Home> Gujarat
Advertisement
Prev
Next

MP મુખ્યમંત્રી શિવરાજસિંહ ભરૂચની મુલાકાતે, નર્મદા પાર્ક ખાતે કરી "માં નર્મદા મૈયા'ની પૂજા અર્ચના

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ (MP CM) ભરૂચના નર્મદા પાર્ક (Narmada Park) ખાતે "માં નર્મદા મૈયા' નું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. શિવરાજસિંહ ચૌહાણે (Shivraj Singh Chauhan) નિલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક દર્શન કરી સૌના કલ્યાણની કામના કરી હતી

MP મુખ્યમંત્રી શિવરાજસિંહ ભરૂચની મુલાકાતે, નર્મદા પાર્ક ખાતે કરી

ભરત ચુડાસમા/ ભરુચ: મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ (MP CM) ભરૂચના નર્મદા પાર્ક (Narmada Park) ખાતે "માં નર્મદા મૈયા' નું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. શિવરાજસિંહ ચૌહાણે (Shivraj Singh Chauhan) નિલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક દર્શન કરી સૌના કલ્યાણની કામના કરી હતી. આ સમયે તેમની સાથે તેમના ધર્મપત્ની પણ ઉપસ્થિત હતા. ભરૂચ (Bharuch) જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એમપીના મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.

શિવરાજસિંહનું (Shivraj Singh Chauhan) સ્વાગત જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ડૉ. એમ.ડી.મોઢિયા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા મંત્રી નિશાંતભાઈ મોદી દ્વારા જી.એન.એફ.સી. હેલિપેડ ખાતે પુષ્પગુચ્છ વડે સ્વાગત કર્યુ હતું. જી.એન.એફ.સી. હેલિપેડ, નર્મદા પાર્ક (Narmada Park) અને નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓએ હાજરી આપી હતી.

આ પણ વાંચો:- જાતિ સર્ટિફિકેટ મામલે રાજકારણ ગરમાયું, ભાજપ ઉમેદવાર પર ઉઠ્યા સવાલ

શિવરાજસિંહ (Shivraj Singh Chauhan) રાત્રી રોકાણ જી.એન.એફ.સી. ગેસ્ટહાઉસમાં કરશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી (MP CM) શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે તારીખ 1 એપ્રિલ ના રોજ સવારે 7.15 થી 9.30 કલાક દરમિયાન જીએમબી રો રો ફેરી જેટી ખાતે નર્મદા સંગમ દર્શન-પૂજન વિધિમાં ભાગ લેશે. ત્યાર બાદ બપોરે 10.45 થી 12.45 ભરૂચના મનન આશ્રમની મુલાકાત લેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More