Home> Gujarat
Advertisement
Prev
Next

લૂંટ વિથ મર્ડર: લૂંટારૂઓએ વૃદ્ધ દંપતીને બનાવ્યું નિશાન, મહિલાના મોઢે ડૂચો માર્યોને...

વલસાડ નજીક આવેલા ભૂતસર ગામમાં લૂંટ વિથ મર્ડરની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે. એક વૃદ્ધ દંપતીને નિશાન બનાવી લૂંટારૂ ટોળકીએ મહિલાની હત્યા કરી દાગીના અને સોનું સહિત રોકડ રકમની લૂંટ કરી લૂંટારું ટોળકી ફરાર થઈ ગઈ છે. જેને ઝડપવા વલસાડ જિલ્લા પોલીસનો કાફલો અત્યારે દોડધામ કરી રહ્યો છે.

લૂંટ વિથ મર્ડર: લૂંટારૂઓએ વૃદ્ધ દંપતીને બનાવ્યું નિશાન, મહિલાના મોઢે ડૂચો માર્યોને...

વલસાડ: વલસાડ નજીક આવેલા ભૂતસર ગામમાં લૂંટ વિથ મર્ડરની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે. એક વૃદ્ધ દંપતીને નિશાન બનાવી લૂંટારૂ ટોળકીએ મહિલાની હત્યા કરી દાગીના અને સોનું સહિત રોકડ રકમની લૂંટ કરી લૂંટારું ટોળકી ફરાર થઈ ગઈ છે. જેને ઝડપવા વલસાડ જિલ્લા પોલીસનો કાફલો અત્યારે દોડધામ કરી રહ્યો છે.

આ પણ વાંચો:- ફોનનું સીમ કાર્ડ અપગ્રેડ કરાવવું ગુજરાત સરકારના એક મહિલા અધિકારીને પડ્યું લાખોમાં

મહત્વપૂર્ણ છે કે, વલસાડ નજીક આવેલા ભૂતસર ગામના છેવાડે રહેતા દીપસિંહ ભાઈ સોલંકી અને તેમના પત્ની રમીલાબેન વૃદ્ધાવસ્થામાં એકલવાયું જીવન જીવતા હતા. ત્યારે મોડી રાત્રે ત્રણ જેટલા લૂંટારોએ નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કર્યા બાદ આ વૃદ્ધ દંપતીને બંધક બનાવ્યું હતું. જો કે, બંધક બનાવતી વખતે લૂંટારુએ રમીલાબેન નામના મોઢે ડૂચો મારી દીધો હતો અને ત્યારબાદ તેમને પહેરેલા ઘરેણા અને ઘરમાં રહેલા દાગીના અને રોકડ રકમ લઇ લૂંટારું ટોળકી ફરાર થઈ ગઈ હતી.

આ પણ વાંચો:- 'ઓયે જાનુ જાનેમન કયા જાય' તેમ કહી બીભત્સ કોમેન્ટ કરી છેડતી કરી અને પછી...

જો કે, લુંટારૂઓએ વૃદ્ધા ગળામાં ડૂચો મારી દીધો હોવાથી તેમનું મોત થયું હતુ. લુંટારૂઓ ફરાર થઇ ગયા બાદ વૃદ્ધ દિપસીહ ભાઈએ મોડી રાત્રે બૂમાબૂમ કરતાં નજીકના વિસ્તારમાં રહેતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ઘરમાં સુતા પહેલા દંપતી ઘરનો દરવાજો બંધ કરવાનું ભૂલી હતા. દરવાજો ખુલ્લો જ રહી ગયો હોવાથી લૂંટારૂઓ સરળતાથી ઘરમાં પ્રવેશ્યા હતા. 

આ પણ વાંચો:- CM રૂપાણી સહિતના ગુજરાતના નેતાઓએ પ્રણવ મુખર્જીને પાઠવી શ્રદ્ધાંજલિ

વૃદ્ધ દંપતીને બંધક બનાવ્યું હતું અને મૃતક રમીલા બેનના મોઢામાં ડૂચો દઈ વૃદ્ધાની હત્યા કરી 13 તોલા સોનું અને 85 હજાર રૂપિયા રોકડ રકમની લૂંટ કરી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ વલસાડ જિલ્લાના પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને હત્યા કરી લૂંટ ચલાવી ફરાર થઇ જનારા લૂંટારુ ટોળકીને ઝડપવા માટે વલસાડ રૂરલ પોલીસ વલસાડ જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસની ટીમો પણ કામે લાગી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More