Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ફરી લંપી વાયરસનો કાળો કહેર; આ ગામડાઓમાં મોટું સંકટ, એકસાથે 15 પશુઓના મોતથી ફફડાટ

Lumpy Virus In Surat News: ગુજરાતમાં ફરી એકવાર લમ્પી વાયરસની એન્ટ્રી થતાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યા છે. માત્ર એક જ ગામમાં 15 જેટલા પશુઓના લંપી વાયરસને કારણે મોત થયા છે. સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.

 ગુજરાતમાં ફરી લંપી વાયરસનો કાળો કહેર; આ ગામડાઓમાં મોટું સંકટ, એકસાથે 15 પશુઓના મોતથી ફફડાટ

ચેતન પટેલ/સુરત: સુરત જિલ્લામાં લંપી વાયરસનો કહેર જોવા મળ્યો છે. માંગરોળ તાલુકામાં 15 જેટલા પશુઓના મોત નિપજ્યા છે. જોકે સરકાર નો પશુ પાલન વિભાગે મોડે મોડે જાગ્યો છે. 15 પશુઓના મોત બાદ સર્વેની કામગીરી કરવા પહોંચ્યા, મુખ્યત્વે લોકો પશુ પાલન પર નિર્ભર રહે છે. ત્યારે ઢીલી કામગીરી ને લઈ ને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. 

રાજકારણ! ભાજપ માટે કહી ખુશી કહી ગમ : કોંગ્રેસ માટે ખુશખબર, બદલાયા સમીકરણો

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં લંપી વાયરસે કહેર માં મચાવ્યો હતો. જોકે હવે સુરત જિલ્લામાં લંપી વાયરસે કહેર મચાવ્યો છે. જિલ્લાના માંડવી બાદ હવે માંગરોળ તાલુકામાં લંપી વાયરસે કહેર મચાવ્યો છે. ગ્રામજનોએ છેલ્લા એક મહિનાથી લંપી વાયરસને કાબુમાં લેવા મથામણ કરી રહ્યાં છે. પશુપાલન વિભાગે જાણ કરવા છતાં પોતાની ઓફીસ માંથી મોડે મોડે જાગેલી પશુ પાલન અધિકારી ની ટિમ સ્થળ પહોંચી 15 પશુના મોત બાદ સ્થળ પર પહોંચી સર્વેની કામગીરી હાથ ધરી રહ્યું છે. વેરાકોઈ ગામના લોકો મુખ્યત્વે પશુ પાલનના ધંધા સાથે સંકળાયેલા લોકો છે. દુધાળા, ગાભણ, બળદ તેમજ વાછરડાઓના પણ મોત નિપજતા પશુ પાલકોની હાલત કફોડી બની છે. 

Aditya L-1 Mission: ચંદ્ર પછી હવે સૂરજનો વારો, બે સપ્ટેમ્બરે લોન્ચ થશે ઇસરોનું સૂર્ય

મહત્વનું છે કે તાલુકામાં લંપી વાયરસે કહેર વરર્તાતા સુમુલ ડેરીના વેટનરી વિભાગ દ્વારા પશુઓને વેક્સીનેશ તેમજ દવા વિતરણ ની કામગીર કરવામાં આવી રહી છે. તેમજ પશુ પાલકોને લંપી વાયરસ કાબુમાં લેવા માટે તેમજ અટકાવવા કેવા કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ તે અંગે સમજણ આપી રહ્યા છે. સુમૂલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લાના ના અસરગ્રસ્ત એવા વિસ્તાર ની મુલાકાત કરી દોઢ લાખ જેટલા પશુઓને લક્ષણ જોવામાં આવ્યા હતા. અને જેમાં નહીવત પશુઓના મોત નિપજ્યા હતા. 

શું અધવચ્ચે બંધ કરી શકાય તમારી LIC પોલિસી, શું હોય છે પ્રોસેસ કેટલું થશે નુકસાન

સુમુલ ડેરીના વેટનરી વિભાગ વેક્સીનેશ ની કામગીરી કરી રહ્યો છે. જોકે પશુ પાલકો કહી રહ્યા છે. વેક્સીનેશ માટે વપરાતી નિડલ (સોય) થીજ અન્ય પશુઓને ઓને પણ રસીકરણ કરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જોકે એકજ નિડલ સોયથી બીજા પશુનો રસીકરણ કરવામાં આવે તો ચેપ લાગી શકે છે. જેમ માણસો ઓને અલગ અલગ સુય નિડલ થી ઇન્જેક્શન મુકવામાં આવે તેજ પ્રકારે પશુઓને પણ ઇન્જેક્શન મુકવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. 15 જેટલા પશુઓના મોત તેમજ અન્ય પશુઓમાં જોવા મળેલા લંપી વાયરસના લક્ષણ બાદ પશુપાલન ટીમ સ્થળ પર પહોંચી સર્વેની કામગીરી હાથ ધરી રહી છે. 

આખરે શું ચાલી રહ્યું છે શરદ પવારના મનમાં? ભત્રીજા અજિત પવાર વિશે આપ્યું મોટું નિવેદન

મહત્વનું છે કે પશુ પાલન વિભાગના અધિકારીએ પોતે સુમુલ ડેરી સાથે સંકલન કરી કામગીરી કરી હોવાનો પોતાનો લુલો બચાવ કરતા પોતાની નિષ્ક્રિયતા ને છુપાવવા જવાબદારી માંથી છટકબારી કરી હતી. અને પોતે કામગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું જોકે બીજી તરફ ૧૫ જેટલા પશુઓના મોત નિપજી ચુક્યા છે. 

ચંદ્રયાન-3નો 615 કરોડનો ખર્ચ પણ આ કંપનીઓની માર્કેટકેપમાં 31 હજાર કરોડનો વધારો

માંગરોળ તાલુકો બહુલ આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. અને પશુપાલન ના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે લંપી વાયરસના કહેર ના કારણે પશુઓના મોત નિપજતા હાહાકાર મચી ચુક્યો છે. ત્યારે પશુપાલકો પોતાના આજીવિકા સમાન પશુઓને બચાવવા મથામણ કરી રહ્યા છે. ત્યારે પશુપાલકોને સહાય ચુકવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

ગુજરાતમાં ન્યાય સિસ્ટમમાં મોટો બદલાવ : પેન્ડિંગ અને જુના કેસ વિશે લેવાયો મોટો નિર્ણય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More