો હોય તો લઈ લે...', રૂપાલા વિવાદ પર વિજય રૂપાણીનું મહત્વપૂર્ણ નિવેદન

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી છે. રેસકોર્ષથી આ વિશાળ રેલીની શરુઆત થઈ હતી. આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. રુપાલની ટિકીટ રદ્દ કરોના નારા સાથે રેલી નિકળી હતી. ક્ષત્રિય સમાજને રાજકોટમાં મહારેલી યોજવાની કલેક્ટર તંત્રએ મંજૂરી આપી દીધી છે, જેના પગલે બહુમાળી ચોક ખાતે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જ્યાં વોટર કેનન અને વજ્ર વાહનો તકેદારીના ભાગ રૂપે રાખવામાં આવ્યા છે. સાથે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તમામ તકેદારીઓ પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. 

આ વર્ષે ગુજરાત સહિત દેશમાં ચોમાસું રહેશે 'ટનાટન'! પણ હાલ આ વિસ્તારો પર સંકટના એંધાણ

તમને જણાવી દઈએ કે પરષોત્તમ રૂપાલાએ કરેલી વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે. તેઓ એક જ માંગ પર અડગ છે કે ભાજપ રૂપાલાની ટિકિટ પરત ખેંચે. જેને લઈ વિવિધ સંમેલનો તેમજ આવેદન પત્ર પાઠવવાનું ચાલી રહ્યું છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજ રાજકોટમાં મહારેલી યોજવાની તૈયારી કરી રહ્યું છે. જે રેલીને લઈ તેમને મંજૂરી પણ મળી ગઈ છે. ત્યારે રેસકોર્સ રોડ થઇને કલેક્ટર કચેરીએ ક્ષત્રિય સમાજ જશે ત્યાં આવેદ પત્ર પાઠવવામાં આવશે.

એમના વિરોધથી 5-50 હજાર મતનો ફર્ક પડે, ભાજપ 26માંથી 26 બેઠકો જીતવાની છે, પાટીદારનો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More