Home> Gujarat
Advertisement
Prev
Next

142મી રથયાત્રની: ભગવાન જગન્નાથજીની હજારો કિલો મગના પ્રસાદીની તૈયારી શરૂ

ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. ત્યારે ભક્તોને રથયાત્રા દરમિયાન હજારો કિલો મગનો પ્રસાદ વહેંચવામાં આવે છે. તે મગની સફાઈની તૈયારી મહિલાઓ દ્વારા શરૂ કરી દેવાઈ છે.

142મી રથયાત્રની: ભગવાન જગન્નાથજીની હજારો કિલો મગના પ્રસાદીની તૈયારી શરૂ

ઉદય રંજન/અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. ત્યારે ભક્તોને રથયાત્રા દરમિયાન હજારો કિલો મગનો પ્રસાદ વહેંચવામાં આવે છે. તે મગની સફાઈની તૈયારી મહિલાઓ દ્વારા શરૂ કરી દેવાઈ છે.

ભગવાન જગન્નાથીજના ભક્તિમય ગીતો ગાતી આ મહિલાઓ રથયાત્રાની તૈયારીમાં લાગી છે. રથયાત્રામાં ભક્તજનોને હજારો કિલો મગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે હાલ રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપ મગને સાફ કરવાનું પણ શરુ થઈ ગયું છે. શહેરના ઓઢવ, બાપુનગર, સરસપુર, બહેરામપુરા, રબારીકોલોની જેવી વિવિધ જગ્યાએથી મોટી સંખ્યામાં મહિલાઓ આવે છે. અને મગ સાફ કરવાની તૈયારીમાં લાગી જાય છે.

રાજકોટ: સફાઇ કર્મચારીએ 15 વર્ષના દિવ્યાંગ સાથે આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

એવું કહેવાય છે કે મગ ચલાવે પગ... લાખો શ્રદ્ધાળુઓ પગપાળા રથયાત્રામાં જોડાય છે. મગને સ્વાસ્થ્ય માટે ખુબ જ અસરકારક માનવામાં આવી રહ્યાં છે અને તેથી જ ભક્તોને ફણગાવેલા મગનો પ્રસાદ વહેંચવામાં આવે છે. એકતરફ ભગવાન જગન્નાથજીના ભજન, ભક્તિ ગીતો સાથે મગની સફાઈની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જગન્નાથજી મંદિરનું વાતાવરણ જાણે જગન્નાથમય બની ગયું છે.

આસ્થાનો અજીબ કિસ્સો: ખોડિયાર મંદિરમાં ચોરી થયા બાદ જોવા મળ્યો ‘મગર’

કોઈ ભગવાનની પુજા અર્ચના કરીને તો કોઈ ભગવાનની સેવા કરીને ભક્તિ કરે છે. ત્યારે રથયાત્રાની તૈયારીઓમાં લાગેલી આ મહિલાઓ મગ સફાઈ સાથે ભગવાન જગન્નાથજીને રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. ભગવાન જગન્નાથજીની રથયત્રાની પૂર્વ તૈયારીમાં સમગ્ર અમદાવાદના લોકો તૈયારીમાં લાગી ગયા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More