Home> Gujarat
Advertisement
Prev
Next

પોલીસ સ્ટેશનમાં પાંગર્યો હતો પ્રેમ, સુરતની મહિલા કોન્સ્ટેબલના આપઘાતમાં અંતે પોલીસ પ્રેમી સામે ગુનો નોંધાયો

Surat Woman Constable Suicide Case : સુરતમાં: સિંગણપોર મહિલા કોસ્ટેબલ આપઘાત મામલો, સિંગણપોર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોંય વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, પ્રશાંત અને હર્ષનાબેન છેલ્લા ઘણા સમયથી પ્રેમ સબંધ હતા

પોલીસ સ્ટેશનમાં પાંગર્યો હતો પ્રેમ, સુરતની મહિલા કોન્સ્ટેબલના આપઘાતમાં અંતે પોલીસ પ્રેમી સામે ગુનો નોંધાયો
Updated: Mar 26, 2024, 03:17 PM IST

Surat News ચેતન પટેલ/સુરત : સુરતના સિંગણપુર વિસ્તારમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાત કેસમાં આખરે પોલીસે પ્રેમી એવા પ્રશાંત ભોયે વિરુદ્ધ કલમ 376 અને વિશ્વાસઘાત અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલા કોન્સ્ટેબલના પિતાએ સિંગણપુર પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતના સિંગણપુર વિસ્તારમાં રેતી અને ત્યાંના સ્થાનિક પોલીસ મથકમાં હર્ષના ચૌધરી મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી. દરમિયાન ગત સોમવારના રોજ બપોરના સમયે તેને પોતાના ફ્લેટમાં આપઘાત કરી લીધો હતો. જ્યારે તેની રૂમ પાર્ટનર ત્યાં આવી ત્યારે ફ્લેટનો દરવાજો બંધ હતો ત્યારબાદ મહિલા મિત્રએ તેને ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેને કોઈપણ પ્રકારનો જવાબ આપ્યો ન હતો. જેથી મહિલા મિત્રએ તાત્કાલિક ધોરણે સિંગણપોર પોલીસને બોલાવી હતી. 

ભાજપે વચન પાળ્યું : પાંચ કોંગ્રેસી પક્ષપલટુઓને પેટાચૂંટણીમાં આપી ટિકિટ, જાણો ઉમેદવાર

સિંગણપોર પોલીસે દરવાજો નહીં ખોલતા તોડી નાંખવામાં આવ્યો હતો. જ્યાં હર્ષના ચૌધરીની લાશ જોતા પોલીસ કર્મીઓના પગ તળિયેથી જમીન સરકી પડી હતી. પોલીસ તપાસ દરમિયાન હર્ષનાએ આપઘાત કરતા પહેલા એક જ સ્યૂસાઈડ નોટ લખી હતી. જેમાં તેને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે મેં જે વિશ્વાસ કર્યો છે તે ખોટો વિશ્વાસ કર્યો હતો. પોલીસે આ સમગ્ર બનાવવામાં શરૂઆતના સમયે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે હર્ષના છેલ્લા દોઢથી બે વર્ષથી પ્રશાંત ભોયે નામના પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમ સંબંધ ધરાવતી હતી. પ્રશાંત શરૂઆતના સમયે સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો. જ્યાં બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં પ્રશાંતની બદલી સુરત સાઇબર ક્રાઇમમાં થઈ ગઈ હતી. આ દરમિયાન છેલ્લા એક મહિનાથી તેનો અકસ્માત થયો હોવાથી પ્રશાંત તેના વતન ડાંગ ખાતે રહેતો હતો. ડાંગમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા હોય પ્રશાંત હર્ષના સાથે વાત કરી શક્યો ન હતો. બાદમાં આપઘાતના બે દિવસ પહેલા પ્રશાંત સાયબર ક્રાઇમમાં હાજર થયો હતો. 

મળી મળીને તમને કોંગ્રેસનો જ ઉમેદવાર મળ્યો, શિસ્તબદ્ધ પાર્ટીમાં સાબરકાંઠા સળગ્યું

આ વચ્ચે હર્ષના પ્રશાંતને મળવા માટે મજબૂર કરી રહી હતી. જો કે પ્રશાંત હર્ષના મળવા માટે ગયો ન હતો. જેથી હર્ષાનાને માઠું લાગી આવતા તેને આપઘાત કરી લીધો હતો. બીજી તરફ આ સમગ્ર પ્રકરણની જાણ થતા હર્ષનાના પિતા સીંગણપોર પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં તેને પ્રશાંત વિરુદ્ધ દુષ્કર્મ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક ધોરણે હર્ષનાનો મોબાઇલ એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો હતો. બીજી તરફ પ્રશાંત વિરુદ્ધના જો પુરાવા પોલીસને મળશે તો તાત્કાલિક ધોરણે તેની ધરપકડ કરવામાં આવશે તેવું પોલીસે આશ્વાસન પણ આપ્યું છે.

ગુજરાતમાં 24 કલાકમાં 3 લોકો ઢળી પડ્યા, બહેનની દીકરીની સગાઈમાં આવેલી મહિલાનું મોત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે